Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 14
________________ ********************************************** खणभगुरे सरीरे, मणुअभवे अब्भपडलसारिच्छे । सारं इत्तियमेत्तं, जं कीरइ सोहणो धम्मो ॥३२॥ શરીર જ્યારે ક્ષણભંગુર છે અને માનવભવ જ્યારે વાદળના સમૂહ જેવો અસ્થિર છે ત્યારે સાર માત્ર એટલો જ છે કે – સુંદર રીતે ધર્મની આરાધના કરી લેવી. ૩૨ जम्मदुक्खं जगदुक्खं रोगा य मरणाणि य। ___ अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतुणो ॥३३॥ જન્મનું દુઃખ છે, વૃદ્ધાવસ્થાનું દુઃખ છે, રોગ અને મૃત્યુનું મહાદુઃખ છે...અહો! આખો સંસાર જ દુઃખરૂપ છે, જ્યાં જીવો ક્લેશને પામે છે. ૩૩ जाव न इंदियहाणी, जाव न जरारक्खसी परिप्फुरइ। નાવ ન વિસારી, નાવ ન મયૂ સમુચિ રૂ8 * જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી, જરા રાક્ષસી એનું બળ બતાવતી નથી, જયાં સુધી રોગના વિકારો જાગ્યા નથી અને જ્યાં સુધી મૃત્યુ આવ્યું નથી ત્યાં સુધી તે જીવ ! ધર્મની આરાધના કરી લે. ૩૪ નરહૃમિ પતિત્ત, જૂ gujન સોફા તદ સંપત્તે મરજે, થો દ વીર નવ ! રૂમ ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવો શક્ય નથી, તેમ મૃત્યુ નજીક આવે ત્યારે ધર્મ કઈ રીતે કરી શકાય? અર્થાત્ ધર્મ કરવો શક્ય નથી. ૩૫ रुवमसासयमेयं, विज्जुलयाचंचलं जए जीअं । संझाणुरागसरिसं, खणरमणीअं च तारुण्णं ॥३६॥ गयकण्णचंचलाओ, लच्छीओ तिअसचावसारिच्छं। . विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव ! मा मुज्झ ॥३७॥ રૂપ અશાશ્વત છે, જીવન વીજળીના ચમકારા જેવું ચંચળ છે અને યૌવન સંધ્યાના રંગ જેવું ક્ષણિક સૌંદર્યવાનું છે. લક્ષ્મી હાથીના કાન જેવી ચંચળ છે. જીવોને મળતું વિષયસુખ ઈન્દ્રધનુષ્ય જેવું છે; માટે હે જીવ! તું બોધ પામ. આમાંની કોઈપણ વસ્તુમાં તું મોહ ધારણ ન કર. ૩૬-૩૭Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98