Book Title: Aatm Samvedanna Sadhano Author(s): Nalin Kothari, Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 12
________________ ************ ***************************** जणणी जायइ जाया, जाया माया पिया य पुत्तो य । अणवत्था संसारे, कम्मवसा सव्वजीवणां ॥२२॥ કર્મની વિચિત્રતાને કારણે સંસારમાં સર્વજીવોની વિચિત્ર અવસ્થાઓ સર્જાય છે. જીવની કોઈ નિશ્ચિત એક અવસ્થા નથી. માતા મરીને પત્ની થાય છે અને પત્ની મરીને માતા થાય છે, તેમજ પિતા મરીને પુત્ર અને પુત્ર મરીને પિતા થાય છે....! રર ज सा जाइ ज सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मया जत्थ, सव्वे जीवा अणंतसो ॥२३॥ આ સંસારમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ કુલ નથી, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં દરેક જીવો અનંતીવાર જન્મ્યા ન હોય અને મૃત્યુ પામ્યા ન હોય. ૨૩ तं किंपि नत्थि ठाणं, लोए वालग्ग-कोडिमित्तंपि । जत्थ न जीवा बहुसो, सुहृदुक्खपरंपरा पत्ता ॥२४॥ ચૌદરાજલોકમાં વાળના અગ્રભાગના કરોડમાં ભાગ જેટલી પણ જગ્યા નથી કે જયાં જીવ અનંતીવાર સુખ-દુઃખની પરંપરા ન પામ્યો હોય ! ૨૪ सव्वाओ रिद्धीओ, पत्ता सव्वे वि सयणसंबंधा । संसारे ता विरमसु, तत्तो जइ मुणसि अप्पाणं ॥२५॥ સંસારમાં સર્વ પ્રકારની ઋદ્ધિ-સમૃદ્ધિ અને સર્વપ્રકારના સ્વજનસ્નેહીઓના સંબંધો આ જીવ પ્રાપ્ત કરી ચૂક્યો છે. તેથી હવે જો આત્માને તું સમજતો હોય તો (તને આત્મજ્ઞાન થયું હોય તો) એ બધાથી તું વિરામ પામ ! ર૫ પણો વંથફ મં, ગો વ૬-વંદ -મર - વસULડું विसहइ भवंमि भमडइ, एगुच्चिअ कम्मवेलविओ ॥२६॥ જીવ એકલો જ પોતે કર્મ બાંધે છે, વધ-બંધ, મરણ વગેરેનાં દુઃખો એકલો જ સહન કરે છે અને કર્મથી પ્રેરાયેલો જીવ એકલો જ આ સંસારમાં ભટકે છે. ર૬ :Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98