Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 69
________________ (૬૮). ********************* *** * ******** ******* ( આત્મજ્ઞાનના સાધન ) आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेः । यत् तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥१॥ અથવા સંયમીનો આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે. કારણ , કે દર્શનાદિરૂપ આત્મા જ શરીરમાં વસે છે. (૧) आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् य आत्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ॥२॥ મોહનો ત્યાગ કરીને જે આત્મા આત્મામાં આત્મા વડે આત્માને જાણે છે, તે જ તેનું ચારિત્ર, તે જ તેનું જ્ઞાન અને તે જ તેનું દર્શન છે. (૨) आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञानहीनैश्छेत्तुं न शक्यते ॥३॥ આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થતું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે, આત્મજ્ઞાન વિનાના માણસો તપથી પણ તે દુઃખ દૂર કરી શકતા નથી. (કારણ કે જ્ઞાન સિવાયનું તપ અલ્પ ફળવાળું છે. બધું દુઃખ આત્માના અજ્ઞાનના કારણે થયેલું છે અને તે તેના પ્રતિપક્ષરૂપ આત્મજ્ઞાનથી નાશ પામે છે, માટે બાહ્ય વિષયોનો મોહ દૂર કરી આત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા યોગ્ય છે.) (૩) अयमात्मैव चिदूपः शरीरी कर्मयोगतः । ध्यानाग्निदग्धकर्मा तु सिद्धात्मा स्यान्निरञ्जनः ॥४॥ આ આત્મા જ ચૈતન્યસ્વરૂપ છે, અને તે કર્મના સંયોગથી શરીરી થાય છે. તે જ આત્મા જ્યારે ધ્યાન અગ્નિથી કર્મોને બાળી નાંખે છે ત્યારે તે નિરંજન, અશરીરી સિદ્ધ (સિદ્ધાત્મા) થાય છે. (૪) अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥५॥ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો અને ઇન્દ્રિયો વડે

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98