Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 77
________________ (૭૬) ** सत्यां हि मनसः शुद्धौ सन्त्यसन्तोऽपि यद्गुणाः । सन्तोऽप्यसत्यां नो सन्ति सैव कार्या बुधस्ततः ॥३५॥ જો મનની શુદ્ધિ હોય તો અવિદ્યમાન ગુણો પણ અસ્તિત્વમાં આવે છે, પરંતુ તે ન હોય તો વિદ્યમાન ગુણોનો પણ અભાવ થાય છે; માટે બુદ્ધિમાન પુરુષે મનશુદ્ધિ જ કરવી. (૩૫) मनः शुद्धिमबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भुजाभ्यां ते तितीर्षन्ति महार्णवम् ॥३६॥ જે લોકો મનની શુદ્ધિ કર્યા વિના મુક્તિ માટે તપ તપે છે તે લોકો નાવને છોડીને બે હાથ વડે સમુદ્ર તરવાની ઇચ્છા રાખે છે. (૩૬) तपस्विनो मनः शुद्धि विना भूतस्य सर्वथा । ध्यानं खलु मुधा चक्षुर्विकलस्येव दर्पणः ॥३७॥ જેમ આંખો વિના દર્પણ નકામું છે, તેમ ખરેખર મનની શુદ્ધિ વિના તપસ્વીને ધ્યાન નિષ્ફળ છે. (૩૭) तदवश्यं मनः शुद्धिः कर्तव्या सिद्धिमिच्छता । તપ:શ્રુતયમપ્રાય: વિમર્ચ: જાય′′તુન: રૂટા માટે સિદ્ધિની ઇચ્છાવાળાએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. તે સિવાય બીજા દેહદમન કરનારા તપ, શ્રુત, યમ, નિયમાદિ ઉપાયો વ્યર્થ છે. (૩૮) मनः शुद्धयैव कर्तव्यो रागद्वेषविनिर्जयः । कालुष्यं येन हित्वाऽऽत्मा स्वस्वरूपेऽवतिष्ठते ॥ ३९ ॥ મનની શુદ્ધિ કરવા માટે રાગદ્વેષનો જય કરવો જોઈએ. રાગદ્વેષ જીતવાથી આત્મા મલિનતા દૂર કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે. (૩૯) आत्मायत्तमपि स्वान्तं कुर्वतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य परायत्तं विधीयते ॥ ४० ॥

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98