Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
View full book text
________________
(૫૨)
**
તાતેં દૃષ્ટ કષાય કે, છેદ હેત નિજ ચિત્ત; ધરો એહ શુભવાસના, સહજ ભાવમેં મિત્ત. ૨૧
હે મિત્ર ! તેથી દુષ્ટ કષાયોના છેદ માટે પોતાના ચિત્તમાં આ શુભવાસના, સહજ ભાવે ધારણ કરો. ૨૧
સિદ્ધ ઔષધિ ઇક ખિમા, તાકો કરો પ્રયોગ;
જ્યું મિટિજાયે મોહ ઘર, વિષમ ક્રોધ જ્વર રોગ. ૨૨
આ માટે સિદ્ધ ઔષધિ કોઈપણ હોય તો તે એક ક્ષમા છે. તેનો તમે પ્રયોગ કરો, જેથી મોહના ઘર જેવો, વિષમ ક્રોધ જ્વર નામનો રોગ ચાલ્યો જાય. ૨૨
ચેતન કો કોમલ લલિત, ચિદાનંદમય દેહ;
સૂક ભૂક જુર જાત હૈ, ક્રોધ લુકતિ તેહ. ૨૩
*****
આ આત્માનો કોમલ, સુંદર અને ચિદાનંદરૂપ દેહ ક્રોધને લીધે શુષ્ક, ભૂખ્યો અને જર્જરિત થઈ જાય છે. ૨૩
ક્ષમાસાર ચંદન રસે, સીંચો ચિત્તુ પવિત્ત; દયાવેલ મંડપ તલે, રહો લહો સુખ મિત્ત. ૨૪
હે મિત્ર ! પવિત્ર એવી દયારૂપી વેલડીના મંડપ તળે રહીને ક્ષમારૂપી શ્રેષ્ઠ ચંદનના રસથી ચિત્તને સિંચન કરો અને સુખને પામો. ૨૪
યાકો ભાજે શમ વધૂ, ખિમા સહજમેં જોર;
ક્રોધ જોધ કિઉં કરિ કરિ, સો અપનો બલ સોર. ૨૫
જેને શમરૂપી પતિની, પત્ની ક્ષમારૂપી સ્ત્રી સહજમાં જોરપૂર્વક પછાડી નાખે છે, તે ક્રોધરૂપી યોદ્ધો પોતાના બળની જાહેરાત શું જોઈને કરતો હશે ? ૨૫
દંત ખેદ વરજિત ખિમા, ખેદ રહિત સુખરાજ; ઇનમેં નહિ સંદેહ કહ્યુ, કારન સરિખો કાજ. ૨૬
ક્ષમા ખેદ વિનાની છે (એટલે કે તેને ધારણ કરવામાં કશું કષ્ટ નથી

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98