Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 68
________________ (૬૭) ********************************************** સમતારૂપી ઔષધિ જ્યારે આવી ત્યારે મનરૂપી પારો મૂર્ણિત થયો અને સહજવેધ - સહસ્ત્રવધી રસ ઉત્પન્ન થયો જેના પરિણામે પરમ ગુણોરૂપી સુવર્ણની કમાણી થઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહાપુરુષ કૃત સાર, વિજયસિંહસૂરિ કિઓ, સમતાશતકો હાર. ૧૦૩ ભાવત યાકો તત્ત્વ મન, હો સમતા રસ લીન, જ્યુ પ્રકટે તુઝ સહજ સુખ, અનુભૌ ગમ્ય અહીન. ૧૦૪ ઘણા ગ્રંથોને જોઈને મહાપુરુષકૃત ગ્રંથોના સારભૂત આ સમતાશતકનો હાર શ્રીવિજયસિંહસૂરિએ કર્યો છે. જેનું તત્ત્વ મનમાં ભાવતાં સમતારસમાં લીન થાવ. જેથી તમને એવું સ્વાભાવિક સુખ પ્રગટ થાય છે કે જે માત્ર અનુભવગમ્ય જ હોય અને જેનો કદી નાશ ન થાય. ૧૦૩-૧૦૪ કવિ જસવિજય સુસુખ એ, આપ આપકું દેત, સામ્યશતક ઉદ્ધાર કરિ હેમવિજય મુનિ હેત. ૧૦૫ કવિ જશવિજય આ સુંદર શિખામણ પોતે પોતાને જ આપે છે અને કહે છે કે હેમવિજય નામના મુનિ માટે મેં આ સામ્યશતકનો ઉદ્ધાર કર્યો છે. ૧૦૫ * * * * * " જેમ જન્મથી અંધ જીવોને ચક્ષુનો યોગ હોતો નથી તેમ મિથ્યાત્વથી અંધ જીવો ખરે જ જિનધર્મને પામવા રૂપ સંયોગો મળવા છતાં તેમાં રમણ કરતાં નથી. એટલે કે જન્મથી જ અંધજીવોને જેમ કોઈ પણ પદાર્થનું દર્શન થઈ શક્યું નથી, તેમ મિથ્યાત્વથી અંધજીવોને જિનશાસનનો સંયોગ થઈ શક્તો નથી.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98