Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 42
________________ (૪૧) ******** ************************************** अवधत्से यथा मूढ !, ललनाललिते मनः । __ मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ॥७४॥ હે મૂઢ આત્મન્ ! જેવી રીતે તે સ્ત્રીઓના વિલાસમાં મનને એકાગ્ર કરે છે, તેવી રીતે મૈત્રી આદિ ભાવનાઓમાં તેને સ્થાપન કર અને પોતાનું હિત કર. ૭૪ आत्मन्येव हि नेदिष्ठे, निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ, सतृष्णायामिवैणकः ॥७५॥ હે મૂઢ આત્મન્ ! આયાસ વિનાનું સુખ, આત્મામાં જ નજીક હોવા છતાં જેમ હરણ મૃગતૃષ્ણા પાછળ દુઃખી થાય, તેમ તું શા માટે બહાર (તેને મેળવવા) દુઃખી થાય છે? ૭૫ प्रियाप्रियव्यवहति-वस्तुनो वासनावशात् । अङ्गजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसम्मतम् ॥७६॥ કોઈપણ વસ્તુ પ્રત્યે પ્રિય કે અપ્રિયનો વ્યવહાર (તે કેવળ આપણા) મનની વાસનાના કારણે છે. શરીરથી ઉત્પન્ન થયેલ પુત્ર પ્રિય લાગે છે, જયારે તે જ શરીરથી ઉત્પન્ન થયેલ જૂ, લીખ વગેરે અપ્રિય લાગે છે. ૭૬ इदं कृत्रिमकर्पूर-कल्पं सङ्कल्पजं सुखम् । रञ्जयत्यजसा मुग्धा-नान्तरज्ञानदुःस्थितान् ॥७७॥ આ સંકલ્પથી ઉત્પન્ન થયેલું સુખ, કૃત્રિમ કપૂરના જેવું છે કે જે, આન્તરિક જ્ઞાન વિના દુઃખી બનેલા ભોળા લોકોને તત્કાળ રાજી કરે છે. ૭૭ ममत्वं माम ! भावेषु, वासनातो न वस्तुतः । औरसादपरत्रापि, पुत्रवात्सल्यमीक्ष्यते ॥७८॥ વત્સ જગતના પદાર્થોમાં મમત્વ તે કેવળ વાસનાથી જ છે પણ આ વસ્તુતઃ નથી. પોતાના (ઔરસ પુત્ર) સગા પુત્રથી અન્ય સ્થળોમાં (પણ કાર્યવશાતુ) પુત્રવાત્સલ્ય દેખાય છે. ૭૮Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98