Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 39
________________ (૩૮) *************ઝઝઝઝ*********2************** વિષયોમાં અયોગ્ય રીતે ચેણ કરતા ઇન્દ્રિયોના સમૂહને અતિશય મોટી એવી સામ્યરૂપી મુદ્રા (સમતાભાવ) પ્રાપ્ત કરીને વશ કરવો જોઈએ. પ૭ यदामनन्ति विषयान्, विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मा-दिहामुत्रापि दुःखदाः ॥५८॥ કેટલાક વિષયોને વિષ સરખા જે કહે છે તે ખોટું છે. કારણ કે, આ વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપનાર છે. જયારે વિષ તો માત્ર આ લોકમાં જ દુઃખ આપે છે.) પ૮ यदात्मन्येव नि:क्लेशं, नेदीयोऽकृत्रिमं सुखम् । अमीभिः स्वार्थलाम्पट्या-दिन्द्रियैस्तद्विबाध्यते ॥५९॥ જે સુખ આત્મામાં જ છે, નજીક છે, ક્લેશ વિનાનું છે, સ્વાભાવિક છે; તે સુખને આ ઇન્દ્રિયો પોતે સ્વાર્થલંપટ હોવાથી રોકે છે. ૫૯ अन्तरङ्गद्विषत्सैन्य - नासीरैर्वीरकुञ्जरैः । क्षणाक्षैः श्रुतबलं , लीलयैव विलुप्यते ॥६॥ અંતરંગ શત્રુઓના સૈન્યની મોખરે ચાલનાર, વીરોમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રિયોરૂપી સુભટો શ્રતનું બળ-જ્ઞાનબળ લીલામાત્રથી ક્ષણવારમાં નષ્ટ કરી નાખે છે. ૬૦ स्वैरचारीन्द्रियाश्वीय-विश्रृङ्खलपदक्रमैः । विसृत्वरेण रजसा, तत्त्वदृष्टिविलीयते ॥६१॥ ઇચ્છાનુસાર ચાલતા ઇન્દ્રિયોરૂપી અશ્વોના આડાઅવળા પગલાથી ફેલાતી રજ વડે તત્ત્વદષ્ટિ લુપ્ત થાય છે. ૬૧ इन्द्रियाण्येव पञ्चेषु-विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते, पदं वक्षसि विद्विषाम् ॥६२।। ત્રણેય જગતને જીતનાર કામદેવ ખરેખર પાંચ ઇન્દ્રિયોના પાંચ બાણ બનાવીને શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. દર

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98