Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 88
________________ ********************************************** રૂપ સકામ નિર્જરા જાણવી અને અસંયમીને તે સિવાય વિપાકથી (કર્મને ભોગવીને ક્ષય કરવારૂપ) અકામ નિર્જરા જાણવી. કારણ કે કર્મોનો પાકનિર્જરા ફળના પાકની પેઠે ઉપાયોથી અને સ્વાભાવિક રીતે થાય છે. (૮૧) सदोषमपि दीप्तेन सुवर्ण वह्निना यथा । तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥८२॥ જેમ અશુદ્ધ સોનું પ્રજવલિત થયેલા અગ્નિ વડે શુદ્ધ થાય છે, તેમ તપરૂપી અગ્નિ દ્વારા તપાવવામાં આવતો જીવ વિશુદ્ધ થાય છે. (૮૨) अनशनमौनोदर्यं वृत्तेः संक्षेपणं तथा । रसत्यागस्तनुक्लेशो लीनतेति बहिस्तपः ॥८३॥ (૧) અનશન - જીવન પર્યત કે અમુક કાલ પર્યત આહારનો ત્યાગ કરવો. (૨) ઔનોદર્ય (ઉણોદરી) - સ્વાભાવિક આહારથી અલ્પ આહાર લેવો. (૩) વૃત્તિસંક્ષેપ - પોતાને ખાવા પીવા વગેરે ઉપયોગમાં આવતી વસ્તુઓનો વૃત્તિથી સંક્ષેપ કરવો. (૪) રસપરિત્યાગ – દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન વગેરે વિકારવર્ધક પદાર્થોનો ત્યાગ કરવો. (૫) કાયક્લેશ - ટાઢ, તડકામાં કે આસનો વગેરેથી શરીરને કસવું. (૬) લીનતા - બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, અથવા મન, - વચન, કાયા, કષાય અને ઇન્દ્રિયોનો સંકોચ કરવો એ છ પ્રકારનું બાહ્ય તપ છે. (૮૩) प्रायश्चित्तं वैयावृत्त्यं स्वाध्यायो विनयोऽपि च ।। . व्युत्सर्गोऽथ शुभं ध्यानं षोढेत्याभ्यन्तरं तपः ॥८४॥ (૧) પ્રાયશ્ચિત-વ્રતાદિમાં લાગેલા દોષની શુદ્ધિ માટે જે અનુષ્ઠાન કરવામાં આવે છે. (૨) વૈયાવૃત્ય-સેવા, શુક્રૂષા. (૩) સ્વાધ્યાય. (૪)

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98