Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 79
________________ (૭૮). ****** ************************************* कर्म जीवं संश्लिष्टं परीज्ञातात्मनिश्चयः । विभिन्नीकुरुते साधुः सामायिकशलाकया ॥४६॥ જેને આત્મસ્વરૂપનો નિશ્ચય થયો છે એવા સાધુ સામાયિકરૂપી સળી વડે પરસ્પર મળેલા જીવ અને કર્મને જુદાં કરે છે. (આત્મજ્ઞાનનો અભ્યાસ કરતાં તથાવિધ આવરણો દૂર થવાથી પુનઃ પુનઃ સ્વસંવેદનથી આત્માનો દઢ નિશ્ચય થાય છે, અને તેથી આત્મસ્વરૂપનું આવરણ કરનારા અને આત્મસ્વરૂપથી ભિન્ન એવાં કર્મોને પરમ સામાયિકના બળથી નિર્જરે છે.) (૪૬) रागादिध्वान्तविध्वंसे कृते सामायिकांशुना । स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥४७॥ સામાયિકરૂપી સૂર્યથી રાગાદિ અંધકારનો નાશ થતાં યોગીઓ પોતાનામાં પરમાત્માનું સ્વરૂપ દેખે છે. (બધા આત્માઓ તત્ત્વદેષ્ટિથી પરમાત્મા જ છે, કેવળ રાગદ્વેષાદિથી મલિન થયેલા હોવાથી પરમાત્મા સ્વરૂપની અભિવ્યક્તિ થતી નથી પરંતુ સમભાવરૂપ સૂર્યના પ્રકાશથી રાગાદિ અંધકારનો નાશ થતાં આત્માને વિશે જ પરમાત્માસ્વરૂપ પ્રગટ થાય છે.) (૪૭) स्निह्यन्ति जन्तवो नित्यं वैरिणोऽपि परस्परम् । अपि स्वार्थकृते साम्यभाजः साधोः प्रभावतः ॥४८॥ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે સમત્વનું સેવન કરનાર સાધુના પ્રભાવથી નિત્ય વેરવૃત્તિવાળાં પ્રાણીઓ પણ પરસ્પર પ્રેમ કરે છે. (૪૮) પ્રિય અને અપ્રિય એવા ચેતન અને અચેતન પદાર્થમાં જેનું મન મોહ પામતું નથી તે સમભાવને પ્રાપ્ત થયેલો છે. કોઈ પોતાના હાથ વડે ગોશીર્ષ ચંદનનું વિલેપન કરે કે વાંસલાથી કાપે તો પણ બન્નેમાં સમાન વૃત્તિ હોય ત્યારે સર્વોત્તમ સમભાવ હોય છે. કોઈ પ્રસન્ન થઈને સ્તુતિ કરે કે ગુસ્સે થઈને ગાળો દે તો પણ જેનું ચિત્ત તે બન્નેમાં સરખું છે તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી કરેલા અને કલેશજનક રાગાદિની ઉપાસના શા માટે

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98