Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 63
________________ (૬૨) યોગે ઉત્પન્ન થયેલી નથી. નહીં તો જ્યારે વસ્તુ વેચી દેવામાં આવે છે, ત્યારે તે મમતા કેમ મટી જાય છે ? ૭૪ જના જનકી રુચિ ભિન્ન હૈ, ભોજન કૂર કપૂર, ભાગવંતકું જો રુચઈ, ક૨ભ કરે સો દૂર. ૭૫ પ્રત્યેક વ્યક્તિની રુચિ જુદી જુદી હોય છે, ક્રૂર અને કપૂરનાં ભોજન જે ભાગ્યવાનને રુચે છે, તેને ઊંટ આઘા મૂકે છે - તેને તે ગમતાં નથી. ૭૫ કરભ હસે નૃપ ભોગકું, હસે કરભકું ભૂપ, ઉદાસીનતા બિનુ નહીં, દોઉ રતિ રૂપ. ૭૬ રાજાના ભોગોને ઊંટ હસે છે અને રાજા ઊંટને હસે છે: જો બંનેને પોતપોતાના ભોગોમાં ઉદાસીનતા પ્રગટે તો બંનેને સુખ થાય. ૭૬ પરમે રાચે પરરુચિ, નિજરુચિ નિજગુનમાંહિ, ખેલે પ્રભુ આનંદઘન, ધરિ (રી) સમતા ગલ બાંહિ. ૭૭ પરમાં રુચિવાળો આત્મા પરમાં રાચે છે અને નિજ આત્મામાં રુચિવાળો જીવ નિજગુણોમાં - પોતાના ગુણોમાં રાચે છે. આનંદમય એવો આત્મા, સમતારૂપી સ્ત્રીના ગળે હાથ રાખીને સદાકાળ ખેલ્યા કરે છે. ૭૭ માયામય જગકો કહ્યો, જિહાં સબકી વિસ્તાર, ગ્યાનીકું હોબત કહાં, તહાં શોક કો ચાર. ૭૮ જ્યાં જગતનો સઘળોય વિસ્તાર માયામય કહેવામાં આવ્યો છે ત્યાં જ્ઞાનીને શોકનો પ્રચાર કેવી રીતે થાય ? ૭૮ સોચત નાંહિ અનિત્યમતિ, હોવત માલ મલાન, ભાંડે ભી સોચત ભગે, ધરત નિત્ય અભિમાંન. ૭૯ જે મનુષ્યો જગતના સર્વ પદાર્થોને અનિત્ય માને છે, તેઓ પોતાનો સઘળો માલ ખલાસ થઈ જાય તો ય શોક કરતા નથી જ્યારે દરેક વસ્તુમાં નિત્યપણાનું અભિમાન ધરનારા, માટીનું ભાંડું-વાસણ ભાંગી જાય તોય શોક કરે છે. ૭૯

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98