Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 9
________________ ********************************************* दिवसनिसाघडिमालं, आउसलिलं जिआण धित्तूणं । चंदाइच्चबइल्ला, कालरहटें भमाडंति ॥६॥ ચંદ્ર અને સૂર્ય-આ બે બળદો દિવસ અને રાત્રિ રૂપી ઘટમાળ દ્વારા જીવોનું આયુષ્યરૂપી પાણી ભરીને કાળરૂપી રેંટને ભમાડ્યા જ કરે છે. ૬ सा नत्थि कला तं नत्थि, ओसहं तं नत्थि किंपि विन्नाणं । जेण धरिज्जइ काया, खज्जंति कालसप्पेणं ॥७॥ એવી કોઈ કળા નથી, એવી કોઈ દવા નથી, એવી કોઈ વિદ્યા નથી કે જેનાથી કાળસર્પના મોઢામાં ખવાતી આ કાયાને બચાવી શકાય ! ૭ दीहरफणिंदनाले, महिअरकेसर-दिसामहदलिल्ले । : ओपीअई कालभमरो, जणमयरंदं पुहविपउमे ॥८॥ શેષનાગરૂપ નાલ ઉપર ઊભેલા, પર્વતરૂપ કેશરાવાળા, દિશારૂપી મોટા પાંદડાવાળા, પૃથ્વીરૂપી કમળના માનવ-મકરંદને (પુષ્પારસ) કાળરૂપી ભમરો નિરંતર પી રહ્યો છે. ૮ - छायामिसेण कालो, सयलजीआणं छलं गवेसंतो । पासं कहवि न मुंचइ, ता धम्मे उज्जम कुणह ॥९॥ સર્વ જીવોનું છિદ્ર શોધતો કાળ, પડછાયાના બહાને પીછો છોડતો નથી. માટે ધર્મ આરાધનાનો ઉદ્યમ કરે ! ૯ कालंमि अणाइए, जीवाणं विविहकम्मवसगाणं । तं नत्थि संविहाणं, संसारे जं न संभवइ ॥१०॥ અનાદિ કાળથી ચાલ્યા આવતા આ સંસારમાં એવું કોઈ સંવિધાન (એકેન્દ્રિપણું) વિગેરે) નથી કે જે કર્મને વશ પડેલા જીવોએ પ્રાપ્ત કર્યું ન હોય ! ૧૦ . बंधवा सुहिणो सव्वे, पियमाया पुत्त भारिया । पेअवणाउ निअत्तंति दाऊणं सलिलंजलि ॥११॥ બંધુઓ કે મિત્રો, માતા કે પિતા પુત્ર કે પત્ની બધા જ અંતે તને જળની અંજલિ આપીને સ્મશાનથી પાછા ફરે છે. ૧૧

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 98