Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 15
________________ (૧૪) जह संझाए सउणाणं, संगमो जह पहे अ पहिआणं । . સયળાનું સંનોનો, તહેવ ઘુળમંજુરો નીવ ! "રૂટા હે જીવ ! જે રીતે સંધ્યા સમયે પક્ષીઓનો અને માર્ગમાં મુસાફરોનો સંયોગ-સમાગમ ક્ષણિક છે; તેમ સ્વજન-પરિવારનો સમાગમ ક્ષણિક છે. ૩૮ निसाविरामे परिभावयामि, गेहे पलित्ते किमहं सुयामि । डज्झतमप्पाणमुविक्खयामि, जं धम्मरहिओ दिअह्य गमामि ॥ ३९ ॥ **** રાત્રિના વિરામ સમયે જાગતો એવો હું વિચાર કરું છું કે - બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો છું ? દાઝી રહેલા આત્માની હું કેમ ઉપેક્ષા કરી રહ્યો છું અને ધર્મરહિત દિવસો કેમ ગુમાવી રહ્યો છું ? ૩૯ जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अहला जंति राइओ ॥४०॥ જે જે રાત્રિઓ પસાર થાય છે, તે પાછી આવતી નથી. અધર્મ કરનાર આત્માઓની રાત્રિઓ નિષ્ફળ જાય છે. ૪૦ जस्सत्थि मच्चुणा, सक्खं, जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया ॥४१॥ જેને મૃત્યુ સાથે મિત્રતા છે અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકીશ એમ માને છે અથવા હું મરીશ નહીં એમ જાણે છે; તે જ સુખશીલિયાપણું ઇચ્છી શકે. ૪૧ दंडकलिअं करिंता, वच्चंति हु राइओ य दिवसा य । आउसं संविलंता, गयावि न पुणो नियत्तंति ॥ ४२ ॥ દંડ દ્વારા કોકડી ઉપરથી દોરાને ચાકડા ઉપર વીંટાળવાની જેમ દિવસ અને રાત્રિઓ આયુષ્યને ઓછું કરે છે. એ ગયેલા દિવસો કે રાત્રિઓ પાછાં ફરતાં નથી. ૪૨

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98