Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 84
________________ (૮૩) ************************ ******************* આત્માથી દેહાદિ પદાર્થોનો અન્યત્વરૂપ ભેદ સ્પષ્ટ પ્રતીત થાય છે. દેહાદિ પદાર્થો ઇન્દ્રિય ગ્રાહ્ય છે અને આત્મા અનુભવગોચર છે. જો આત્મા અને દેહાદિ પદાર્થોનું અન્યપણું છે તો શરીરને પ્રારાદિ થતાં દુઃખ કેમ થાય છે એ શંકા કરવા યોગ્ય નથી, કારણ કે જેઓને શરીરાદિમાં ભેદબુદ્ધિ નથી, તેઓના દેહને પ્રહારાદિ થતાં આત્માને પીડા થાય છે, પરંતુ જેઓને દેહ અને આત્માનું ભેદજ્ઞાન થયું છે તેઓના દેહને પ્રહારાદિ થતાં આત્માને પીડા થતી નથી. નમિરાજર્ષિને આત્મા અને ધનનું ભેદજ્ઞાન થયું હતું, તેથી મિથિલા નગરી બળતી સાંભળીને તેને થયું કે મારું કાંઈ બળતું નથી. જે માણસને ભેદજ્ઞાન થયું છે તેને માતાપિતાના વિયોગનું દુઃખ આવી પડતાં દુઃખ થતું નથી અને જેને આત્મીયપણાનું અભિમાન છે તે દાસના દુઃખથી પણ મૂછ પામે છે. ૬. અશુચિ ભાવના रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुकान्त्रवर्चसाम् । अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कृतः ? ॥६६॥ રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજા, વીર્ય, આંતરડા, વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુઓના સ્થાનરૂપ આ શરીર છે. તેથી તેની પવિત્રતા ક્યાંથી હોય ? (૬૬) नवस्रोतःस्रवद्विस्ररसनिःस्यन्दपिच्छिले । देहेऽपि शौचसङ्कल्पो महन्मोहविजृम्भितम् ॥६७॥ . ( આંખ, કાન, નાક, મુખ અધોલાર અને જનનેન્દ્રિય રૂપી નવ દ્વારમાંથી વહેતા દુર્ગધી ચીકણા રસના સતત આવવાથી મલિન રહેતા શરીરમાં પવિત્રપણાનું અભિમાન કરવું એ મહામોહ કહેવાય છે. (૬૭) ૭. આસ્રવ ભાવના मनोवाक्कायकर्माणि योगाः कर्म शुभाशुभम् । यदाश्रवन्ति जन्तूनामाश्रवास्तेन कीर्तिताः ॥६८॥ મનુષ્યોના મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ મનોયોગ વચનયોગ

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98