Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 66
________________ ********************************************** વિષયોના સર્વ ઉપદ્રવો મટી જાય ત્યારે સંતોષનું સુખ પ્રાપ્ત થાય છે તેથી તે સુખ વિષયાતીત છે અને શાન્તરસની પ્રાપ્તિ કરાવનારું છે. ૯૧ બિન લાલચિ બશ હોત હૈ, વશા બાત એહ સાચ, યાતે કરઈ નિરીહ કે, આગે સમ રતિ નાચ. ૯૨ લાલચ ન હોય ત્યારે સ્ત્રી વશ થાય છે, એ વાત સાચી છે. કારણ કે, નિરીહ-નિઃસ્પૃહ પુરુષની આગળ જ સમભાવમાં રતિરૂપી સ્ત્રી નૃત્ય કરે છે. ૯૨ દિઈ પરિમલ સમતા લતા, વચન અગોચર સાર, નિત્ત બિUર ભી જિંહાં વસે, લહિ પ્રેમ સહકાર. ૯૩ સમતારૂપી લતા વચનને અગોચર તથા સારભૂત એવી સુગંધી પ્રગટાવે છે કે જેના યોગે નિત્ય વૈરવાળા જીવો પર પરસ્પર પ્રેમ ધારણ કરીને સાથે વસે છે. ૯૩ સેના રાખસ મોહકી, જીપિ સુખિ પ્રબુદ્ધ બ્રહ્મબાનીક (બ્રહ્મબાન ઈક) લેકિં, સમતા અંતર શુદ્ધ. ૯૪ જેનું હ્રય સમતાના યોગે શુદ્ધ થયેલું છે એવો પ્રબુદ્ધ આત્મા, મોહરૂપી રાક્ષસની સેનાને સમતારૂપી એક બ્રહ્મબાણ લઈને સુખપૂર્વક જીતે છે. ૯૪ કવિ મુખ કલપિત અમૃતકે, રસમેં મૂઝત કાહિ, ભજો એક સમતાસુધા, રતિ ધરિ શિવપદ માહિ. ૯૫ - કવિના મુખથી કલ્પિત અમૃતના રસમાં શું મુંઝાવ છો? શિવપદમાં - રતિ ધારણ કરીને એક સમતારૂપી અમૃતને સેવો. ૯૫ યોગગ્રંથ જલનિધિ મથો, મન કરી મેરુ મથાન, . સમતા અમરત પાઈકે, હો અનુભૌ રસુ જાન. ૯૬ . યોગગ્રન્થરૂપી સમુદ્રને મનરૂપી મેરુનો રવૈયો કરી મથો, જેથી સમતારૂપી અમૃતને પ્રાપ્ત કરીને અનુભવરૂપી રસના જાણકાર થાઓ. ૯૬

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98