Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 64
________________ ફૂટ વાસના ગઠિત હૈ, આસા (શા) તંતુ વિતાન, છેદે તાકું શુભમતી, કર ધિર બોધ કૃપાંન. ૮૦ આશારૂપી તંતુઓના વિસ્તારથી કૂટવાસના રૂપી જાળ ગૂંથેલી છે. શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ હાથમાં જ્ઞાનરૂપી કટારી લઈને તેને છેદી નાખે છે. ૮૦ જનની મોહ અંધારિક, માયા રજની ક્રૂર, ગ્યાંના ભાંન આલોકતિ, તાકું કીજે દૂર. ૮૧ ક્રૂર એવી માયારૂપી રાત્રિ કે જે મોહરુપી અંધકારને ઉત્પન્ન કરનારી છે, તેને જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી દૂર કરવી જોઈએ. ૮૧ ઉદાસીનતા મગન હુઈ, અધ્યાતમ રસ કૂપ, દેખે નહિ કબુ ઓર જબ, તબ દેખે નિજ સ્વરૂપ. ૮૨ (૬૩) અધ્યાત્મરૂપી રસના કૂવા જેવી ઉદાસીનતામાં મગ્ન બનેલ આત્મા, જ્યારે બીજું કંઈપણ ન જુએ ત્યારે પોતાના સ્વરૂપને જુએ છે. ૮૨ આગે કરી નિસંગતા, સમતા સેવત જેહુ, ૨મે પરમ આનંદરસ, સત્યયોગમૈ તેહુ. ૮૩ નિઃસંગભાવને આગળ કરી જે સમતાને સેવે છે, તે પરમ આનંદના રસ સમાન યોગમાં સાચે સાચ રમે છે. ૮૩ દંભહી જનિત અસંગતા, ઈહભવકે સુખ દે, દંભરહિત નિસંગતા, કૌન દૂર સુખ દે. ૮૪ દંભપૂર્વકની નિઃસંગતા પણ આ ભવના સુખ આપે છે, તો પછી દંભવિનાની નિઃસંગતા માટે કયું સુખ દૂર છે ? કોઈ નહીં. ૮૪ મત હો સંગનિવૃત્તકું, પ્રેમ પરમગતી પાઈ, તાકો સમતા રંગ પુનિ, કિનહી કહ્યૌ ન જાઈ. ૮૫ સંગથી નિવૃત્ત થયેલાને કદાચ સુખદાયક પરમગતિની પ્રાપ્તિ ન થાઓ પણ જેને તે સમતાનો રંગ છે (જે સમતાના રંગનું સુખ છે) તે સુખ કોઈથી કહ્યું જાય તેમ નથી. ૮૫Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98