Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 16
________________ (૧૫) ***************************************** जहेह सीहा व मियं गहाय, मच्चू नरं णेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया, कालंमि तंमि सहरा भवंति ॥४३॥ આ લોકમાં જેમ સિંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ અંત સમયે મૃત્યુ માણસને પકડીને લઈ જાય છે તે વખતે માતા-પિતા કે ભાઈ કોઈ જ સહાયક બનતાં નથી. ૪૩ जीअं जलबिंदुसमं संपत्तीओ तरंगलोलाओ । सुमिणयसमं च पिम्मं जं जाणसु तं करिज्जासु ॥४४॥ જીવન પાણીનાં બિંદુ જેવું છે, સંપત્તિ જળતરંગ જેવી છે અને સ્નેહ સ્વપ્નતુલ્ય છે; આવું જાણ્યા પછી તને જે ઠીક લાગે તે કર. ૪૪ संझरागजलबुब्बुओवमे, जीविए य जलबिंदुचंचले । जुव्वणे य नइवेगसंनिभे, पावजीव ! किमियं न बुज्झसे ? ॥४५॥ જીવન સંધ્યાને રંગ જેવું છે, પાણીના પરપોટા જેવું છે, પાણીના બિંદુ જેવું ચંચળ છે અને યૌવન નદીના ધસમસતા પૂર જેવું છે છતાં તે પાપાત્મન્ ! તું કેમ બોધ પામતો નથી? કેમ સમજતો નથી? ૪૫ अन्नत्थ सुआ अन्नत्य गेहिणी परिअणो वि अन्नत्थ । भूअबलिव्व कुडुंब, पक्खित्तं हयकयंतेण ॥४६॥ . નિર્દય યમરાજાએ, ભૂતને બલિબાકળા નાખે તેમ મારા કુટુંબને ફેંકી દીધું છે, પુત્રને ક્યાંય ફેંકી દીધો છે, પત્નીને ક્યાંક ફેંકી દીધી છે અને પરિવારને પણ ક્યાંક બીજે ફેંકી દીધો છે. ૪૬ जीवेण भवे भवे, मिल्हियाइ देहाइ जाइ संसारे। ताणं न सागरेहिं, कीरइ संखा अणंतेहिं ॥४७॥ આ સંસારમાં આ જીવે ભવોભવ જે શરીરો છોડ્યાં છે તે, બધાં શરીરોની સંખ્યા સાગરોપમથી પણ ન ગણી શકાય એટલી છે. ૪૭

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98