Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 24
________________ (૨૩) ********************************************** तहवि खणंपि कयावि हु, अन्नाणभुयंगडंकिया जीवा । संसारचारगाओ, न य उव्विंज्जति मूढोमणा ॥८९॥ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવો જન્મ, જરા અને મરણના તીક્ષ્ણ ભાલાથી અનેકવાર વીંધાય છે અને ઘોર દુઃખો અનુભવે છે; છતાં પણ અજ્ઞાનરૂપી સર્પથી ડસાયેલા મૂઢ મનવાળા જીવો ક્યારેય સંસારની જેલથી કંટાળતા નથી. ૮૮-૮૯ कीलसि कियंतवेलं, सरीरवावीइ जत्थ पइसमयं । कालरहट्टघडीहिं, सोसिज्जइ जीविअंभोहं ॥९०॥ જેમાંથી કાળરૂપી રેંટ પ્રતિસમય આયુષ્યરૂપી પાણી ઊલેચી રહ્યો છે, એવી આ શરીરરૂપી વાવડીમાં તું કેટલો સમય ક્રીડા કરીશ? ૯૦ रे जीव ! बुज्झ मा मुज्झ, मा पमायं करेसि रे पाव । િપત્નો ગુરુકુવમg-માય રોહિ િમયા? શા રે જીવ ! બોધ પામ ! મૂઢ ન બન! હે પાપાત્મન્ ! પ્રમાદ ન કર... હે મૂર્ખ ! શા માટે પરલોકમાં મહાદુઃખનું ભાજન બની રહ્યો છે? ૯૧ શુક્રાણુનીવ ! તુષ, મ મુનિ મર્થ પિ નાઝા जम्हा पुणरवि एसा, सामग्गी दुल्लहा जीव ! ॥९२॥ હે જીવ! બોધ પામ ! જિનમતને જાણીને વિષયસુખમાં મુંઝાઈશ નહીં કારણ કે ફરીથી આવી. સામગ્રી મળવી દુર્લભ છે. ૯ર લેપાઈ दुलहो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी अ । दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥१३॥ જિનધર્મ ફરી ફરી મળવો દુર્લભ છે, તે પ્રમાદમાં તત્પર અને સુખશીલીઓ છે. નરકનું દુઃખ દુઃસ્સહ છે. અમે નથી જાણતા કે તારું શું થશે ! ૯૩ अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो । - देहेण जइ विढप्पड़, धम्मो ता किं न पज्जतं ॥९४॥ અસ્થિર, મલિન અને પરાધીન એવા આ શરીરથી જો સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવો ધર્મ કરી શકાતો હોય તો શું એટલું પર્યાપ્ત નથી? ૯૪Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98