Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 13
________________ (૧૨) . * *********→************************************ अन्नो न कुणइ अहिअं, हियपि अप्पा करेइ न हु अन्नो। अप्पकयं सुहदुक्खं भुंजसि ता कीस दीणमुहो ॥२७॥ હે આત્મન્ ! બીજો કોઈ તારું અહિત કરતો નથી. હિત કે અહિત કરનાર તું પોતે જ છે. સુખ-દુઃખ પણ તારાં કરેલાં જ તું ભોગવે છે. તો પછી શા માટે તું દીનમુખવાળો બને છે? ૨૭ बहुआरंभविढत्तं, वित्तं विलसंति जीव ! सयणगणा। ... तज्जणियपावकम्मं अणुहवसि पुणो तुमं चेव ॥२८॥ હે જીવ ! તે ઘણાં આરંભ સમારંભનાં પાપથી ઉપાર્જેલાં ધન ઉપર તારો સ્વજન પરિવાર મોજ-મજા ઉડાવશે. પરંતુ એ ધન મેળવવા પાછળ બાંધેલાં પાપકર્મનું કટુફળ તો તારે એકલાએ જ ભોગવવું પડશે ! ૨૮ अह दुक्खियाई तह भुक्खियाइ, जह चिंतियाइ डिभाई। तह थोवंपि न अप्या, विचिंतिओ जीव ! किं भणिमो ॥२९॥ મારાં છોકરાં દુઃખી છે, ભૂખ્યાં છે...” એવી તારાં બાળકોની તે ચિંતા કરી છે પરંતુ એવી થોડી પણ ચિંતા તેં તારા આત્માની કરી નથી. અરે જીવ ! તને શું કહેવું? ૨૯ खणभंगुरं सरीरं, जीवो अन्नो अ सासयसरुवो । कम्मवसा संबंधो, निब्बंधो इत्थ को तुज्झ ॥३०॥ શરીર ક્ષણભંગુર છે, આત્મા શરીરથી જુદો, શાશ્વત સ્વરૂપવાળો છે. કર્મનો યોગે શરીર અને આત્માનો સંયોગ થયો છે. તો તે શરીરમાં તને આટલી મૂચ્છ શી? ૩૦ कह आयं कह चलियं, तुमंपि कह आगओ कहं गमिही। સુન્નપ થાદ, નીવ ! ટુંબ નો તુટ્ટા રૂ હે આત્મન્ ! તારું આ કુટુંબ ક્યાંથી આવ્યું અને ક્યાં ચાલ્યું જશે? તું પણ ક્યાંથી આવ્યો અને ક્યાં જઈશ? પરસ્પર બન્ને એક બીજાને નથી જાણતા, તો પછી એ કુટુંબ તારું ક્યાંથી? ૩૧

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98