Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 58
________________ (૫૭) ******************************************** અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવંત, ઈન્દ્રિય ખિનુમૈ હરત હૈ, શ્રુતબલ અતુલ અનંત. ૪૮ અંતરંગ દુશ્મનોના સુભટોમાં બળવાન એવો ઈન્દ્રિય સેનાપતિ ક્ષણવારમાં અતુલ અને અનંત એવા પણ શ્રુતના સૈન્યને ભગાડી મૂકે છે. ૪૮ અનિયત ચંચલ કરણ હોય, પદપ્રવાહરજપૂર, આશાછાદક કરતુ હે, તત્ત્વદષ્ટિ બલ દૂર. ૪૯ કાબૂમાં નહીં રહેનારા, ચપળ, ઈન્દ્રિયોરૂપી અશ્વોનાં પગલાં પડવાથી ઊડેલ રજનો સમૂહ કે જે દિશાઓને ઢાંકી દે છે, તે બળપૂર્વક તત્ત્વદષ્ટિને દૂર કરે છે. ૪૯ પંચ બાણ ઈન્દ્રિય કરી, કામ સુભટ જગ જીતિ, સબકે સિરિ પગ દેતુ છે, ગુણે ન કોનું ભીતિ. ૫૦ કામસુભટ (કામદેવ) પાંચ ઈન્દ્રિયોને પાંચ બાણ બનાવીને જગતને જીતી લઈ સર્વના મસ્તક પર પગ મૂકે છે અને કોઈથી ભય રાખતો નથી. પ૦ વીર પંચ ઈન્દ્રિય લહી, કામ નૃપતિ બલવંત, કરે ન સંખ્યા પૂરણી, સુભટ શ્રેણિકી તંત. ૫૧ બળવંત એવો કામ નૃપતિ પાંચ ઈન્દ્રિયોરૂપી વીરોને મેળવ્યા પછી બીજા સુભટોની શ્રેણીની પરંપરા વડે સંખ્યા પૂરવણી કરતો નથી. પ૧- દુઃખ સબહિ સુખ વિષયકો, કરમ વ્યાધિ પ્રતિકાર, તા મનમથ સુખ કહે, ધૂરત જગ દુઃખકાર પર વિષયનાં સર્વ સુખો તે દુઃખ છે, કર્મરૂપી વ્યાધિના પ્રતિકાર સમાન છે, તેને કામદેવ સુખ તરીકે મનાવે છે, ખરેખર ! જગતને દુઃખ આપનારો તે ધૂર્ત છે. પર ઠગે કામકે સુખ ગિને, પાઈ વિષયકે ભીખ, સહજ રાજ પાવત નહીં, લગી ન સદ્ગુરુ સીખ. ૨૩

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98