Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 67
________________ (૬૬) *** ઉદાસીન મતિ પુરુષ જો, સમતાનિધિ શુભ વેષ, છોરત તાકું ક્રોધ કિધુ, આપહી કર્મ અશેધ. ૯૭ જે પુરુષ ઉદાસીન બુદ્ધિવાળો છે, સમતાનો નિધિ છે, શુભ દેખાવવાળો છે, તેને સઘળાં કર્મો પોતાની મેળે જ, જાણે કે તેના પર ક્રોધ આવ્યો ન હોય તેમ, છોડી દે છે. ૯૭ શુદ્ધ યોગ શ્રદ્ધાન ધરી, નિત્ય કરમકો ત્યાગ, પ્રથમ કરિ જો મૂઢ સો, ઉભય ભ્રષ્ટ નિરભાગ. ૯૮ કેવળ યોગ ઉપર જ શુદ્ધ શ્રદ્ધા ધારણ કરી જે નિત્યકર્મોનો ત્યાગ કરે છે, તે નિર્ભાગી મૂઢોમાં પ્રથમ છે અને ઉભય ભ્રષ્ટ થનાર છે. ૯૮ ક્રિયા મૂઢ જૂઠી ક્રિયા, કર ન થાપે ગ્યાન, ક્રિયા ભ્રષ્ટ ઇક ગ્યાન મત, છેદે ક્રિયા અજાન. ૯૯ ક્રિયા પાછળ મૂઢ બનેલો આત્મા ફોગટ ક્રિયા કરે છે. તે જ્ઞાનને આત્મામાં સ્થાપન કરતો નથી. બીજો ક્રિયાભ્રષ્ટ છે, તે જ્ઞાનને માને છે અને અજાણ એવો તે ક્રિયાનો છેદ કરે છે. ૯૯ તે દોનું થે દૂરિ શિવ, જો નિજ બલ અનુસાર, મારગ રુચિ મારગ રહિ, સો શિવ સાધણહાર. ૧૦૦ આ બંનેય આત્માથી મોક્ષ દૂર છે પણ જે પોતાની શક્તિ અનુસારે માર્ગમાં રુચિ રાખી, શુદ્ધ માર્ગમાં રહે છે તે જ મોક્ષને સાધનારો છે. ૧૦૦ નિવૃત્તિ લલનાકો સહજ, અચરજકારી કોઈ, જો નર યાકું રુચત હૈ, યાકું દેખે સોઈ. ૧૦૧ નિવૃત્તિરૂપી સ્ત્રીનો સ્વભાવ કોઈ આશ્ચર્યકારી છે. જે મનુષ્ય તેને રુચે છે તે નર જ તેને (શિવને-કલ્યાણને) દેખી શકે છે. ૧૦૧ મન પારદ મુછિત ભયો, સમતા ઔષિધ આઈ, સહિજ (સહસ્ર) વેધિ રસ પરમગુન સૌવન સિદ્ધિ કમાઈ. ૧૦૨

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98