Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 82
________________ (૮૧) ********************************************** પિતા, માતા, બહેન, ભાઈ અને પુત્રો જોઈ રહે છે અને અસહાય જીવને કર્મો યમને ઘેર લઈ જાય છે. (પ) शोचन्ति स्वजनानन्तं नीयमानान् स्वकर्मभिः । नेष्यमाणं तु शोचन्ति नात्मानं मूढबुद्धयः ॥५७॥ મૂઢ બુદ્ધિવાળા લોકો પોતાનાં કર્મોથી મૃત્યુ પામતા સ્વજનોનો શોક કરે છે, પણ સ્વકર્મ વડે મૃત્યુ પામનાર પોતાના આત્માનો શોક કરતા નથી. પોતાની નજીક રહેલા મૃત્યુનો શોક નહિ કરતાં દૂર સ્વજનાદિના મૃત્યુનો શોક કરવો તે બુદ્ધિની મૂઢતા જ છે.) (૫૭). संसारे दुःखदावाग्निज्वलज्ज्वालाकरालिते । वने मृगार्भकस्येव शरणं नास्ति देहिनः ॥५८॥ દાવાગ્નિની ભભકતી જવાલાથી વિકરાળ દેખાતા વનમાં જેમ મૃગના બચ્ચાનું કોઈ શરણ નથી, તેમ દુઃખરૂપી દાવાગ્નિની બળતી જવાળાથી ભયંકર આ સંસારમાં પ્રાણીનું કોઈ શરણ નથી. (૫૮) * ૩. સંસાર ભાવના શ્રોત્રિય પર્વ: સ્વામી પતિ શુભ : | સંસારનાઢ્ય નરવત્ સંસારી ન ! વેષ્ટ III આ સંસારરૂપી રંગભૂમિ ઉપર પ્રાણી નટની જેમ કોઈ વાર વેદજ્ઞ બ્રાહ્મણ થાય છે તો કોઈ વાર ચંડાળ થાય છે, કોઈ વાર શેઠ થાય છે (તો કોઈ વાર નોકર થાય છે.) કોઈ વાર પ્રજાપતિ બ્રહ્મા થાય તો કોઈ વાર કીડો થાય છે, એમ વિવિધ પ્રકારે સંસારી જીવ ચેષ્ટા કરે છે: એ આશ્ચર્ય છે. (૫૯) न याति कतमां योनि कतमा वा न मुञ्चति । - संसारी कर्मसम्बन्धादवकयकुटीमिव ॥६०॥ સંસારી જીવ કર્મના સંબંધથી ભાડાની કોટડીની જેમ કોઈ યોનિમાં જતો નથી અને કોઈ યોનિમાંથી નીકળતો નથી ? (૬૦). समस्तलोकाकाशेऽपि नानारूपैः स्वकर्मतः । बालाग्रमपि तन्नास्ति यन्न स्पृष्ट शरीरिभिः ॥६१॥

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98