Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
View full book text
________________
(૭૨)
उत्सर्पयन् दोषशाखा गुणमूलान्यधो नयन् । उन्मूलनीयो मानदुमस्तन्मार्दवसरित्प्लवैः ॥१४॥
દોષરૂપી શાખાઓને ઊંચે ફેલાવનાર તથા ગુણરૂપી મૂળને નીચે લઈ જનાર માનરૂપી વૃક્ષને નમ્રતારૂપી નદીના પ્રવાહથી મૂળથી ઉખેડી નાખવું જોઈએ. (૧૪)
असूनृतस्य जननी परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां माया दुर्गतिकारणम् ॥ १५ ॥
માયા અસત્યની જનની છે. શીલરૂપી વૃક્ષને છેદવામાં કુહાડીરૂપ છે, અવિદ્યા-અજ્ઞાનની જન્મભૂમિ છે અને દુર્ગતિનું કારણ છે. (૧૫).
कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥ १६ ॥
***
કુટિલતામાં કુશળ, પાપકર્મ કરનાર, માયા વડે બગલા જેવી વૃત્તિવાળા, જગતને છેતરનારા મનુષ્યો ખરેખર પોતાની જાતને જ છેતરે છે. (૧૬)
तदार्जवमहौषध्या जगदानन्दहेतुना ।
जयेज्जगद्रोहकरीं मायां विषधरीमिव ॥१७॥
તેથી જગતનો દ્રોહ કરનારી, માયારૂપી નાગિણીને જગતના આનંદના કારણરૂપ સરળતારૂપી મહા ઔષધિથી જીતવી જોઈએ. (૧૭)
आकरः सर्वदोषाणां गुणग्रसनराक्षसः ।
कन्दो व्यसनवल्लीनां लोभः सर्वार्थबाधकः ॥ १८ ॥
,
લોભ બધા દોષોની ખાણ છે, ગુણોનો ગ્રાસ કરી જનાર રાક્ષસ છે. દુઃખરૂપી વેલના મૂળરૂપ છે, તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થોનો નાશ કરનાર છે.
धनहीनः शतमेकं सहस्रा शतवानपि
सहस्राधिपतिर्लक्षं कोटिं लक्षेश्वरोऽपि च ॥ १९ ॥

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98