Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 11
________________ (૧૦) **************** *************************** घोरंमि गब्भवास, कलमलजंबालअसुइबीभच्छे । वसिओ अणंतखुत्तो, जीवो कम्माणुभावेणं ॥१७॥ કલમલ (ગર્ભમાં પ્રથમના સાત દિવસના પ્રવાહી સ્થિતિ)ના કાદવની અશુચિથી બિભત્સ એવા ઘોર ગર્ભવાસમાં કુટિલ કર્મનાં યોગે જીવ અનંતીવાર વસ્યો છે. ૧૭ चुलसीइ किर लोए, जोणीणं पमुहसयसहस्साइं इक्किकम्मि अ जीवो, अणंतखुत्तो समुप्पन्नो ॥१८॥ ચૌદરાજ લોકમાં જીવને ઉત્પન્ન થવાનાં ૮૪ લાખ સ્થાન (યોનિ) છે. એમાંની એક-એક યોનિમાં આ જીવ અનંતીવાર જન્મ્યો છે. ૧૮ માયા-પિય-પૂર્દિ, સંસારર્દિ પૂરિો નોગો ! बहुजोणिनिवासीहिं, न य ते ताणं च सरणं च ॥१९॥ સંસારમાં અનેક યોનિમાં વસતાં માતા-પિતા અને સ્નેહીજનોથી સમગ્ર લોક ભરેલો છે. છતાં તેઓ તારા રક્ષક કે આશ્રયદાતા બની શકતા નથી. ૧૯ जीवो वाहि-विलुत्तो, सफरो इव निज्जले तडप्फडइ । सयलो वि जणो पिच्छइ, को सक्को वेअणाविगमे ॥२०॥ રોગોથી પીડાતો જીવ, પાણી વગરની માછલીની જેમ તરફડિયાં મારે છે. આજુબાજુ બેઠેલા લોકો એને દેખે છે, છતાં વેદનાથી કોઈ એને છોડાવી શકતું નથી. ૨૦ __मा जाणसि जीव ! तुमं पुत्तकलत्ताइ मज्झ सुहहेउ। निउणं बंधणमे यं, संसारे संसरंताणं ॥२१॥ હે આત્મન્ ! પુત્ર-પત્ની આદિ સ્વજનો મારા સુખનાં કારણ છે, એમ તું માનીશ નહિ. એ તો ઊલટા સંસારમાં ભટકતા તારા આત્માનાં ગાઢ બંધનો છે. ૨૧

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98