Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 57
________________ (પ) ** ****************************************** ન રાખનાર એવી ઈન્દ્રિયો દુર્જનની માફક પ્રાણીઓને બાળે છે અને ધર્મ કે નીતિને ધારણ કરતી નથી. ૪૨ અથવા દુરજન ચેં બુર, ઈહ પરભવ દુઃખકાર, ઈન્દ્રિય દુરજન દેતુ હૈ, ઈહ ભવિ દુઃખ ઈકવાર. ૪૩ અથવા તો ઈન્દ્રિયો દુર્જનોથી પણ ખરાબ છે, કારણ કે - તે આ ભવ અને પરભવમાં દુઃખ આપે છે; જ્યારે દુર્જનો તો આ ભવમાં જ દુઃખ આપે છે. ૪૩ નયન ફરસ જનુ તનુ લગે, દહિ દ્રષ્ટિવિષ સાપ, તિનસું ભી પાપી વિષે, સુમરે કરિ, સંતાપ. ૪૪ પોતાનાં નેત્રોનો-દષ્ટિનો સ્પર્શ પ્રાણીને શરીરને લાગે ત્યારે જ દૃષ્ટિવિષ સર્પ તેને બાળે છે; જ્યારે તેનાથી પણ પાપી એવા વિષયો સ્મરણ કરવા માત્રથી (સંતાપ કરાવે છે) બાળે છે. ૪૪ ઈચ્છાચારિ વિષયમ્, ફિરતે ઈન્દ્રિય ગ્રામ, બશ કીજે પગમેં ધરી, યંત્ર ગ્યા પરિણામ. ૪૫ વિષયોમાં સ્વેચ્છાથી ફરતા ઈન્દ્રિયોના સમૂહને જ્ઞાન પરિણામરૂપી યંત્ર પગમાં ધારણ કરીને વશ કરવો જોઈએ. ૪૫ ઉનમારગગામી અસબ, ઈન્દ્રિય ચપલ તુરંગ, ખેંચી નરગ અરણ્યમેં, લિઇ જાઈ નિજ સંગ. ૪૬ | ઉન્માર્ગે ચાલનારા અને કાબૂમાં ન રહેનારા ઇન્દ્રિયોરૂપી ચપળ અશ્વો પ્રાણીને ખેંચીને પોતાના સંગથી) નરકરૂપી અરણ્યમાં (જંગલમાં) લઈ જાય છે. ૪૬ જે નજીક હૈ શ્રમરહિત, આપહી (હિ) મેં સુખ રાજ, બાધત હૈ તાકું કરન, આપ અરથ કે કાજ. ૪૭ જે સુખ નજીક છે, જેને મેળવવામાં કશો શ્રમ નથી પડતો, જે પોતાના આત્મામાં જ છે, તે સુખને કેવળ પોતાના સ્વાર્થ માટે ઈન્દ્રિયો રોકે છે. ૪૭

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98