Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 28
________________ (૨૭) ********************************************* औदासीन्यक्रमस्थेन, भोगिनां योगिनामयम् । आनन्दः कोऽपि जयतात्, कैवल्यप्रतिहस्तकः ॥३॥ ઔદાસીન્યના ક્રમથી ઉત્પન્ન થયેલ સમતારસને ભોગવતા યોગીઓનો આ અપૂર્વ કોટિનો આનંદ જયવંત વર્તો, કે જે કૈવલ્યનો સાક્ષીભૂત છે. ૩ सामयपीयूषपयोधि-स्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्य-महिमा जयताल्लयः ॥४॥ સામ્યરૂપી અમૃતના સમુદ્રમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાન્ત થઈ ગયાં છે, એવા યોગીઓ (જ) પોતે જેના મહિમાનું સંવેદન કરી શકે છે, તેવો (તન્મય થવા રૂ૫) લય જય પામો. ૪ आस्तामयं लयः श्रेयान्, कलासु सकलास्वपि । निष्कले किल योगेऽपि, स एव ब्रह्मसंविदे ॥५॥ આ લય સઘળીય કલાઓમાં કલ્યાણકારી (શ્રેષ્ઠ) છે, એ વાત તો બાજુએ રાખીએ પણ) નિષ્કલ યોગમાં (ઉન્મની અવસ્થામાં) પણ તે લય જ બ્રહ્મજ્ઞાન માટે થાય છે. પ नित्यानन्दसुधारश्मे-रमनस्ककलाऽमला । अमृतस्यादिमं बीज-मनपाया जयत्यसौ ॥६॥ * ઔદાસીન્યક્રમ નીચે પ્રમાણે છે : આત્મામાં સામ્ય વડે નિર્મલતા થતાંની સાથે જ પરમાત્મસ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ થાય છે. તે નિર્મલતા તો કષાયચતુષ્ટયના દરેકના જે ચાર ચાર પ્રકારો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન તેના ક્ષયના ક્રમથી થાય છે. તેથી આત્માની શુદ્ધિ કરનારું સામ્ય વધુ ને વધુ શુદ્ધ થાય છે. સામ્યશુદ્ધિના ક્રમ વડે સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ–એ છે કે જે જીવમાત્રના ગુણો છે, તેમાં થતી વિશુદ્ધિથી આત્માને તે પરમાત્મા વધુ અને વધુ સ્પષ્ટ થતા જાય છે. મોહના સર્વથા ક્ષયથી સામ્ય સર્વથા શુદ્ધ થતાં જ સયોગી કેવળીરૂપ સર્વ શુદ્ધાત્માનો આ પરમાત્મા સર્વ રીતે સ્પષ્ટ થાય છે. - યોગસાર, પ્રથમ પ્રસ્તાવ, શ્લોક-૪-૭

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98