Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 87
________________ (૮૬) *** **************************************** મિથ્યાત્વને રોકવું તથા શુભધ્યાનરૂપ ચિત્તની સ્થિરતા વડે આર્ત તથા રૌદ્ર ધ્યાન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. (૭૮-૭૯) રાજમાર્ગમાં રહેલા અનેક દ્વારવાળા ઘરનાં બારણાં ઉઘાડાં હોય તો તેમાં રજ દાખલ થાય છે અને દાખલ થઈને ચીકાશના યોગે ત્યાં ચોંટી જાય છે. પરંતુ બારી-બારણાં બંધ કર્યા હોય તો રજ પ્રવેશ થવા પામતી નથી અને ત્યાં ચોંટી પણ જતી નથી. કોઈ સરોવરમાં પાણી આવવાના બધા માર્ગો ઉઘાડા હોય તો તે દ્વારા પાણી આવે છે, પરંતુ તે બધા માર્ગો બંધ કર્યા હોય તો થોડું પણ પાણી સરોવરમાં દાખલ થઈ શકતું નથી કોઈ વહાણની અંદર છિદ્રો હોય તો તે દ્વારા તેમાં પાણી દાખલ થાય છે, પરંતુ તે છિદ્રો બંધ કર્યા હોય તો થોડું પણ પાણી વહાણની અંદર પ્રવેશ કરતું નથી તેમ મિથ્યાત્વાદિ આન્નવદ્વારો ઉઘાડાં હોય તો જીવમાં કર્મ દાખલ થાય છે અને તે દ્વારા બંધ થાય તો સંવરયુક્ત જીવમાં કર્મનો પ્રવેશ થતો નથી. સંવરથી આશ્રવનાં દ્વાર બંધ થાય છે. તે સંવર ક્ષમા વગેરે ભેદોથી અનેક પ્રકારનો છે. મિથ્યાત્વના ઉદયને રોકવાથી અવિરતિ સમ્યગુષ્ટિ ગુણસ્થાને મિથ્યાત્વનો સંવર હોય છે, દેશવિરતિ ગુણસ્થાને અવિરતિનો સંવર હોય છે. અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે પ્રમાદનો સંવર હોય છે, ઉપશાન્તમોહ અને ક્ષીણ મોહ ગુણસ્થાનકે કષાયનો સંવર હોય છે અને અયોગી કેવળી ગુણસ્થાને સંપૂર્ણ યોગસંવર હોય છે. ૯. નિર્જરા ભાવના संसारबीजभूतानां कर्मणां जरणादिह ।। निर्जरा सा स्मृता द्वैधा सकामा कामवर्जिता ॥८०॥ સંસારના કારણભૂત કર્મને ખેરવી નાંખવાં તેને નિર્જરા કહે છે. તે સકામ નિર્જરા અને અકામ નિર્જરા એમ બે પ્રકારની છે. (૮૦) ज्ञेया सकामा यमिनामकामा त्वन्यदेहिनाम् । कर्मणां फलवत्पाको यदुपायात् स्वतोऽपि हि ॥८१॥ સંયમી પુરુષોને ઇરાદાપૂર્વક તપ વગેરે ઉપાય દ્વારા કર્મનો ક્ષય કરવા

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98