Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
View full book text
________________
**********************************************
सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः, श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द-जीवातवे ॥१०५॥ श्रीमच्चन्दकुलाम्बुजैकतरणे: सत्तर्कविद्याटवी, सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः । शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन सिंहेन य
नव्यं साम्यशतं तदस्तु सुहृदामुज्जागरुकं हृदि ॥१०६॥ ફલેશના આવેશનો ત્યાગ કરીને, સંપૂર્ણ રીતે ચિત્ત વડે ધ્યાન કરાયેલો (એવો) પણ જે યોગીન્દ્રોની મુદ્રાને ધારણ કરનારા આત્માઓને સુંદર કલ્યાણમયતા તુરત જ સમર્પે છે, તે આ શોભાવાળો અને અદ્ભુત વૈભવવાળો સિદ્ધરસ જેવો સમરસભાવ, મેં સજ્જનોના આનંદને જીવાડવા માટે સ્પષ્ટ રીતે કહ્યો છે. ૧૦૫.
શ્રીમાનું એવું જે ચન્દ્રકુલ, તે રૂપી કમલ માટે એક સૂર્ય સમાન, સુંદર તર્કવિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનાર, સુગુરુ, શ્રીઅભયદેવસૂરિના શિષ્યલેશ વિજયસિંહે જે આ નવું સામ્યશતક બનાવ્યું, તે સદ્ભય પુરુષોના હૃયમાં જાગૃતદશા-ઉજાગરદશા પેદા કરનારું થાઓ. ૧૦૬
- * *
સદ્ગુરુ કેવા) (૧) વિતરાગની વાણીથી આજ્ઞા જાણે, યથાતથ્ય પાળે અને બીજાને બોધે. (૨) નિસ્પૃહ હોય.. (૩) પરિસહ-ઉપસર્ગના સહન કર્તા હોય. (૪) ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેન્દ્રિય હોય. (૫) સૈદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય. (૬) સમતા ભાવથી ભરપૂર હોય. (૭) નિરાગતાથી સત્ય ઉપદેશ આપનાર હોય વગેરે.

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98