Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 78
________________ (૭૭) આત્મામાં લીન કરવા પ્રયત્ન કરતા યોગીઓના મનને પણ રાગદ્વેષાદિ ચડી આવીને પરાધીન બનાવે છે. (૪૦) रक्ष्यमाणमपि स्वान्तं समादाय मनाग् मिषम् । पिशाचा इव रागाद्याश्छलयन्ति मुहुर्मुहुः ॥४१॥ ગમે તેટલું રક્ષણ કરવામાં આવે છતાં પિશાચના જેવા રાગાદિ થોડું પણ પ્રમાદરૂપ બહાનું મળતાં મનને વારંવાર છેતરે છે. (૪૧) रागादितिमिरध्वस्तज्ञानेन मनसा जनः । अन्धेनान्ध इवाकृष्टः पात्यते नरकावटे ॥४२॥ જેમ આંધળો માણસ આંધળા માણસને ખાડામાં નાંખે છે, તેમ રાગાદિ અંધકારથી નાશ પામેલ વિવેકજ્ઞાનવાળું મન મનુષ્યને ખેંચીને નરકરૂપ ખાડામાં નાખે છે. (૪૨) अस्ततन्द्रैरतः पुंभिर्निर्वाणपदकाङ्क्षिभिः । विधातव्यः समत्वेन रागद्वेषद्विषज्जयः ॥ ४३॥ માટે નિર્વાણ પદની ઇચ્છાવાળા પુરુષોએ પ્રમાદનો ત્યાગ કરી સમભાવ વડે એટલે રાગદ્વેષના હેતુઓમાં મધ્યસ્થ પરિણામ વડે રાગદ્વેષરૂપી શત્રુને જીતવો જોઈએ. (૪૩) अमन्दानन्दजनने साम्यवारिणि मज्जताम् । जायते सहसा पुंसां रागद्वेषमलक्षयः ॥४४॥ અતિ આનંદજનક સમતારૂપી પાણીમાં ડૂબકી મારનારા પુરુષોનો રાગદ્વેષરૂપી મેલ તત્કાળ નાશ પામે છે. (૪૪) प्रणिहन्ति क्षणार्धेन साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्रतपसा जन्मकोटिभिः ॥४५॥ મનુષ્ય જે કર્મને કોટી જન્મની કઠિન તપશ્ચર્યાથી પણ નાશ ન કરી શકે તે કર્મને તે સમભાવનો આશ્રય લઈને એક અર્ધી ક્ષણમાં નાશ કરે છે. (૪૫)

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98