Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 52
________________ (૫૧) ******************************************** રાગભુજંગમ વિષ હરન, ધારો મંત્ર વિવેક; ભવવન મૂલ ઉછેદકું, વિલસે યાકી ટેક. ૧૫ રાગરૂપી સર્પનું વિષ દૂર કરવા માટે વિવેકરૂપી મંત્રને મનમાં ધારો. એ વિવેક સંસારરૂપી વનનું મૂલ છેદી નાખવા માટે સમર્થ છે. ૧૫ રવિ દૂજો તીજો નયન, અંતર ભાવ પ્રકાસ. કરો ધંધ સવિ પરિહરી, એક વિવેક અભ્યાસ. ૧૬ આંતરિક ભાવોને પ્રકાશિત કરનાર બીજા સૂર્ય જેવો અને ત્રીજા નેત્ર જેવો એક વિવેક જ છે, માટે બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, એક વિવેકને મેળવવાનો જ અભ્યાસ કરો. ૧૬ પ્રશમ પુષ્પરાવર્તકે, વરસત હરષ વિશાલ; દ્વેષ હુતાશ બુઝાઈ કે, ચિંતા જાલ જટાલ. ૧૭ ચિત્તારૂપી જવાળાઓથી વ્યાપ્ત એવા શ્વેષરૂપી અગ્નિને પ્રશમરૂપી પુષ્પરાવર્તમેશની વૃષ્ટિથી વિશેષ હર્ષપૂર્વક બુઝાવવો જોઈએ. ૧૭ કિનકે વશ ભવવાસના, હવૈ વેશ ધૂત; મુનિ ભી જિનકે બશ ભયે, હાવિ ભાવ અવધૂત. ૧૮ અવધૂત એવા મુનિઓ પણ જેના હાવભાવથી વશ થઈ જાય છે, એવી ધૂર્ત વેશ્યા જેવી ભવની વાસના-સંસારની વાસના કોને વશ થાય? ૧૮ જબલું ભવકી વાસના, જાગે મોહ નિદાન; - તબલું રુચે ન લોકકું, નિરમમ ભાવ પ્રધાન. ૧૯ મોહના હેતુભૂત ભવની વાસના જ્યાં સુધી હોય ત્યાં સુધી શ્રેષ્ઠ એવો નિર્મમભાવ-મમતાના ત્યાગરૂપી ભાવલોકને રુચતો નથી. ૧૯ વિષમ તાપ ભવવાસના, ત્રિવિધ દોષકો જોર; પ્રગટે યાકી પ્રબળતા, કવાથ કષાએ ઘોર. ૨૦ ભવની વાસના તે વિષમ જવર છે. જેમાં ત્રિદોષ (વાત-પત-કફ)નું જોર હોય છે અને તેમાં ઘોર એવા કષાયોનો કવાથ ભળતાં તે પ્રબલ બને છે. ૨૦

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98