Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 55
________________ (૫૪) ************************** ******************* કોમલતા બાહિર ધરત, કરત વક્રગતિ ચાર; માયા સાપિણિ જગ ડસે, ગ્રસે સકલ ગુનસાર. ૩૨ બહાર કોમલતાને ધારણ કરતી અને વક્રગતિને આચરતી માયારૂપી સાપણ જગતને સે છે અને તેમના સકળ ગુણોના સારને ગ્રસે નષ્ટ કરે). છે. ૩ર તાકે નિગ્રહ કરનકું, કરો જુ ચિત્ત વિચાર; સમરો ઋજુતા જંગુલી, પાઠસિદ્ધ નિરધાર. ૩૩ તે (સર્પિણી)નો નિગ્રહ કરવા માટે જો ચિત્તમાં વિચાર કરતા હોય તો પાઠ કરવા માત્રથી નિઃશંક રીતે સિદ્ધ થનારી તે ઋજુતારૂપી જાંગુલી વિદ્યાનું સ્મરણ કરો. ૩૩ 'લોભ મહાતર સિર ચઢી, બઢી જ હિસના વેલિ; ખેદ કુસુમ વિકસિત ભઈ, ફલે દુઃખ રિઉ મેલિ. ૩૪ લોભરૂપી મહાન વૃક્ષના મસ્તક પર ચઢી તૃષ્ણારૂપી વેલડી વૃદ્ધિ પામે છે. તે ખેદરૂપી પુષ્પોથી વિકસિત થાય છે અને દુઃખોથી તે સદા ફળે છે - એટલે દુઃખોરૂપી ફળોને તે સદાકાળ - બારેમાસ આપે છે. ૩૪ લોભ મેધ ઉન્નત ભયે, પાપ પંક બહુ હોત; ધરમ હંસ રતિ નહુ લહે, રહે ન ગ્યાન ઉદ્યોત. ૩પ લોભરૂપી મેઘ ઉન્નત થતાં-આકાશમાં ચડી આવતાં પાપરૂપી કીચડ ઘણો થાય છે. તે સમયે ધર્મરૂપી હંસ રતિ-આનંદ પામતા નથી અને જ્ઞાનનો ઉદ્યોત પણ રહેતો નથી. ૩પ આગર સબહી દોષકો, ગુન ધનકો બડચોર; વ્યસન બેલિકો કંદ હૈ, લોભ પાસ ચિહું ઓર. ૩૬ લોભ બધા જ દોષોની ખાણ, ગુણરૂપી ધનનો મોટો ચોર અને કષ્ટોરૂપી વેલડીનો કંદ (સમૂહ) છે. આ લોભનો પાશ-ફાંસો ચારે તરફ ફેલાયેલ છે. ૩૬

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98