Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 83
________________ (૮૨) ***** *** સમસ્ત લોકાકાશમાં વાળના અગ્રભાગ જેટલું પણ કોઈ સ્થાન નથી કે જ્યાં જીવ પોતાના કર્મથી એકેન્દ્રિયાદિ વિવિધ રૂપો ધારણ કરવા રૂપે ઉત્પન્ન ન થયો હોય ! (૬૧) ૪. એકત્વ ભાવના एक उत्पद्यते जन्तुरेक एव विपद्यते । . कर्माण्यनुभवत्येकः प्रचितानि भवान्तरे ॥ ६२ ॥ જીવ એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ મરણ પામે છે, તથા ભવાન્તરમાં કરેલાં કર્મો એકલો જ ભોગવે છે. (૬) अन्यैस्तेनार्जितं वित्तं भूयः संभूय भुज्यते । सत्वेको नरककोडे क्लिश्यन्ते निजकर्मभिः ॥६३॥ તેણે ભેગું કરેલું દ્રવ્ય બીજા લોકો ભેગા મળીને ભોગવે છે; પરંતુ ત એક્લો નરકગતિમાં પોતાનાં કર્મોથી (ફળ ભોગવવા વડે) ક્લેશ પામે છે. (૬૩) પ્રાણી એકલો જ શુભાશુભ કર્મ કરીને સંસારમાં ભમે છે અને તેને યોગ્ય શુભાશુભ ફળ પણ એકલો જ ભોગવે છે. તથા સર્વ સંબંધોનો ત્યાગ કરી એકલો જ મોક્ષ લક્ષ્મીનો ઉપભોગ કરે છે. ત્યાં બીજા કોઈનો સંભવ નથી. ૫. અન્યત્વ ભાવના यत्रान्यत्वं शरीरस्य वैसदृश्याच्छरीरिणः । धनबन्धुसहायानां तत्रान्यत्वं न दुर्वचनम् ॥६४॥ જ્યાં આત્માથી શરીરની વિલક્ષણતા હોવાથી અન્યપણું છે, ત્યાં ધન, બંધુ અને સહાયકોનું આત્માથી અન્યત્વ હોય એ કહેવું મુશ્કેલ નથી. (૬૪) यो देहधनबन्धभ्यो भिन्नमात्मानमीक्षते । क्व शोकशङ्कुना तस्य हन्तातङ्कः प्रतन्यते ॥ ६५ ॥ જે માણસ શ૨ી૨, ધન અને બંધુઓથી પોતાના આત્માને ભિન્ન જુએ છે તે માણસને શોકરૂપ શલ્ય ક્યાંથી દુ:ખ આપે ? (૬૫)Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98