Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 43
________________ (૪૨) *************************************** ****** वासनावेशवशतो, ममता न तु वास्तवी । गवाश्वादिनि विकोते, विलीनेयं कुतोऽन्यथा ॥७९॥ મમતા કેવળ વાસનાના આવેશના લીધે જ છે પરંતુ વાસ્તવિક નથી. (જો તેમ ન હોય તો) ગાય, ઘોડા વગેરે વેચી દીધા પછી એ મમતા કેમ ચાલી જાય છે ? ૭૯ _વિશ્વ વિશ્વામિ વર્ગ, માયામયગુવાહતમ્ ! ' अवकाशोऽपि शोकस्य, कुतस्तत्र विवेकिनाम् ॥८॥ જયાં આ સમગ્ર વિશ્વ જ માયામય કહેવાયું છે, ત્યાં વિવેકીઓને શોકનો અવકાશ પણ ક્યાંથી હોય? ૮૦ धिगविद्यामिमां मोह-मयीं विश्वविसृत्वरीम् । यस्याः सङ्कल्पितेऽप्यर्थे , तत्त्वबुद्धिर्विजृम्भते ॥८१॥ વિશ્વમાં પ્રસરતી, મોહમયી આ અવિદ્યાને ધિક્કાર છે. કારણ કે, (જેનાથી) જે અવિદ્યાથી સંકલ્પિત કરેલા-કલ્પિત એવા પદાર્થમાં પણ આત્માને તત્ત્વબુદ્ધિ પ્રગટ થાય છે. ૮૧ अनादिवासनाजाल-माशातन्तुभिरुम्भितम् । निशातसाम्यशस्त्रेण, निकृन्ति महामतिः ॥८२॥ મહાબુદ્ધિમાન પુરુષ, આશારૂપી તંતુઓથી ભરેલી – ગૂંથેલી અનાદિકાળની વાસનારૂપી જાળને તીક્ષ્ણ એવા સમતારૂપી શસ્ત્ર વડે કાપી નાખે છે. ૮૨ अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वद्रालोका-दन्तं नयति योगवित् ।।८३॥ યોગને જાણનાર પુરુષ, અંધકારને ઉત્પન્ન કરનારી, અનાદિકાળની માયારૂપી રાત્રિનો; પોતાના જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશ વડે બળપૂર્વક નાશ કરે છે. ૮૩ अध्यात्मोपनिषद्वीज-मौदासीन्यममन्दयन् । न किञ्चिदपि यः पश्येत्, स पश्येत्तत्त्वमात्मनः ।।८४॥

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98