Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 56
________________ (૫૫) *************** **************************** કોઉ સયંભૂરમનકો, જે નર પાવઈ પાર; સો ભી લોભસમુદકો, લહે ન મધ્યપ્રચાર. ૩૭ જે કોઈ મનુષ્ય સ્વયંભૂરમણસમુદ્રનો પાર પામે છે. તે પણ લોભરૂપી સમુદ્રના મધ્યભાગને પ્રાપ્ત કરી શકતો નથી. ૩૭ મનસંતોષ અગસ્તિકે, તાકે શોષ નિમિત્ત; નિતુ સે જિનિ સો કિયો, નિજ જલ અંજલી મિત્ત. ૩૮ હે મિત્ર ! તેના - તે લોભસમુદ્રના શોષણ માટે જેણે સમુદ્રને પોતાના હાથની અંજલિ માત્ર કર્યો છે એવા મન સંતોષરૂપી અગસ્તિમુનિને નિત્ય સેવો. ૩૮ યાકી લાલચિ તું ફિરે, ચિત્ત ! ઇત ઉત ડમડોલ; તો લાલચિ મિટિ જાત ઘટ, પ્રકટિ સુખ રંગરોલ. ૩૯ હે ચિત્ત ! જેની લાલચે તું આમતેમ ડામાડોળ થઈને ફરે છે તે લાલચ (અંતરમાંથી) મટી જતાં-નષ્ટ થતાં અંતરમાં રંગરોલ સુખ પ્રગટે છે. ૩૯ ધન માનત ગિરિમૃતિકા, ફિરત મૂઢ દૂરધ્યાન; અખય ખજાનો ગ્યાંનકો, લખે ન સુખ નિદાન. ૪૦ મૂઢ પુરુષ પહાડની માટીને ધન માનીને દુર્ગાનમાં ફર્યા કરે છે પણ જે સુખનું કારણ છે તે જ્ઞાનનો અક્ષય ખજાનો (જે પોતાની પાસે છે) તેને તે ઓળખતો નથી. ૪૦ . હોત ન વિજય કષાયકો, બિન ઈન્દ્રિય વશિ કીન; તાત ઈન્દ્રી વશ કરે, સાધુ સહજ ગુણલીન. ૪૧ ઈન્દ્રિયોને વશ કર્યા વિના કષાયોનો વિજય થતો નથી તેથી સહજ આ ગુણોમાં લીન બનેલા સાધુપુરુષે ઈન્દ્રિયોને વશ કરવી જોઈએ. ૪૧ આપિ કાજિ પરસુખ હરે, ધરે ન કર્યું પ્રીતિ, ઈન્દ્રિય દુરજન પરિ દહૈ, વહૈ ન ધર્મ ન નીતિ. ૪૨ પોતાના સ્વાર્થ માટે પારકાનું સુખ હરનાર અને કોઈથી પણ પ્રેમPage Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98