Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 26
________________ (૨૫) ********************************************** धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरु। मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥१०१॥ ધર્મ એ બંધ છે, સન્મિત્ર છે, પરમગુરુ છે અને મોક્ષમાર્ગના મુસાફરો માટે શ્રેષ્ઠ રથ સમાન છે. ૧૦૧ चउगइणंतदुहानल - पलित्तभवकाणणे महाभीमे। . सेवसु रे जीव ! तुमं, जिणवयणं अमियकुंडसमं ॥१०२॥ મહાભયંકર સંસાર-અટવીમાં ચાર ગતિનાં અનંત દુઃખથી દાઝેલા હે જીવ ! અમૃતના કુંડ સમાન જિનવચનનું સેવન કર ! ૧૦૨ विसमे भवमरुदेसे , अणंतदुहगिम्हतावसंतत्ते । जिणधम्मकप्परुक्खं, सरसु तुमं जीव सिवसुहदं ॥१०३॥ અનંત દુઃખરૂપી ગ્રીષ્મઋતુમાં તાપથી સંતપ્ત અને વિષમ એવા આ સંસારરૂપી મરુધરદેશમાં મોક્ષના ફળને આપનારા જિનધર્મનો હે જીવ! તું આશ્રય કર. ૧૦૩ किं बहुणा ? जिणधम्मे, जइअव्वं जह भवोदहिं घोरं । ___लहु तरियमणंतसुहं, लहइ जीओ सासयं ठाणं ॥१०४॥ વધારે શું કહેવું ? ઘોર એવા સંસારને જલદથી તરીને અનંત સુખસ્વરૂપ શાશ્વતસ્થાને જીવ પ્રાપ્ત કરે તે રીતે જિનધર્મની આરાધનાનો પુરુષાર્થ કરવો જોઈએ. ૧૦૪ * * * વિભાવિક આત્મા સ્વાભાવિક આત્મા . વિ.આ. જ દુ:ખની ભરેલી વૈતરણી સ્વા.આત્મા જ વાંછિત સુખની છે, ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં સમાન છે. કામધુન છે, આનંદકારી છે, કર્મનો કર્મનો કરનાર છે, દુઃખોપાર્જન કરનાર ટાળનાર છે એટલે સુખ ઉપાર્જન છે, પોતે જ પોતાનો વૈરી છે, દુષિત કરનાર છે, પોતે જ પોતાનો મિત્ર આચારે સ્થિત છે. ' છે, નિર્મળ આચારમાં સ્થિત છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98