________________
साम्यब्रह्मास्त्रमादाय, विजयन्तां મુમુક્ષુવઃ । मायाविनीमिमां मोह- रक्षोराजपताकिनीम् ॥ ९५ ॥
મુમુક્ષુ આત્માઓ સામ્યરૂપી બ્રહ્માસ્ત્રને ધારણ કરીને, માયાવી એવી આ મોહરૂપી રાક્ષસરાજની સેનાને જીતી લો. ૯૫
या मुहः कविसङ्कल्प- कल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै, सेवस्व समतासुधाम् ॥९६॥
(૪૫)
***
કવિઓએ મનના સંકલ્પથી કલ્પેલા અમૃતને મેળવવાની ઇચ્છામાં મોહ ન પામ. પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતારૂપી અમૃતનું તું સેવન
કર. ૯૬
योगग्रन्थमहाम्भोधि - मवमथ्य मनोमथा ।
साम्यामृतं समासाद्य, सद्यः प्राप्नुहि निर्वृत्तिम् ॥ ९७॥
(હે આત્મન્ !) મનરૂપી રવૈયાથી યોગગ્રન્થરૂપી મહાસાગરનું મંથન કર અને સામ્યરૂપી અમૃતને પ્રાપ્ત કરી શીઘ્ર મુક્તિને પ્રાપ્ત કર. ૯૭
मैत्र्यादिवासनामोद- सुरभीकृतदिङ्मुखम् ।
पुमांसं ध्रुवमायान्ति, सिद्धिभृङ्गाङ्गनाः स्वयम् ॥९८॥
સિદ્ધિરૂપી ભમરીઓ મૈત્રી આદિ ગુણોની વાસનારૂપી સુગંધથી જેણે સઘળી દિશાઓને સુગંધીત કરી છે, એવા પુરુષની સમીપે સ્વયં અવશ્ય આવે છે. ૯૮
औदासीन्योल्लसन्मैत्री - पवित्रं वीतसम्भ्रमम् । कोपादिव विमुञ्चन्ति, स्वयं कर्माणि पुरुषम् ॥९९॥
ઉદાસીનભાવથી ઉલ્લાસ પામતી મૈત્રી વડે પવિત્ર બનેલા, સંભ્રમથી રહિત એવા પુરુષને કર્મો જાણે કે તેના પર ગુસ્સો આવ્યો ન હોય તે રીતે ત્યજી દે છે. ૯૯