Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 35
________________ (૩૪) *********** ********************************* 0: ૧ ૦SI.) ૩૭ હે મન – “કારણને અનુરૂપ કાર્ય હોય છે એ વાતનો તું નિશ્ચય રાખ. તેથી આ અનાયાસ-કષ્ટ વિનાની ક્ષમા કુલેશ વગરના સુખને ઉત્પન્ન કરે છે. (એમ જાણ.) ૩૭ अखर्वगर्वशैलान-श्रृङ्गादुद्धरकन्धरः । पश्यन्नहंयुराश्चर्य, गुरूनपि न पश्यति ॥३८॥ મોટા ગર્વ-અહંકારરૂપી પર્વતના ઊંચા શિખર પરથી ઊંચી ડોક કરીને જોતો અહંકારી પુરુષ, આશ્ચર્યની વાત છે કે – ગુરુજનોને પણ તે જોઈ શકતો નથી. ૩૮ उच्चैस्तरमहङ्कार-नगोत्सङ्गमसौ श्रितः । युक्तमेव गुरून्मानी, मन्यते यल्लधीयसः ॥३९॥ અતિશય ઊંચા અહંકારરૂપી પર્વતના ખોળામાં રહેલો અભિમાની પુરુષ, ગુરુઓને પણ જે લઘુ-તુચ્છ માને છે; તે યુક્ત જ છે * ૩૯. तिरयन्नुज्ज्वलालोक-मभ्युन्नतशिराः पुरः । निरूणद्धि सुखाधानं, मानो विषमपर्वतः ॥४०॥ માન એ સન્મુખ રહેલા ઉજજવલ પ્રકાશને ઢાંકતો, અતિશય ઊંચા શિખરવાળો વિકટ પર્વત છે, કે જે સુખના આગમનને રોકે છે. ૪૦ मृदुत्वभिदुराोद्योगा-देनं मानमहीधरम् । भित्वा विधेहि हे स्वान्त ! प्रगुणां सुखवर्तिनीम् ॥४१॥ હે ચિત્ત ! તું આ માનરૂપી પર્વતને નમ્રતારૂપી વજના ઉપયોગથી ભેદીને સુખનો માર્ગ સરળ બનાવ. ૪૧. * કારણ કે માની (અભિમાની) પુરુષ પર્વતના શિખર ઉપર ચઢેલો છે જયારે ગુરુજનો તે પર્વતની નીચે રહેલા છે એટલે પર્વત ઉપર રહેલાને નીચે રહેલા માણસો લઘુ સ્વરૂપમાં દેખાય તે વાસ્તવિક જ છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98