Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 25
________________ (૨૪) ******************************************** : जह चिंतामणिरयणं, सुलहं न हु होइ तुच्छविहवाणं । ... गुणविहववज्जियाणं, जीयाण तह धम्मरयणं पि ॥१५॥ તુચ્છ વૈભવવાળાને ચિંતામણિરત્ન મળવું જેમ સુલભ નથી, તેમ ગુણના વૈભવથી હીન આત્માઓને ધર્મરત્ન મળવું પણ સુલભ નથી. ૯૫ जह दिट्ठीसंजोगो, न होइ जच्वंधयाण जीवाणं । तह जिणमयसंजोगो, न होइ मिच्छंधजीवाणं ॥९६॥ જન્મથી અંધજીવોને જેમ કોઈ પણ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ મિથ્યાત્વથી અંધજીવોને જિનશાસનનો સંયોગ થઈ શકતો નથી. ૯૬ पच्चक्खमणंतगुणे, जिणिदधम्मे न दोसलेसो वि । तहवि हु अन्नाणंधा, न रमंति कयावि तंमि जिया ॥९७॥ જિનધર્મમાં પ્રત્યક્ષ અનંતગુણ છે, દોષનો એક લેશ પણ નથી છતાં અજ્ઞાનથી અંધ જીવો કેમેય કરીને એમાં રમતા નથી. ૯૭ मिच्छे अणंतदोसा, पयडा दीसंति न वि य गुणलेसो । तहवि य. तं चेव जिया, ही मोहंधा निसेवंति ॥९८॥ મિથ્યાત્વમાં પ્રત્યક્ષ અનંત દોષો દેખાય છે, ગુણોનો એક લેશ પણ નથી, છતાંય મોહાન્ય જીવો તે જ મિથ્યાત્વનું સેવન કરે છે. ૯૮ धी धी ताण नराणं, विन्नाणे सह गुणेसु कुसलत्तं । सुहसच्चधम्मरयणे, सुपरिक्खं जे न जाणंति ॥९९।। તે મનુષ્યોના વિજ્ઞાન અને ગુણોની કુશળતાને ધિક્કાર છે, કે જેઓ શુભ અને સત્ય એવા ધર્મરત્નની સમ્યફ પરીક્ષા કરી શકતા નથી. ૯૯ जिणधम्मोऽयं जीवाणं, अपुव्वो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१००॥ સ્વર્ગ અને અપવર્ગના સુખરૂપ ફળને આપનારો આ જિનધર્મ એક અપૂર્વ કલ્પવૃક્ષ જેવો છે. ૧૦૦

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98