Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 21
________________ (૨૦) . ********************************************** पिय पुत्त मित्त- घर घरणिजाय, इहलोइअसव्व नियसुहसहाय । . नवि अत्थि कोई तुह सरणि मुक्ख, इक्कल्लु सहसि तिरिनिरयदुक्ख ॥७१॥ . હે મૂર્ણ જીવ ! આ લોકમાં પિતા-પુત્ર, મિત્ર, ઘર, પત્ની આદિનો સમુદાય પોતાના જ સુખનો અર્થ છે. ભવાંતરમાં તિર્યંચ અને નરક ગતિનાં દુઃખો તું એકલો જ સહન કરીશ. બીજા કોઈ તને શરણરૂપ નહીં થાય.૭ર कुसग्गे जह ओसबिंदुए, थोवं चिट्ठइ लंबमाणए। .. एवं मणुआण जीविअं, समयं गोयम ! मा पमायए ॥७२॥ જેમ ડાભના (ઘાસના) અગ્રભાગ ઉપર રહેલ ઝાકળનું બિંદુ થોડો સમય જ ટકે છે; તેમ મનુષ્યનું જીવન પણ થોડો સમય જ ટકે છે, માટે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ કરીશ નહિ. ૭ર संबुज्झह किं न बुज्झह, संबोही खलु पिच्च दुल्लहा। नो हु उवणमंति राइओ, नो सुलहं पुणरवि जीवियं ॥७३॥ બોધ પામો ! તમે કેમ બોધ પામતા નથી? મૃત્યુ પછી પરલોકમાં સંબોધિ (બોધિ) મળવી દુર્લભ છે. ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી અને માનવજીવન પણ સુલભ નથી. ૭૩ डहरा बुड्ढा य पासह, गब्भत्था वि चयंति माणवा । सेणे जह वट्टयं हरे, एवमाउक्खयंमि तुट्टइ ॥७४॥ બાળકો - વૃદ્ધો કે ગર્ભમાં રહેલા મનુષ્યો પણ મરી જાય છે. બાજપક્ષી જેમ તેતરને લઈ જાય છે, એમ આયુષ્યનો ક્ષય થતાં જીવન તૂટી જાય છે. ૭૪ तिहुअणजणं मरंतं, दह्ण नयंति जे न अप्पाणं । विरमंति न पावाओ, धी धी धीट्ठत्तणं ताणं ॥५॥ ત્રણ ભુવનનાં લોકોને મૃત્યુ પામતાં જોઈને જેઓ આત્માને ધર્મમાર્ગમાં જોડતા નથી, પાપથી પાછા હઠતા નથી; તેઓની ધિઢાઈને ધિક્કાર છે, ધિક્કાર છે. ૭૫

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98