Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 81
________________ (૮૦) ****** ************************************** ૧. અનિત્ય ભાવના यत्प्रातस्तन्न मध्याह्ने यन्मध्याहन न तनिशि । निरीक्ष्यते भवेऽस्मिन् ही ! पदार्थानामनित्यता ॥५१॥ અરે ! આ જગતમાં જે સવારમાં હોય છે તે બપોરે નથી દેખાતું, અને જે બપોરે હોય છે તે રાત્રે નથી દેખાતું. આ પ્રમાણે પદાર્થની અનિત્યતા સર્વત્ર દેખાય છે. (૫૧) शरीरं देहीनां सर्वपुरुषार्थनिबन्धनम् । प्रचण्डपवनोद्भूतघनाघनविनश्वरम् ॥५२॥ બધા પુરુષાર્થોને કારણભૂત પ્રાણીઓનાં શરીર પ્રચંડ પવનથી વિખરાઈ ગયેલાં વાદળાં જેવાં વિનાશશીલ છે. (પર) कल्लोलचपला लक्ष्मीः संगमाः स्वप्नसंनिभाः ।। वात्याव्यतिकरोत्क्षिप्ततूलतुल्यं च यौवनम् ॥५३॥ લક્ષ્મી મોજાંની જેવી ચંચળ છે, ધન, કુટુંબાદિના સંયોગો સ્વપ્ન જેવા છે અને યૌવન વંટોળિયાના સંબંધથી ઊડેલા રૂ જેવું છે. (૫૩) इत्यनित्यं जगवृत्तं स्थिरचित्तः प्रतिक्षणम् । तृष्णाकृष्णाहिमन्त्राय निर्ममत्वाय चिन्तयेत् ॥५४॥ આ પ્રમાણે તૃષ્ણારૂપી કાળી નાગણીને વશ કરનાર મંત્ર સમાન નિર્મમત્વની પ્રાપ્તિ માટે જગતના અનિત્ય સ્વરૂપનો સ્થિરચિત્તે પ્રતિક્ષણ વિચાર કરવો જોઈએ. (૫૪) ૨. અશરણ ભાવના इन्द्रोपेन्द्रादयोऽप्येते यन्मृत्योर्यान्ति गोचरम् । अहो ! तदन्तकातङ्के कः शरण्यः शरीरिणाम् ॥५५॥ અરે ! ઇન્દ્રો, ઉપેન્દ્રો વગેરે પણ જે મૃત્યુને આધીન થયા, તે મરણના ભયથી પ્રાણીને કોણ શરણ આપી શકે એમ છે ? (૫૫) पितुर्मातुःस्वसुर्धातुस्तनयानां च पश्यताम् । - अत्राणो नीयते जन्तुः कर्मभिर्यमसद्मनि ॥५६॥

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98