Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 91
________________ (૯૦) ********************************************** પામે છે અને બીજા જીવો યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિની મર્યાદામાં આવેલા છતાં પાછા પડે છે અને પુનઃ સંસારમાં ભમે છે. કુશાસ્ત્રાશ્રવણ, મિથ્યાષ્ટિનો સંગ, કુવાસના અને પ્રમાદશીલતા એ બધા બોધિના વિરોધી છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે, તો પણ બોધિ પ્રાપ્ત થયે ચારિત્રની સફળતા છે, અન્યથા નિષ્ફળતા છે. અભવ્યો પણ ચારિત્ર પ્રાપ્ત કરીને રૈવેયકાદિ સ્વર્ગમાં જાય છે, પણ બોધિ સિવાય નિર્વાણ પ્રાપ્ત કરી શકતા નથી. જેને બોધિરત્ન પ્રાપ્ત થયું નથી, તે ચક્રવર્તી હોવા છતાં પણ રંક જેવો છે, પરંતુ જેણે બોધિરત્ન પ્રાપ્ત કર્યું છે તે રંક પણ ચક્રવર્તી કરતાં અધિક છે. જેમને બોધિ પ્રાપ્ત થયેલ છે તે જીવો સંસારમાં ક્યાંય આસક્ત થતા નથી, પરંતુ મમત્વરહિત થઈને એકમાત્ર મુક્તિ માર્ગની ઉપાસના કરે છે. જેઓ પરમ પદ પામ્યા છે, પામશે અને પામે છે તે બધા બોધિ પામીને જ તેમ કરી શકે છે માટે બોધિની જ ઉપાસના કરો. (૯૧-૯૨-૯૩). भावनाभिरविश्रान्तमिति भावितमानसः । निर्ममः सर्वभावेषु सम्यक्त्वमवलम्बते ॥१४॥ આમ આ બાર ભાવનાઓ વડે નિરંતર મનને સુવાસિત કરતો, મમત્વરહિત થઈને બધા પદાર્થોમાં સમ્યકત્વ-સમત્વને પામે છે. (૯૪) विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । उपशाम्येत् कषायाग्निर्बोधिदीपः समुन्मिषेत् ॥१५॥ વિષયોથી વિરક્ત થયેલા, સમભાવથી સુવાસિત ચિત્તવાળા પુરુષોનો કષાયરૂપી અગ્નિ શાંત થાય છે અને બોધિરૂપી દિપક પ્રગટે છે. (૫) समत्वमवलम्ब्याथ ध्यानं योगी समाश्रयेत । विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडम्ब्यते ॥१६॥ સમત્વનું અવલંબન કરીને યોગી (ધ્યાન કરી શકે છે.) સમત્વ ધ્યાનાશ્રિત થાય છે. પ્રાપ્ત કર્યા વિના જો ધ્યાનનો પ્રારંભ કરે તો તે પોતાના આત્માનમી વિડંબના કરે છે. (૯૬)

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98