Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 23
________________ (૨૨) ***** *************************************** છે. ગ્રીષ્મના (ગ્રીષ્મઋતના) તાપથી સંતપ્ત બનેલો ભૂખ અને તરસને સહન કરતો અને ખેદ પામતો તું મરણનાં દુઃખો પામ્યો છે. વર્ષાઋતુના કાળમાં ગિરિઝરણાંનાં પાણીથી તણાતો હિમ જેવા ઠંડા પવનોથી દાઝેલો અનેકવાર મૃત્યુ પામ્યો છે. એવી રીતે તિર્યંચના ભવોમાં લાખ્ખો દુઃખોથી પીડાતો જીવ અનંતીવાર ભીષણ ભવજંગલમાં વસ્યો છે. ૮૦-૮૧-૮૨-૮૩. दुट्ठट्ठकम्मपलया- निलपेरिउ भीसणंमि भवरण्णे ।.. . हिंडंतो नरएसु वि, अणंतसो जीव ! पत्तो सि ॥८४॥ सत्तसु नरयमहीसु, वज्जानलदाहसीयवेयणासु । वसिओ अणंतखुत्तो, विलवंतो करुणसद्देहिं ॥८५॥ હે આત્મન્ ! દુષ્ટ એવા આઠ કર્મરૂપી પ્રલયકાળના પવનથી પ્રેરાઈને ભીષણ ભવાટવીમાં ભટકતા સાતે નરકમાં પણ તે અનંતીવાર જઈ ચૂક્યો છે. જ્યાં વજના અગ્નિ જેવો દાહ છે અને અતિશય ઠંડી છે, તે સાતે નરક પૃથ્વીમાં કરુણ શબ્દોથી વિલાપ કરતો તું અનંતીવાર વસ્યો છે. ૮૪-૮૫ पियमायसयणरहिओ, दुरंतवाहीहि पीडिओ बहुसो । मणुअभवे निस्सारे, विलाविओ किं न तं सरसि ॥८६॥ 'નિસ્સાર મનુષ્યભવમાં માતા-પિતા અને સ્વજનોથી રહિત અને દુઃખદાયી રોગોથી પીડાતો તું કરુણ વિલાપ કરતો હતો, તેને કેમ યાદ કરતો નથી? ૮૬ पवणुव्वगयणमग्गे, अलक्खिओ भमइ भववणे जीवो। ठाणट्ठाणंमि समुज्झिाऊण, धणसयणसंघाए ॥८७॥ હે જીવ! આ ભવાટવીમાં દરેક ઠેકાણે ધન અને સ્વજન પરિવારને મૂકી મૂકીને, પવન જેમ આકાશમાં અદશ્યપણે ફરે છે, તેમ તું ભ્રમણ કરી રહ્યો છે. ૮૭ विद्धिज्जंता असयं, जम्मजरामरणतिक्खकुंतेहिं । दुहमणुहवंति घोरं, संसारे संसरंत जिआ ॥४८॥

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98