________________
(૫૮)
*****************************************
વિષયોની ભીખ પ્રાપ્ત કરીને તેને સુખ મનાવતો કામ લોકોને ઠગે છે, છતાં મૂર્ખ મનુષ્યો પોતાના આંતરિક રાજ્યને પ્રાપ્ત કરતા નથી અને તેમને સદ્ગુરુની શિખામણ પણ લાગતી નથી. ૫૩
અપ્રમાદ પવિ દંડર્થિ, કરી મોહ ચકચૂર, જ્ઞાની આતમપદ લહે, ચિદાનંદ ભરપૂર. ૫૪ જ્ઞાની પુરુષ પ્રમાદત્યાગરૂપી વજદંડથી મોહને ચકચૂર કરી જ્ઞાન અને આનંદથી ભરપૂર એવા આત્મપદને (મોક્ષને) પ્રાપ્ત કરે છે. પ૪ * *
યાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન,
સો ચાહત જ્ઞાનજય, કેસે કામ અયાન. ૫૫ જેને પોતાના રાજયની વિચારણામાં સ્ત્રી જ માત્ર પ્રધાન છે તે અજ્ઞાની એવો કામદેવ, કેવી રીતે જ્ઞાન ઉપર જય મેળવવા ઈચ્છતા હશે ? પપ
ઉરભ્રાન્તિ મિટિ જાત હૈ, પ્રગટત ગ્યાન ઉદ્યોત,
ગ્યાનીકુંભિ વિષયભ્રમ, દિસા મોહ સમ હોત. પ૬ (વટેમાર્ગુને) દિશાનો ભ્રમ થાય ત્યારે જેમ ઊલટી દિશા સાચી લાગે છે, તે પ્રમાણે જ્ઞાનીને વિષયનો ભ્રમ થતાં થાય છે; પરંતુ જ્યારે જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે ત્યારે હૃયની ભ્રાંતિનું નિવારણ થાય છે. પ૬
દાખે આપ વિલાસ કરિ, જૂઠેકું ભી સાચ, ઈન્દ્રજાલ પરિ કામિની, તાસુ તૂ મત રાચ. પ૭ ઈન્દ્રજાળ (માયાજાળ)ની માફક પોતાના વિલાસોથી જે જૂઠાને પણ સાચું કરી બતાવે છે તે કામિની (સ્ત્રી)માં તું રાચ નહિ. ૫૭
હસિત ફૂલ પલ્લવ અધર, કુચ ફલ કઠિન વિશાલ, પ્રિયા દેખી મતિ રાશિ તું, યા વિષવેલિ રસાલ. ૫૮
સ્ત્રીનું હાસ્ય તે ફૂલ છે, તેના અધર તે પાંદડાં છે, તેનાં વિશાલ અને કઠણ સ્તનો તે ફળ છે; એમ માનીને, સ્ત્રીને દેખીને તું તેમાં આનંદ ન માન, કારણ કે - આ રસવાળી વિષની વેલડી છે. ૫૮