Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 65
________________ (૬૪) ********************************************* તિસના વિદ્ગમ વલ્લિઘન, વિષય ઘુમર બહુ જોર, ભીમ ભયંકર ખેદ જલ, ભવસાયર ચિહુ ઓર. ૮૬ તૃષ્ણારૂપી પરવાળાઓની વલ્લિ જેમાં ફેલાયેલી છે એવો, વિષયોની ઘુમરીઓનું જેમાં બહુ જોર છે એવો અને અતિભયંકર ખેદરૂપી જળ જેમાં છે એવો, આ સંસારરૂપી સમુદ્ર ચારે તરફ ફેલાયેલો છે. ૮૬ ચાહે તાકો પાર તો, સજ કરિ સમતા નાઉ, ", શીલ અંગ દેઢ પાટિએ સહસ અઢાર બનાઉ. ૮૬ કૂઆથંભ શુભ યોગ પરિ, બાંઠિ માલિમ ગ્યાન, અધ્યાત્મ સઢિ બલિ ચલે, સંયમ પવન પ્રમાન. ૮૮ - જો તે ભવસમુદ્રનો પાર પામવા તું ચાહતો હોય તો જેમાં અઢાર હજાર શીલનાં અંગોરૂપી પાટિયાં છે, શુભયોગરૂપી કૂવાથંભ છે, જયાં જ્ઞાનરૂપી માલ-સુકાની બેઠો છે અને જે અધ્યાત્મરૂપી સઢના બળથી સંયમરૂપી પવનના યોગે ચાલે છે, તે સમતારૂપી નૌકાને સજ્જ કર. ૮૭-૮૮ યોગી જે બહુ તપ કરે, ખાઈ ઝુરે તપાત, ઉદાસીનતા વિનુ ભસમ, હુતિમૈ સોભી જાત. ૮૯ - યોગીઓ કે જે ઘણા તપ કરે છે, પડી ગયેલા વૃક્ષનાં પાંદડાને ખાય છે તેમનો તે તપ પણ ઉદાસીનભાવ વિનાનો હોય તો ભસ્મમાં આહુતિની સમાન છે. ૮૯ છૂટિ ભવકે જાલથે, જિમ નહિ તપ કરે લોક, - સો ભી મોહે કહુકું, દેત જનમકો શોક. ૯૦ જે તપ કર્યા વિના ભવજાલથી કોઈની મુક્તિ થતી નથી તે તપ પણ મોહથી કોઈકને જન્મ મરણના શોકનું કારણ થાય છે. ૯૦ વિષય ઉપદ્રવ સબ મિટે, હોવત સુખ સંતોષ, તાતે વિષયાતીત હૈ, દેત શાનતરસ પોષ. ૯૧

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98