________________
(૮૪)
****************************************
*
વો*
અને કાયયોગથી શુભાશુભ કર્મ આત્મામાં આસ્રવે છે–પ્રવેશ કરે છે, તેથી તે યોગોને આશ્રવ કહે છે. (૬૮).
मैत्र्यादिवासितं चेतः कर्म सूते शुभात्मकम् ।
कषायविषयाक्रान्तं वितनोत्यशुभं पुनः ॥६९॥ મૈત્રી, મુદિતા (પ્રમોદ), કરુણા અને ઉપેક્ષા (માધ્યસ્થ) રૂપી ભાવથી વાસિત કરેલું ચિત્ત શુભકર્મને ઉત્પન્ન કરે છે અને ક્રોધાદિ કષાયો તથા વિષયોથી વ્યાપ્ત થયેલું ચિત્ત અશુભ કર્મને ફેલાવે છે. (૬૯)
शुभार्जनाय निर्मिथ्यं श्रुतज्ञानाश्रितं वचः । . विपरीतं पुनर्जेयमशुभार्जनहेतवे ॥७०॥ સત્ય અને શ્રુતજ્ઞાનાનુસારી વચન શુભકર્મના બંધનું કારણ થાય છે અને તેથી વિપરીત વચન અશુભ કર્મના બંધનું કારણ છે, અમે જાણ..
शरीरेण सुगुप्तेन शरीरी चिनुते शुभम् । ..
सततारम्भिणा जन्तुघातकेनाशुभं पुनः ॥७१॥ વળી, સત્ પ્રવૃત્તિથી જીવ શુભ કર્મ સંચિત કરે છે અને સતત મહારંભી અને હિંસક પ્રવૃત્તિવાળા શરીર વડે અશુભ કર્મ બાંધે છે. (૭૧)
कषाया विषया योगाः प्रमादाविरती तथा । मिथ्यात्वमातरौद्रे चेत्यशुभं प्रति हेतवः ॥७२॥ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો, સ્પર્શાદિ વિષયો, મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ યોગો, અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મનો અનાદર અને યોગદુપ્રણિધાનરૂપ આઠ પ્રકારનો પ્રમાદ, અવિરતિ-નિયમનો અભાવ, મિથ્યાત્વ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બધાં અશુભ કર્મના હેતુઓ છે. (૭૨)
૮. સંવર ભાવના सर्वेषामाश्रवाणां तु निरोधः संवरः स्मृतः । स पुनर्भिद्यते द्वेधा द्रव्यभावविभेदतः ॥७३॥