________________
(૮૫)
**********************************************
ઉપર કહેલા બધા આગ્નવોનો નિરોધ કરવાનો ઉપાય સંવર કહેવાય છે. તેના દ્રવ્યસંવર અને ભાવસંવર એમ બે ભેદો છે. (૭૩)
यः कर्मपुद्गलादानच्छेदः स द्रव्यसंवरः ।
भवहेतुकियात्यागः स पुनर्भावसंवरः ॥७४॥ વળી કર્મપુદ્ગલના આસ્રવ દ્વારા થતા પ્રવેશને રોકવો તે દ્રવ્યસંવર અને સંસારના કારણભૂત ક્રિયાનો ત્યાગ તે ભાવસંવર. (૭૪)
येन येन ह्युपायेन रुध्यते यो य आश्रवः । .
तस्य तस्य निरोधाय न स योज्यो मनीषिभिः ॥५॥ જે જે ઉપાયથી જે જે આસ્રવ રોકી શકાય, તે તે આમ્રવના નિરોધ માટે બુદ્ધિમાન પુરુષોએ તે તે ઉપાય યોજવો. (૭૫)
क्षमया मृदुभावेन रूजुत्वेनाप्यनीहया ।
कोधं मानं तथा मायां लोभं रुन्ध्याद्यथाकमम् ॥६॥ જેમ કે ક્ષમાથી ક્રોધને રોકવો, નમ્રતાથી માનને રોકવું, સરળતાથી માયાને રોકવી અને સંતોષથી લોભને રોકવો. (૭૬)
असंयमकृतोत्सेकान् विषयान् विषसंनिभान् । निराकुर्यादखण्डेन संयमेन महामतिः ॥७७॥ બુદ્ધિમાન પુરુષે ઇન્દ્રિયોના અસંયમ–ઉન્માદથી પ્રબળ બનેલા વિષ જેવા વિષયોને ઇન્દ્રિયોના અખંડ સંયમથી નષ્ટ કરવા જોઈએ. (૭૭)
'तिसृभिर्गुप्तिभिर्योगान् प्रमादं चाप्रमादतः । सावद्ययोगहानेनाविरतिं चापि साधयेत् ॥७८॥ सद्दर्शनेन मिथ्यात्वं शुभस्थैर्येण चेतसः । .
विजयेतार्तौदे च संवरार्थं कतोद्यमः ॥७९॥ સંવર માટે પ્રયત્ન કરતા યોગીએ ત્રણ ગુતિ(યોગનિગ્રહ)થી મનવચન-કાયાના વ્યાપારોને સાધવા જોઈએ, અપ્રમાદથી પ્રમાદને રોકવો, બધી સદોષ પ્રવૃત્તિના ત્યાગથી અવિરતિને રોકવી, સમ્યગદર્શન વડે