Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 60
________________ (૫૯) ********************************************** ચરમ મઢિત હે કામિની, ભાજન મૂત્ર પુરીષ, કામ કીટ આકુલ સદા, પરિહર સુનિ ગુરુ સીખ. ૧૯ કામિની એ ચામડાથી મઢેલું મૂત્ર અને વિષ્ટાનું ભાજન (પાત્ર) છે અને તે કામરૂપી કીડાથી સદા ભરેલું છે. ગુરુની શિખામણ સાંભળી તું તેનો પરિહાર કર. ૫૯ વિષે ત્યજિ સો સબ ત્યજિ, પાતક દોષ વિતાન, જલધિ તરત નવિ કયું તરેઈ, તટિની ગંગ સમાન. ૬૦ પાપો અને દોષોનો વિસ્તાર કરનારા વિષયોને જે ત્યજે છે, તે બધું જ ત્યજી શકે છે. જે માણસ સમુદ્રને તરી જાય તે ગંગા જેવી નદીઓને કેમ ન તરે? ૬૦ ચાટે નિજ લાલામિલિત, શુષ્ક અસ્થિ ક્યું સ્થાન, - તેમેં રચે વિષયમેં, જડ નિજ રુચિ અનુમાન. ૬૧ જેમ શ્વાન પોતાની લાળથી વ્યાપ્ત શુષ્કા હાડકાને ચાટે છે અને તેમાં રાચે છે; તેમ જડ પ્રાણી પોતાની રુચિના અનુમાનથી વિષયોમાં રાચે છે. ૬૧ - ભૂષન બહુત બનાવત, ચંદન ચરચત દેહ, વચન આપ હી આપકું, જડ ધરિ પુદ્ગલનેહ. ૬૨ જડ પ્રાણીઓ પુદ્ગલપર-શરીરપર સ્નેહ ધારણ કરીને ઘણાં ઘણાં આભૂષણો બનાવે છે, ચંદનથી દેહને સજાવે છે અને તેમ કરી પોતાની જાતે જ પોતાને ઠગે છે. દર " દૂરદમ મનકે જય કિયે, ઈન્દ્રિય જય સુખ હોત, તાતેં મનજય કરણ, કરો વિચાર ઉદ્યોત. ૬૩ આ પ્રથમ દૂદમ એવા મનનો જય કરવાથી જ ઈન્દ્રિયોનો જય સુખે કરી શકાય છે, માટે મનનો જય કરવા વિચારોનો ઉદ્યોત કરો (સુંદર વિચાર કરો.) ૬૩ | વિષયગ્રામની સીમમેં, ઈચ્છાચારિ ચરંત, જિનઆના અંકુશ કરી, મન ગજ બસ કરુ સંત. ૬૪

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98