Book Title: Aatm Samvedanna Sadhano
Author(s): Nalin Kothari, Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 8
________________ ********************************************** ( દ વેરાગ્યશતક :) संसारमि असारे, नत्थि सुहं वाहि -वेअणापउरे ।. जाणंतो इह जीवो, न कणई जिणदेसियं धम्मं ॥१॥ શારીરિક વ્યાધિ અને માનસિક વેદનાથી ભરપૂર આ અસાર સંસારમાં સુખ નથી—એમ જાણવા છતાં જીવ ભગવાન જિનેશ્વરદેવોએ ફરમાવેલા પરમતારક ધર્મની આરાધના કરતો નથી. ૧ अज्जं कल्लं परं परारि, पुरिसा चिंतंति अत्थसंपत्तिं । अंजलिगयं व तोयं, गलतमाउं न पिच्छंति ॥२॥ આજે કે કાલે પરમદિવસે કે તે પછી ધનની પ્રાપ્તિ થશે; એમ પુરુષો વિચાર કરે છે, આશાના તાંતણે બંધાયેલા રહે છે; પરંતુ હથેળીમાંથી ટપકતા પાણીની જેમ રોજ ઓછા થઈ રહેલા આયુષ્યને જોતા નથી. ૨ जंकल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा। .. बहुविग्धो 'हु मुहुत्तो, मा अवरण्हं पडिक्खेह ॥३॥ જે કાર્ય કાલે કરવાનું છે તે જલદી આજે જ કરવું જોઈએ. પાછલા પ્રહરની પણ રાહ ન જોવી જોઈએ, કારણ કે એક મુહૂર્ત (બે ઘડી જેટલો સમય) પણ ઘણાં વિઘ્નોથી ભરેલો છે. ૩ ही संसारसहावं, चरियं नहाणुरागरत्तावि । जे पुव्वण्हे दिट्ठा, ते अवरण्हे न दीसंति ॥४॥ ઓહ! સંસારનો આ કેવો સ્વભાવ? આ કેવું ચરિત્ર? જે સ્નેહીઓ સવારે સ્નેહના અનુરાગથી યુક્ત દેખાતા હતા તે જ સ્નેહીઓ સાંજે તેવા અનુરાગી દેખાતા નથી. ૪ માં સુદિ કપિાલ્વે, પાવૅરિ વીસ વીસમેદા तिन्नि जणा अणुलग्गा, रोगो अ जरा अ मच्चू ॥५॥ - હે જીવો! જાગતા રહેવાના અવસરે સૂઈ ન રહો, અને જ્યાંથી ભાગી છૂટવા જેવું છે ત્યાં શાને આરામથી બેઠા છો? કારણ રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ-આ ત્રણ દુશ્મનો તમારી પાછળ પડ્યા છે. ૫

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 98