Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 90
________________ ******************************************** ૧૧. લોક ભાવના कटिस्थकरवैशाखस्थानकस्थनराकृतिम् । द्रव्यैः पूर्ण स्मरेल्लोकं स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥१०॥ કેડે હાથ મૂકીને પહોળા પગ રાખી ઊભેલા પુરુષ જેવી આકૃતિવાળા તથા સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશસ્વરૂપવાળા દ્રવ્યોથી પરિપૂર્ણ લોકના સ્વરૂપનું ચિંતન કરવું. (૯૦) ૧૨. બોધિદુર્લભ ભાવના अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते । स्थावरत्वात्रासत्वं वा तिर्यक्त्वं वा कथंचन ॥११॥ मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र कथञ्चित्कर्मलाघवात् ॥१२॥ प्राप्तेषु पुण्यतः श्रद्धा कथकश्रवणेष्वपि । तत्त्वनिश्चयख्यं तद् बोधिरत्नं सुदुर्लभम् ॥१३॥ યથાપ્રવૃત્તિકરણથી મોક્ષની અભિલાષા સિવાય કર્મનો ક્ષય થતાં સ્થાવર યોનિમાંથી નીકળી ત્રસયોનિ કે પશુપણું પામે છે. તેમાં પણ અશુભકર્મનો ક્ષય થવાથી પુણ્યના યોગે મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમજાતિ, પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે, તેમાં પણ પુણ્યથી ધર્મની અભિલાષા, ધર્મોપદેશક ગુરુ અને તેમના વચનનું શ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્ન પ્રાપ્ત થવું અતિદુર્લભ છે. - રાજ્ય, ચક્રવર્તીપણું કે ઇંદ્રપણું પ્રાપ્ત થવું દુર્લભ નથી, પણ બોધિની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે એમ જિન પ્રવચનમાં કહ્યું છે. સર્વ જીવોએ બધા ભાવો પૂર્વે અનંતવાર પ્રાપ્ત કર્યા છે, પરંતુ તેને કદાપિ બોધિની પ્રાપ્તિ થઈ નથી, તેથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વે જીવોને અનંત પુદ્ગલ પરાવર્ત વ્યતીત થયા, પરંતુ જયારે કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ - પરાવર્ત બાકી રહેતાં આયુ સિવાયનાં બધાં કર્મની સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમની બાકી રહે ત્યારે કોઈક જીવ ગ્રંથિભેદથી ઉત્તમ બોધિરત્ન

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98