Book Title: Gnaayakbhaav
Author(s): Kahanjiswami
Publisher: Digambar Jain Kundamrut Kahan
Catalog link: https://jainqq.org/explore/008240/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી કહાનગુરુ સત્સાહિત્ય ગ્રંથમાળા જ્ઞાયક ભાવ -: પ્રકાશક:શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ શ્રી દિગંબર જૈન સંઘ ૫, પંચનાથ પ્લોટ, રાજકોટ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશક : શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ, રાજકોટ. બીજી આવૃત્તિ: કહાનજી સ્મારક ટ્રસ્ટ, દેવલાલી પ્રથમ આવૃત્તિઃ વીર સંવત ૨૫૧૨ પ્રત : ૧OOO બીજી આવૃત્તિ: વીર સંવત ૨૫૨૧ પ્રત : ૭૫૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Naynaben and Kiranbhai Shah, Stevenage, UK who have paid for it to be "electronised" and made available on the internet to encourage their children, Vishal and Rupal, to explore Jainism. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Gnayak Bhav is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 001 1 7 Sept 2002 First electronic version. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય જ્ઞાયક ભાવ પુસ્તક મુમુક્ષુ સમાજને અર્પણ કરતાં કહાનજી સ્વામી ટ્રસ્ટ આનંદ અનુભવે છે. શ્રી સમયસાર શાસ્ત્રની છઠ્ઠી ગાથાને પૂજ્ય ગુરુદેવશ્રીએ છઠ્ઠીના લેખ તરીકે જણાવી છે. શ્રી સમયસારના સિદ્ધાંતોની મુખ્ય ગાથાઓમાંની આ એક પરમ સારભૂત ગાથા છે. શ્રી સમયસાર શાસ્ત્રના પૂજ્ય ગુરુદેવશ્રીના ઓગણીસમા વખતનાં પ્રવચનોમાંથી આ ગાથા ઉપર આશરે છ પ્રવચનો થયેલ છે. જે કેસેટ ઉપરથી ઉતારેલ છે. આ પુસ્તકમાં આ પ્રવચનો આપેલ છે જેમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્ઞાયક ભાવનું સ્વરૂપ તેઓશ્રીની આગવી શૈલીથી બહુ સ્પષ્ટ રીતે સમજાવેલ છે. આશા છે કે મુમુક્ષુઓને સ્વાધ્યાયમાં આ પુસ્તક ઉપયોગી થશે. શ્રી કહાનગુરુ સત્સાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ, રાજકોટ. Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम।। परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।। -श्री समयसार અર્થ:- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું ( તથા કહેવું છે તે વ્યવહારી જીવોનો મોહ-અજ્ઞાન છે. एवमयं कर्मकृतैर्भावैरसमाहितोऽपि युक्त इव। प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम्।। १४ ।। -પુરુષાર્થસિદ્ધિ ઉપાય અર્થ- એ રીતે આ આત્મા કર્મકૃત (રાગાદિ અને શરીરાદિ ) ભાવોથી નરસંયુત્ત હોવા છતાં પણ અજ્ઞાનીઓને સંયુક્ત જેવો ભાસે છે તે પ્રતિભાસ ખરેખર સંસારનું બીજ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી સદગુરુદેવાય નમઃ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કહાનજી સ્વામી પ્રત્યે શ્રદ્ધાંજલી અહો અહો શ્રી સદગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. શ્રી જિન પ્રવચનના પરમભક્ત અને મર્મજ્ઞ, ભવ્ય જીવોના પથદર્શક, ભેદવિજ્ઞાન અને શુદ્ધ પ્રવૃત્તિના આ ક્ષેત્રે, આ કાળે સર્વોત્કૃષ્ટ પ્રભાવક, ભાવિ તીર્થકર, પરમ પૂજ્ય ગુરુદેવશ્રી, આપનો અમ પામર જીવો પર અનંતો ઉપકાર છે. મહાવિદેહમાં સાક્ષાત્ બિરાજમાન શ્રી સીમંધર સ્વામીના સમોસરણમાં પરમપૂજ્ય કુંદકુંદાચાર્યની સદેહે વિદ્યમાનતામાં આપશ્રીએ તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ સાંભળી હતી. જેથી કરીને આપશ્રીના હાથમાં શ્રી સમયસાર શાસ્ત્ર આવતાં જ પૂર્વના સંસ્કારો તાજા થયા અને આપ બોલી ઊઠ્યા કે અશરીરી થવાનું આ શાસ્ત્ર છે. પૂર્વે સાંભળેલી પરમકલ્યાણી દિવ્ય ધ્વનિનો આ ક્ષેત્રે પ્રવાહ વહાવી ભવ્ય જીવોને સુધાપાન કરાવ્યું અને અમોને સત્ય માર્ગ બતાવ્યો એ આપશ્રીની અમારા ઉપરની વીતરાગી કરુણા હતી. અમો કયા શબ્દોમાં આપનો આભાર માનીએ? શબ્દો ટૂંકા પડે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આપશ્રીના શ્રીમુખે વહેલી જિનવાણીમાં શ્રી સમયસારની છઠ્ઠી ગાથા ઉપરનાં પ્રવચનોને વિશિષ્ટ સ્થાન છે. ૪૧૫ ગાથાઓનો સાર આવી જાય છે. પ્રશમમૂર્તિ પૂ. બહેનશ્રીના વચનામૃતમાં આવે છે કે એક શબ્દ “જ્ઞાયક "માં બધું સમાઈ છે તે આ ગાથાના દર્શાવેલા ભાવોની ગહનતા બતાવે છે. જ્ઞાયક ભાવનું યથાર્થ સ્વરૂપ આ પ્રવચનોમાં બતાવવામાં આવ્યું છે અને એ રીતે “જ્ઞાયક ભાવ” એ આ પુસ્તકનું નામ પણ યથાર્થ છે. પૂ. ભાઈશ્રી લાલચંદભાઈ આપશ્રીના હૃદયના ભાવો સમજાવતાં કહે છે કે આ પ્રવચનોનું ઘોલન આત્માનુભવ કરવામાં જીવોને જરૂર સહાયભૂત થશે. પૂ. ગુરુદેવશ્રીની યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરતી વાણીનો પ્રચાર થાય તેવી ભાવના તેઓશ્રીને નિરંતર રહ્યા કરે છે. આશા છે કે પરમકૃપાળુ ગુરુદેવશ્રીની આ ગાથાનાં ઘણાં ગૂઢ રહસ્યો પ્રગટ કરતી વાણી જીવોને યુગો સુધી માર્ગ ચીંધતી રહેશે. કહાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટદેવલી દેવલાલી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates समयसार गाथा ६: आत्मख्याति टीका कोऽसौ शुद्ध आत्मेति चेत् ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो। एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव।।६।। नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः। एवं भणन्ति शुद्धं ज्ञातो यः स तु स चैव।।६।। यो हि नाम स्वतः सिद्धत्वेनानादिरनन्तो नित्योद्योतो विशदज्योतिर्ज्ञायक एको भाव: स संसारावस्थायामनादिबन्धपर्यायनिरूपणया क्षीरोदकत्कर्मपुद्गलः सममेकत्वेऽपि द्रव्यस्वभावनिरूपणया दुरन्तकषायचक्रोदयवैचित्र्यवशेन प्रवर्तमानानां पुण्यपापनिर्वर्तकानामुपात्तवैश्वरूप्याणां शुभाशुभभावनाम् स्वभावेनापरिणमनात्प्रमत्तोऽप्रमत्तश्च न भवति। एव एवाशेषद्रव्यानामभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्यते। न चास्य ज्ञेयनिष्ठत्वेन ज्ञायकत्त्वप्रसिद्धः दाह्यनिष्ठदहनस्येवाशुद्धत्वं, यतो हि तस्यामवस्थायां ज्ञायकत्वेन यो ज्ञात: स स्वरूपप्रकाशनदशायां प्रदीपस्येव कर्तुकर्मणोरनन्यत्वात् ज्ञायक एव। Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૬: આત્મખ્યાતિ ટીકાનો ગુજરાતી અનુવાદ હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત “શુદ્ધ' કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬ ગાથાર્થ-[ ૧: 1] જે [ જ્ઞાયવ: ભાવ:] જ્ઞાયક ભાવ છે તે [ અપ્રમત: મ]િ અપ્રમત્ત પણ [ન મવતિ] નથી અને [ન પ્રમત:] પ્રમત્ત પણ નથી, [gā] એ રીતે [શુદ્ધ] એને શુદ્ધ [માન્તિ] કહે છે; [ 4 ] વળી જે [ જ્ઞાત:] જ્ઞાયકપણે જણાયો [સ: તુ] તે તો [H: પવ–] તે જ છે, બીજો કોઈ નથી. ટીકા- જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મયુગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (કષાયસમૂહુના અપાર ઉદયોની) વિચિત્રતાના વિશે પ્રવર્તતા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી ( જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્યદ્રવ્યોના અભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ' કહેવાય છે. વળી દાઢ્યના (–બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે યાકાર થવાથી તે “ભાવ”ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ જ્ઞયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તાકર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે–પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને-પોતાની જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ શાયકનું સમજવું.) ભાવાર્થ- અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય (અવસ્થા) દૃષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ જ્ઞાયક ભાવ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્તઅપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે, દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી. “જ્ઞાયક” એવું નામ પણ તેને શયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ શયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું જ્ઞય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો શાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી” –એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. -આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો. અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં ય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ જ્ઞાયક ભાવ સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુ સ્વરૂપ છે તે છે-એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં, ( જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં “પ્રમત્ત-અપ્રમત્ત” એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠી ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે, પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા ઉ૫૨ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન શિષ્યને હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધાત્મા કોણ છે? જોસૌ શુદ્ધ આત્મતિ શ્વેત્ જે સ્વથી એકત્વ છે ને ૫૨થી વિભક્ત છે. એવો શુદ્ધાત્મા છે કેવો કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? શિષ્યનો આ પ્રશ્ન અંતરથી આવ્યો છે કે આવો તે શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? અહા! આવી જિજ્ઞાસાથી જેને અંતરનો પ્રશ્ન ઊઠયો છે એવા શ્રોતાને ઉત્તર દેવામાં આવે છે. જુઓ બીજાં દ્રવ્યોને જાણવાનો એને પ્રશ્ન ઊઠયો જ નથી. કેમ કે છ દ્રવ્યો અને દ્રવ્યના ગુણ એ વાત તો સાધારણ વાત છે ગૌણ છે. પણ સ્વભાવથી એકત્વ ને રાગથી વિભક્ત એવો જે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે તે આત્મા કોણ છે, કેવો છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. આવો પ્રશ્ન જેને અંત૨માંથી ઊઠયો છે એવા શ્રોતાઓને માટે આ ઉત્તર છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પોતાની શૈલીથી વાત કરે છે. અહા! અંદર વસ્તુ જે પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ આત્મા છે તે વિકલ્પના વિકારથી તદ્દન જુદો છે અને પોતાના પરિપૂર્ણ સ્વભાવથી એકત્વ અથવા અભેદ છે. તો એવો તે શુદ્ધાત્મા છે કોણ કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? ‘જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી ને પ્રમત્ત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહે છે,' આગળ ટીકામાં કહેશે કે પોતે જે શુદ્ધ વસ્તુ છે તે પરથી ભિન્ન સ્વથી અભિન્ન છે, તે શુભાશુભ રૂપે થઈ જ નથી, જે જ્ઞાયકભાવ છે તે વસ્તુ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ જ્ઞાયક ભાવ સ્વરૂપ છે અને તે શુભાશુભ ભાવપણે થયેલ જ નથી કેમ કે શુભાશુભ ભાવ તો જડ છે, તેમાં ચૈતન્યનો અભાવ છે, માટે એ જ્ઞાયકસ્વરૂપ જો શુભાશુભભાવપણે થાય તો જડ થઈ જાય, જુઓ, આ એકત્વ વિભક્ત સિદ્ધ કરે છે. અહા! એ જ્ઞાયક ભાવ શુભાશુભથી ભિન્ન છે એટલે કે જ્ઞાયક ભાવ શુભાશુભભાવપણે થયો જ નથી કેમ કે જો તે શુભાશુભ પણ થાય તો અપ્રમત્ત પ્રમત્તરૂપે પણ થઈ જાય. પણ એમ તો બનતું નથી. સમજાણું કાંઈ? બહું ઝીણું છે બાપુ! અહા! એક શાયક ભાવ છે. બેનની ભાષામાં આવ્યું છે ને કે જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? બેનના વચનામૃતમાં પહેલો બોલ એ છે કે તને ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડ, ત્યાં ગમે તેવું છે, “જાગતો જીવ ઊભો છે તે કયાં જાય' એ ૩૦૬ નંબરનો બોલ છે. “જાગતો” એટલે જ્ઞાયક-જ્ઞાયક એટલે ધ્રુવ. જે શુભાશુભ ભાવપણે થયો નથી. કેમ કે એ તો જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે; જ્યારે આ શુભાશુભ તો અચેતન છે. તેમાં જ્ઞાનનો અંશ નથી. માટે તે રૂપે જ્ઞાયક કેમ થાય? આમ શુભાશુભ ભાવરૂપે પોતે જ્ઞાયક ભાવ થયો નથી, એટલે કે તેનાથી પૃથક જ રહ્યો છે, અને એ રીતે એને શુદ્ધ કહે છે. અહા ! શુભાશુભ ભાવરૂપે જ્ઞાયક ભાવ થયો નથી તેથી અપ્રમત્ત પ્રમત્ત નથી. જુઓ પહેલાં અપ્રમત્ત લીધું છે ને ? ચૌદ ગુણ સ્થાનમાં સાતમા ગુણ સ્થાનથી ચૌદમાં ગુણ સ્થાન સુધીને અપ્રમત્ત કહે છે. જ્યારે પહેલા ગુણ સ્થાનથી છઠ્ઠી ગુણ સ્થાન સુધીને પ્રમત્ત કહે છે. તો અહીંયાં પહેલાં અપ્રમત્તથી ઉપાડ્યું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ જ્ઞાયક ભાવ અહા ! જ્ઞાયક ભાવ કે જે એકરૂપ વસ્તુ છે તે શુભાશુભભાવરૂપે થઈ નથી તેથી અપ્રમત્ત, પ્રમત્ત એવા તે ગુણસ્થાનના ભેદો જ્ઞાયક ભાવમાં નથી. એટલે કે ચૈતન્યની એકરૂપરસ-જાણક સ્વભાવની એકરૂપરસ-બીજારૂપે, એ શુભાશુભ ભાવ પણ થયો નથી. પરંતુ એ જ્ઞાયકરૂપે, એકરૂપ રસ રહ્યો નથી. શ્રોતા:- આમાં કાંઈ સમજાતું નથી. પૂ. ગુરુદેવશ્રી:- કાંઈ સમજાતું નથી? અહીં કહે છે કે જ્ઞાયક ભાવ તો ચૈતન્ય સ્વભાવના રસરૂપે જ રહ્યો છે. તેને અચેતનનો અંશ અડ્યો નથી. માટે ચૈતન્યરસ જ્ઞાયકરસઅચેતનના શુભાશુભભાવપણે થયો નથી. અહા ! જ્ઞાયક અસ્તિત્વરસ કે જેની હયાતી શાયકસ્વભાવરૂપ છે તે શુભાશુભભાવપણે થયો નથી. અર્થાત્ શુભાશુભભાવથી તે પૃથક છે. કેમ કે તે જ્ઞાયક ભાવે જ રહ્યો છે. માટે તેને પ્રમત્ત-અપ્રમત્ત એવા ભેદ લાગુ પડતા નથી. અહા ! સમજાણું કાંઈ ? શ્રોતા - અપ્રમત્ત એ અશુદ્ધ પરિણામ? પૂ. ગુરુદેવશ્રી:- હા, કેમ કે તે ભેદ છે ને! કેવળજ્ઞાનનું તેરમું ગુણસ્થાન પણ આત્મામાં નથી. અરે! ચૌદમું ગુણસ્થાન પણ આત્મામાં નથી. કેમ કે તે ભેદ છે ને! તેમ જ તે દરેકમાં ઉદયભાવ પણ છે ને! અહીં કહે છે કે એ જ્ઞાયક ભાવ શુભાશુભભાવપણે થયેલ નથી. તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત નથી. અને તેથી તે ગુણસ્થાનના ભેદરૂપ થયેલ નથી. અને છેલ્લે ગાથા ૬૮માં ગુણસ્થાનને તો અચેતન પર્યાય કીધો છે ને? આ તો ભાઈ ! અલૌકિક વાત છે. એણે અનંતકાળમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૫ ભવનો અંત આવે એવી વાત જાણી નથી. જ્યારે આ તો ભવના અંતવાળી ચીજ છે એમ કહે છે. અહા! ભવ ને ભવનો ભાવ તેમાં નથી. કેમ કે તે શુભાશુભપણે થયો નથી. અનાદિ અનંત અને એકરૂપ એવો જે જ્ઞાનમયરસ, ચૈતન્યધામમય ને ચૈતન્યરસકંદમય પ્રભુ આત્મા છે તે કોઈ દિ' શુભાશુભપણે થયેલ નથી. તેથી પ્રમત્ત-અપ્રમત્ત એવા ગુણસ્થાનના ભેદ તેમાં નથી. અર્થાત્ જ્ઞાયક ભાવ એકરૂપ છે. તેથી તેમાં ભેદ નથી, ગુણસ્થાનના ભેદો એમાં છે નહીં. અને તે દષ્ટિનો વિષય છે. તેમ જ તે જ્ઞાયકને અહીંયાં ભૂતાર્થ છતો પદાર્થ કહ્યો છે. અહા ! જ્ઞાયકભાવમય વસ્તુ એકરૂપ ને નિત્યાનંદ છે. તથા તે જ્ઞાયક ભાવ... જ્ઞાયક ભાવ... જ્ઞાયક ભાવ.. એમ ધ્રુવ પ્રવાહરૂપ છે, ચૈતન્યપુરના ધ્રુવ પ્રવાહરૂપ છે. પાણીનું પૂર એક સપાટીએ ચાલે છે જ્યારે આ પૂર ધ્રુવ. ધ્રુવ ઊર્ધ્વ ઊર્ધ્વ ચાલે છે. હવે કહે છે કે “વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે. એટલે જાણનારો જણાયો છે તે જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ એ પર્યાય પોતાનું કાર્ય છે ને આત્મા તેનો કર્તા છે. અહા ! જાણનારો ” એવો ધ્વનિ છે ને? એટલે તે જાણનારો છે તેથીજાણે કે તે પરને જાણે છે (એમ તેને થાય છે.) કેમ કે જાણનાર કહ્યો છે ને! પ્રશ્ન:- પણ જાણનાર છે માટે પરને જાણે છે ને! સમાધાનઃ- ના. પરંતુ એ તો પરસંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વપરપ્રકાશક થાય છે. તે પર્યાય જ્ઞાયકની છે. અહા ! તે ગાયકપણે રહેલો છે તેથી જ્ઞાયકની જાણનાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com UST છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૧૬ જ્ઞાયક ભાવ પર્યાય તે તેનું કાર્ય છે, પણ જણાવવા યોગ્ય વસ્તુ છે એનું એ જાણવાનું કાર્ય નથી. અને એ જણાવવા યોગ્ય વસ્તુ છે, જાણનારનું (જ્ઞાયકનું ) કાર્ય નથી. (૫૨ ) અહા ! અહીંયાં ‘જ્ઞાતઃ- જ્ઞાયકપણે જણાયો ’–એમ કીધું છે ને! તથા ‘જણાયો તે તો તે જ છે’–એમ પણ કહ્યું છે ને! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે માટે, તેમાં બીજો જણાણો છે એમ નથી. પ્રશ્ન:- પરંતુ તે જાણનાર છે ને! માટે-તે જાણનાર છે તેથી-તેમાં બીજો પણ જણાયો છે ને ! સમાધાનઃ- ના, કેમ કે જે જણાય છે તે પોતે જ છે. અથવા પોતાની પર્યાય જ જણાણી છે, જાણનારની પર્યાય જણાણી છે. અહા! રાગાદિ હો તો હો પરંતુ અહીં રાગસંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે. અર્થાત્ તે રાગ છે માટે અહીં સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે એમ નથી. અહા ! અહીંયાં જણાયો તે પોતે જ છે એમ કહે છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જે જણાયો છે તે જાણનારો જ છે, પરંતુ જાણનારો ' એવો અવાજ આવે છે એટલે જાણે કે તે બીજાને જાણે છે અને તે (જાણવું એ ) એનું (બીજાનું) કાર્ય છે એમ તેને થાય છે. પણ એમ નથી. કેમ કે બીજાને જાણવાને કાળે પણ પોતાની પર્યાય પોતાથી જણાણી છે. અને તે પર્યાય પોતાથી થઈ છે. એટલે કે જાણવાની પોતાની પર્યાય પોતાથી થઈ છે અને તે જાણે છે. પ્રશ્ન:- ‘ બીજા કોઈ નથી' એમ કહ્યું છે તો બીજો એટલે " કોણ ? Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૭ સમાધાનઃ- બીજો એટલે કે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. અહા ! વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ (આગળ ૧૨મી ગાથામાં) આવશે. પરંતુ અહીં તો કહે છે કે એ રાગ છે તો રાગનું જ્ઞાન અહીં થયું છે એમ નથી. તેમ જ તે (જાણનાર) રાગને જાણે છે એમ પણ નથી. પણ એ તો રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. આવી વાત છે! પ્રશ્ન:- જ્ઞાયક પણ આત્મા ને જ્ઞય પણ આત્મા? સમાધાન- જ્ઞાયક ને જ્ઞય તરીકે અહીં તો પર્યાય લેવી છે. અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જે જણાયો છે તે પર્યાય પોતાની છે. અને તેને તે જાણે છે પરંતુ પરને જાણે છે એમ નથી. તથા “વળી જે જ્ઞાયકપણે જણાયો” એમ આવ્યું છે ને? તો તે પર્યાય છે. અહા! ઝીણી વાત છે ભાઈ ! આ અનંતકાળની મૂળ ચીજનો અભ્યાસ જ નથી ને! તેથી વાત ઝીણી લાગે છે. અહા! અહીંયાં “તે જ છે, બીજો કોઈ નથી' એમ છે ને? “બીજો કોઈ નથી' એટલે કે તે પરનું રાગનું જ્ઞાન નથી. અર્થાત્ જાણનાર જાણે છે માટે જાણનારે પરને જાણ્યું છે કે પર જાણનારું જ્ઞાન છે એમ નથી. અહા! શબ્દ શબ્દ ગૂઢતા છે. કેમ કે આ તો સમયસાર છે ને! અને તેમાં પણ કુંદકુંદાચાર્ય! અહા ! ત્રીજે નંબરે આવ્યા ને! મંજિં ભવાન વીરો મંજિં નૌતમો Tળી મંત્નિ વવાર્યો... પહેલા ભગવાન, બીજા ગણધર ને ત્રીજે કુંદકુંદાચાર્ય. નૈન ધર્મોડસ્તુ મંલિમ્ II અહા! બહુ આકરી વાતો છે. આને માટે ભાઈ ! પુરુષાર્થ ઘણો જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ જ્ઞાયક ભાવ ટીકા- “જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી”—પોતે પોતાથી સત્તારૂપે વસ્તુ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી) અનાદિ સત્તારૂપ છે”—અનાદિ છે. પોતે-એની સત્તા પોતાથી ક્યાતી હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નથી. માટે ભગવાન આત્મા કે જેને અમે શુદ્ધ કહેવા માગીએ છીએ તે “અનાદિ સત્તારૂપ છે.” -અનાદિ હોવારૂપ છે. પર્યાય તો થાય ને જાય. પણ વસ્તુ કે જે રાગથી પૃથક છે એ તો અનાદિ સત્તારૂપ છે, અનાદિથી હોવાવાળી ચીજ છે. કેમ કે તે કોઈથી ઉત્પન્ન થયો નથી. ઈશ્વરે આત્માને ઉત્પન્ન કર્યો છે કે કોઈ ઈશ્વર તેનો કર્તા છે એમ નથી. પોતે પોતાથી જ છે. પ્રશ્ન- કથંચિત્ પોતાથી ને કથંચિત્ પરથી એમ કહો તો અનેકાંત થાય ને! સમાધાનઃ- ભાઈ! પોતે પોતાથી છે ને પરથી નથી એનું નામ અનેકાંત છે. પોતાની સત્તા પોતાથી છે પણ પોતાની સત્તા પરથી નથી તે અનેકાંત છે. –આમ આત્મા અનાદિ સત્તારૂપ છે. “કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે” આત્મા કદી વિનાશ પામતો નથી. જે વસ્તુ અનાદિ સત્તારૂપ છે-જે છે-તે છે..... છે... એટલે કે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે, બસ છે એ છે જ. ચીજ અનાદિ સત્તાવાળી–હોવાવાળી છે, તેમ જ તે કદી વિનાશ પણ પામતી નથી. કદી એટલે કોઈ કાળે નાશ પામતી નથી, માટે તે “અનંત છે”ભવિષ્યમાં તે કાયમ રહેનાર છે માટે તે અનંત છે, તેનો કદી અંત નથી. અહા ! જેની કદી શરૂઆત નથી તેમ જ જેનો કદી અંત નથી એવી અનાદિ અનંત એ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૯ વસ્તુ છે. અહા ! ભાષા તો સાદી છે, પણ ભાવ તો ભાઈ ! આકરો છે! આગળ કહે છે કે “નિત્યઉદ્યોતરૂપ હોવાથી” વર્તમાનમાં કાયમ રહેનારો હોવાથી “ક્ષણિક નથી.' કોઈ ચીજ છે (હોય) અને તે પાછી ક્ષણિક હોય એમ હોતું નથી. માટે એ તો નિત્યઉધોતરૂપ છે. કાયમ એમ ને એમ છે. એટલે કે વર્તમાનમાં પણ કાયમ એવી ને એવી ધ્રુવ છે. અહા! અનાદિ અનંત સત્તાસ્વરૂપ વસ્તુ કાયમ ઉધોતરૂપ છે. અર્થાત્ તે વર્તમાનમાં પણ કાયમ ઉધોતરૂપ છે. અહા! આત્મા ભૂતકાળમાં ઉત્પન્ન થયો નથી. ભવિષ્યમાં તેનો અંત નથી અને વર્તમાનમાં તે ઉધોતરૂપ પ્રગટ છે-આમ રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવી શુદ્ધ વસ્તુ-ચીજ વર્તમાનમાં પ્રગટરૂપ હોવાથી “ક્ષણિક નથી.' તે વસ્તુ ક્ષણિક નથી. પરંતુ એ તો ધ્રુવ છે. અહા ! એક એક શબ્દ ને એક એક પદ જો બરાબર સમજે તો ઘણા બધા ન્યાય આવી જાય. તો કહે છે કે “અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક' તે જ્ઞાયક કેવો છે? જ્ઞાયક એ તો વળી જ્ઞાયક કેવો છે? સ્પષ્ટ છે. સ્પષ્ટ પ્રગટ, પ્રત્યક્ષ એ તો પ્રત્યક્ષ પ્રકાશમાન છે. વર્તમાનમાં પ્રત્યક્ષ જણાય એવી એ જ્યોતિ છે. અહા ! સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ' કહેતાં એ જે ચૈતન્ય જ્યોતિ છે તે ચૈતન્ય જ્યોતિ ચેતન... ચેતન... ચેતન. એમ પ્રત્યક્ષ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. તો, “એવો જે જ્ઞાયક, એક ભાવ છે” જોયું? એવો જ્ઞાયક એક ભાવ છે એમ કહ્યું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ જ્ઞાયક ભાવ અહા! વસ્તુ તો આવી જ અનાદિ શુદ્ધ સત્તારૂપે છે. પણ હવે અવસ્થાની વાત કરે છે કે ‘તે સંસારની અવસ્થામાં' અર્થાત્ જ્ઞાયકભાવ તો અનાદિ, અનંત નિત્ય છે. તેમ જ તે વર્તમાનમાં એટલે કે પર્યાયમાં સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિરૂપ ચીજ છે. પણ તેની અવસ્થામાં જ અનાદિની ભૂલ છે તેની હવે વાત કરે છે; ‘તે સંસારની અવસ્થામાં ' દશામાં ‘અનાદિ બંધપર્યાયની નિરૂપણતાથી ' કથનથી ‘ ( અપેક્ષાથી ) ' બંધ અવસ્થાની અપેક્ષાથી જોઈએ તો ‘ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં' ક્ષીર–દૂધ ને નીર-પાણી જેમ દૂધ ને પાણી એકરૂપ દેખાય છે છતાં દૂધ, દૂધરૂપે છે ને પાણી, પાણીરૂપે છે. એટલે કે પાણીને દૂધ ભિન્ન ભિન્ન છે. આમ ‘ક્ષીરનીરની જેમ કર્મપુદ્દગલો સાથે એકરૂપ હોવા છતાં..... દૂધ સમાન આત્મા ભિન્ન છે ને પાણી સમાન કર્મપુદ્દગલો ભિન્ન છે. અહા! પાણીના પાણીને દૂધના દૂધ એમ નથી કહેતા ? અર્થાત્ પાણી પાણીરૂપે છે ને દૂધ દૂધરૂપે છે-દૂધ ને પાણી ભિન્ન છે તેમ ભગવાન આત્મા ને કર્મપુદ્ગલો ભિન્ન છે. તો, કહે છે કે ‘કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં' છે તો આત્મા ને કર્મપુદ્ગલો એકરૂપ અર્થાત્ સાથે, છતાં પણ ‘દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો ભિન્ન છે. એટલે કે અનાદિ બંધ પર્યાયના સંબંધથી જોવામાં આવે તો આત્મા ને કર્મ એક દેખાય છે. પરંતુ વસ્તુના સ્વભાવથી જોવામાં આવે તો ભિન્ન છે એમ કહે છે. ઉપ૨ કહ્યું તે સમજાણું ? કે ‘સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણતાથી Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયકભાવ ૨૧ (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે “એકરૂપ હોવા છતાં જો પર્યાયને જાણે તો પર્યાયમાં એકરૂપ છે, પર્યાયની સાથે કર્મપુદ્ગલો દેખાય છે. છતાં પણ ‘દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો...' વસ્તુનો જે કાયમી અસલી સ્વભાવ છે તેની અપેક્ષાથી જોવામાં આવે તો અનાદિ, અનંત, નિત્યઉધોતરૂપ ને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ એવો જે દ્રવ્યસ્વભાવ છે તેની અપેક્ષાથી જોવામાં આવે તો-“દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા..' કષાયના ચક્રનો અંત લાવવો તે મહા-અનંતો પુરુષાર્થ છે. દુરંત-દુર:+અંત= જેનો મહા પુરુષાર્થથી અંત આવે છે એવું તે કષાયચક્ર છે. માટે તેને દુરંત કષાયચક્ર કહ્યું. કષાયસમૂહના અપાર ઉદયોની” એમ લીધું છે. કેમ કે કષાયચક્ર કહ્યું છે ને! તો, કહે છે કે “કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર” કર્મના નિમિત્તના સંબંધમાં જોડાતા તેની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે કાંઈ પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો... પુણ્ય-પાપ એ નવા પરમાણુનું બંધન થાય તેની-કર્મની-વાત છે. અને તેને ઉત્પન્ન કરનારા એ શુભાશુભભાવના સ્વભાવે પરિણમતો નથી.' શું કીધું? કે દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો.... એકરૂપ નથી પણ અનેકરૂપ છે. તો, શુભભાવ પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ જ્ઞાયક ભાવ અનેકરૂપ છે-તેના અસંખ્ય પ્રકાર છે અને અશુભભાવ પણ અનેકરૂપ છે, તેના અસંખ્ય પ્રકાર છે. અને તે રૂપે દ્રવ્યના સ્વભાવથી જોવામાં આવે તો આત્મા પરિણમતો નથી. અહી પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભઅશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. દ્રવ્યસ્વભાવથી એટલે વસ્તુસ્વભાવથી જોઈએ તો, પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા તો શુભાશુભભાવ છે. અને તે ભાવરૂપે વિશુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા થયો જ નથી. શુભાશુભભાવરૂપે દ્રવ્ય સ્વભાવ કદી થયો જ નથી. કેમ કે એ તો જ્ઞાયકસ્વરૂપ છે. જ્યારે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા શુભાશુભભાવો છે તે તો અચેતન છે. તેમાં ચૈતન્યના સ્વભાવનો અંશ નથી. આત્મા તેમના સ્વભાવે થતો નથી. જયચંદજી પંડિત ખુલાસો કરે છે ( જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી.) ભાષા જુઓ! કે આત્મા શુભાશુભભાવરૂપે થાય તો જડ થઈ જાય. કેમ કે શુભાશુભભાવ તો અચેતન, અજીવ છે. જીવ જ્ઞાયક તે શુભાશુભરૂપે કે જે અજીવ-જડ છે તે રૂપે-કેમ થાય? અહા! દ્રવ્યસ્વભાવથી જોઈએ તો અંત લાવવો મુશ્કેલ છે એવી કષાયની વિચિત્રતાના વશે ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના કારણરૂપ એવા શુભાશુભભાવરૂપ આત્મા થયો નથી. આવું છે! અહા! શ્રી કુંદકુંદાચાર્યે ‘વોચ્છામિ સમયપાદુહું'– હું (સમયસાર) કહીશ-એમ કહ્યું છે ને! તો હું કહીશ” નો અર્થ એ થયો કે કોઈ સાંભળનારા છે તેને કહે છે, તારો નાથ-અંદર જે ચૈતન્યસ્વરૂપ સ્વ જ્ઞાયકભાવ પડયો છે તે-શુભ ને અશુભભાવરૂપે થયો નથી. અહા ! કર્મના ચક્રનો અંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૨૩ લાવવો મુશ્કેલ છે. છતાં, તેના વશે પ્રવર્તતા પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા તે શુભ ને અશુભભાવરૂપે દ્રવ્યસ્વભાવ કદી થયો નથી. જોયું? “જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી' એમ કહ્યું છે. એટલે કે એ શુભાશુભને જડ કીધા છે. અહા ! ચૈતન્યસ્વરૂપ જે જ્ઞાયક છે તે તો ચૈતન્યના પ્રકાશનો પૂંજ છે. જ્યારે શુભાશુભ ભાવ તો અંધારાં છે. અર્થાત્ ચૈતન્ય પ્રકાશનો શુભા-શુભભાવમાં અભાવ છે. માટે તે પ્રકાશ, અંધારારૂપ કેમ થાય? જ્ઞાયક, શુભાશુભપણે કેમ થાય? “તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી.' -આ કારણે-જ્ઞાયકભાવ ભગવાન આત્મા શુભાશુભપણે થયો નથી તેથી–તેને ગુણ સ્થાનના ભેદ પણ લાગુ થતા નથી. અહા! શિષ્યનો પ્રશ્ન એમ હતો કે તમે જે શુદ્ધાત્મા કહો છો તે છે કોણ, તે કેવો છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ! જેને જાણે તો જ આત્માનું હિત થાય ને અહિત ટળે એ શું ચીજ છે? ત્યારે (તેના ઉત્તરમાં) કહ્યું કે એ આત્મા (શુદ્ધાત્મા) અનાદિ અનંત, નિત્ય ઉધોતરૂપ ને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, જો કે સંસાર અવસ્થામાં પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર તથા દુરંત કષાયચક્રનો જે ભાવ છે તેવા શુભાશુભભાવ થાય છે–તેની અવસ્થામાં શુભાશુભ થાય છે. તો પણ એ શુભાશુભપણે જ્ઞાયક થતો નથી. વસ્તુ જે જ્ઞાયક ભાવ છે તે શુભાશુભપણે થતી જ નથી. જો તે (જ્ઞાયક ભાવ) શુભાશુભપણે થાય તો જડ થઈ જાય. કારણ કે જ્ઞાયક ભાવમય વસ્તુ છે તે જ્ઞાનરસરૂપ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. જ્યારે શુભાશુભ છે તે અચેતન-અંધારા સ્વરૂપ છે. માટે તે રૂપે આત્મા થાય તો આત્મા જડ થઈ જાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ જ્ઞાયક ભાવ તેથી તે શુભ કે અશુભભાવરૂપે જ્ઞાયક વસ્તુ થતી નથી. અને તે કારણે અર્થાત્ જ્ઞાયકવસ્તુ કે જે પદાર્થ છે તે શુભાશુભ રૂપે નહિ હોવાથી-શુભાશુભરૂપે નહિ પરિણમવાથી–તેમાં પ્રમત્ત અપ્રમત્ત એવા પર્યાયના ભેદો નથી, આ તો મૂળ ગાથા છે. જેમ લોકો છઠ્ઠીના લેખ કહે છે ને! અહા! ચૈતન્યસ્વરૂપ-જ્ઞાયકસ્વરૂપ-વસ્તુ કે જે એકલા જ્ઞાનરસે, આનંદરસે, શાંતરસે, વીતરાગરસસ્વરૂપે જ બિરાજમાન છે તે રાગરૂપે કેમ થાય? એટલે કે જિનસ્વરૂપે-વીતરાગ સ્વરૂપે બિરાજમાન જ્ઞાયક ભાવમય આત્મા રાગરૂપે કેમ થાય? પ્રશ્ન:- ત્યારે રાગરૂપે કોણ થાય છે? સમાધાન- પર્યાયમાં રાગ થાય છે પણ વસ્તુમાં રાગ નથી. શીતળ... શીતળ... શીતળ એવા ચૈતન્ય પ્રકાશનો પુંજ ચંદ્ર છે. તો પછી તે અશીતળ એવા જે વિકાર ને આકુળતા છે તે રૂપે કેમ થાય? એ વસ્તુ શું છે? (કવી છે?) એ તો જિનચંદ્ર સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા છે. ચૈતન્યના રસથી ભરેલો પ્રભુ છે. માટે તે વસ્તુ સ્વભાવ જ્ઞાયકભાવ, અચેતન એવા એ શુભાશુભ પરિણામના ભાવપણે કેમ થાય? તેથી તે ( જ્ઞાયકભાવ ) પ્રમત્ત-અપ્રમત્ત નથી. અહીંયાં સુધી તો આવી ગયું છે. હવે છેલ્લી એક મુદ્દાની લીટી રહી છે. પ્રશ્ન:- જ્ઞાયકભાવને શુદ્ધ કેમ કહ્યો? જે શુભાશુભભાવે પરિણમતી નથી તે ચીજને તમે શુદ્ધ કેમ કીધી? સમાધાન- તે શુદ્ધ તો છે જ. પણ કોને? જે તેને અન્ય દ્રવ્યના ભાવથી ભિન્નપણે એટલે તેનું લક્ષ છોડીને તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૨૫ જાણવાનું સર્વથા બંધ કરીને તેનાથી ભિન્નપણે ઉપાસના કરે અને જ્યારે તેનું લક્ષ છોડે છે ત્યારે વિકારનું લક્ષ પણ સાથે છૂટી જાય છે. આવો માર્ગ છે. અહીં અન્ય દ્રવ્યના ભાવોનો અર્થ કર્મ કર્મનો રસ આદિ કરવો પણ વિકાર ન લેવો. મોક્ષ માર્ગ પ્રકાશકમાં અન્ય દ્રવ્યોના ભાવોનો અર્થ પરદ્રવ્ય કર્યો છે. પંડિત શ્રી ટોડરમલજીએ જ આ અર્થ કર્યો છે. (સાતમો અધિકાર) જ્ઞાયક ભાવમય આત્મા છે તો ત્રિકાળ શુદ્ધ પણ જે અન્ય દ્રવ્યના ભાવનું લક્ષ છોડીને સ્વ દ્રવ્યની પર્યાયમાં તેનું સેવન કરે છે ત્યારે તેને શુદ્ધ કહેવાય છે. એનો અર્થ એ થયો કે અન્ય દ્રવ્યના ભાવથી લક્ષ છૂટયું એટલે સ્વદ્રવ્યના તરફ ઉપાસના થઈ. એટલે વિકારનું લક્ષ પણ તેમાં સાથે છુટી ગયું, આ તો મૂળ દર્શનશુદ્ધિની વ્યાખ્યા છે. , અહા! મૂળ રકમ છે એ પવિત્ર ને શુદ્ધરૂપ જ્ઞાયક છે. અર્થાત્ છે એ તો છે. પણ એ ‘છે' તે કોને ખ્યાલમાં આવે? ‘છે' તે કોને પ્રતિતમાં આવે? ‘છે’ એનું જ્ઞાન કોને થાય? કે જે અન્ય દ્રવ્ય અને અન્યદ્રવ્યના ભાવનું લક્ષ છોડે. અર્થાત્ અન્યદ્રવ્યના ભાવમાં જે અસ્તિત્વપણાનું જોર છે તેને છોડે. અને અન્યદ્રવ્યના ભાવથી લક્ષ છૂટયું એટલે તેની પર્યાય અંતરમાં ચૈતન્યમય જ્ઞાયકભાવ તરફ ગઈ અને તે પર્યાયે તેનું સેવન કર્યું. જે વર્તમાન જ્ઞાન ને શ્રદ્ધાની પર્યાય છે તે પર્યાય પરનું લક્ષ છોડીને સ્વચૈતન્યના શાયકભાવનું જ્યાં લક્ષ કર્યું ત્યાં તે પર્યાયમાં શુદ્ધતાનું સેવન થયું એટલે કે શુદ્ધતામાં એકાગ્રતા થઈ. અને એકાગ્રતા થઈ ત્યારે તેમાં જણાવ્યું કે આ શુદ્ધ છે. બહુ ઝીણી વાત છે બાપુ ! Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬ જ્ઞાયક ભાવ અહા! જે સ્વયં જ્યોતિ સુખધામ છે, ચૈતન્યધામ છે એવા પ્રભુ આત્માનું સેવન કરતા એટલે કે પરનો આશ્રય તેમજ લક્ષ છોડી દઈને સ્વચૈતન્ય જ્ઞાયકભાવનું લક્ષ કરતાં એટલે કે તેની પર્યાયમાં તેના તરફનું વલણ થાય ત્યારે. અને તો જ એ પર્યાયમાં દ્રવ્યનું સેવન થયું કહેવાય. વસ્તુ તો શુદ્ધ છે જ. પણ તેને ભિન્નપણે ઉપાસવામાં આવતાં શુદ્ધ કહેવાય છે. જેને પર્યાયમાં શુદ્ધપણું જણાયું છે. શુદ્ધ દશામાં આ શુદ્ધ છે એમ જેને જણાવ્યું છે તેને શુદ્ધ કહેવાય છે. અહા ! એક કોર ભગવાન જ્ઞાયક ભાવ ને બીજી કોર બીજાં બધાં અનંત દ્રવ્યો જો કે કર્મનું અહીં મુખ્યપણું છે અહીં મુખ્ય કર્મ છે. તો તેના તરફનું જે લક્ષ છે અને જ્ઞાયક ભાવથી તો અનાદિથી લક્ષ છૂટી ગયેલું છે. તેથી તેની પર્યાયમાં આ જ્ઞાયક ભાવ શુદ્ધ છે એવી દષ્ટિ તો થઈ નથી. અને તે કારણે અન્ય દ્રવ્ય તરફનું લક્ષ છે. તો હવે તેનાથી ભિન્નપણે સેવતા અર્થાત્ અન્યદ્રવ્યના ભાવ અને અન્યદ્રવ્યથી જ્ઞાયક ભાવને જુદો પાડતા એટલે કે સ્વદ્રવ્ય ઉપર લક્ષ જતાં-વર્તમાન પર્યાયમાં શુદ્ધતા થાય છે. એટલે સ્વદ્રવ્ય ઉપર લક્ષ ગયું એ શુદ્ધતા છે. અને તે શુદ્ધતા દ્વારા “આ જ્ઞાયક ભાવ શુદ્ધ છે” એમ જણાય છે. તથા ત્યારે તેને માટે તે શુદ્ધ છે. પરંતુ જેને “એ શુદ્ધ છે” એમ જણાયું નથી અને પર્યાયમાં જેને અશુદ્ધતા જ જણાય છે તથા અશુદ્ધતા ઉપર જ જેનો અનુભવ છે એટલે કે પર્યાય ઉપર જ જેની રુચિ અને દૃષ્ટિ છે તેને તો તે શુદ્ધ છે નહીં. વસ્તુ ભલે શુદ્ધ છે તો પણ તેને માટે તે શુદ્ધ છે નહીં. સમયસાર, તેની એક-એક ગાથા ને તેના એકએક પદ સર્વજ્ઞ અનુસારિણી ભાષા છે. ત્રિલોકનાથ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૨૭ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી ચીજ જ આ પ્રભુ-સંત (શ્રી કુંદકુંદાચાર્ય ) કહે છે. તે પણ ન્યાયથી તેના ખ્યાલમાં આવી શકે છે. જો ન્યાયથી તેના ખ્યાલમાં આવે અને પછી અંદરમાં જાય તો અનુભવ થાય. ગઈકાલે એક પદનો અર્થ કરવાનું બાકી રાખ્યું હતું ને! કારણ કે તે કંઈ ઝટ ઉકલે એવું નહોતું. તો કહે છે કે જે જ્ઞાયક છે તે જ એટલે જે ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, જેમાં કોઈ પર્યાય નથી. જેમાં શુભાશુભભાવ નથી તેમજ જેમાં પ્રમત્ત અપ્રમત્તના ભેદ નથી એવી ચીજ છે તે છે. જ્યારે અન્ય દ્રવ્યનો ભાવ તો અંદર જે કર્મનો ઉદયભાવ છે તે છે પછી ભલેને તીર્થંકર નામ કર્મનો ઉદય હોય. પણ તે બધા ભાવો અનેરા છે. પોતે તો જ્ઞાયક આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. ચૈતન્ય ચંદ્ર છે. અર્થાત વસ્તુ જિનસ્વરૂપી જ છે. ‘ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મતિ-મદિરા કે પાનસોં, મતવાલા સમુઝૈ ન’ (સ. સાર નાટક અંતિમ પ્રશસ્તિ-૩૧ શ્લોક) પણ જેનો અભિપ્રાય રાગનો અને પરનો છે અર્થાત્ જેને રાગ અને પરની રુચિ છે એવા રુચિવાળાને આ વસ્તુ જિનસ્વરૂપી છે તો પણ, તેની ખબર નથી. અહા! આ વસ્તુ છે તો જિનસ્વરૂપ એટલે કે તે છે તો શુદ્ધ. અરે તેને શુદ્ધ કો જિનસ્વરૂપ હો, જ્ઞાયક કહો, ધ્રુવ કો, અભેદ કહો કે સામાન્ય કહો એક જ છે. તો આવી ચીજ હોવા છતાં તેની સમીપમાં એ દ્રવ્ય પડયું હોવા છતાંઅજ્ઞાનીનું ૫૨ ઉપર લક્ષ છે તેથી, તેની તેને ખબર નથી. અહા ! એક સમયની પર્યાયની સમીપમાં પ્રભુ પડયો જ છે. જ્ઞાનની, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ જ્ઞાયક ભાવ જાણવાની જે એક સમયની પર્યાય છે તે પર્યાયની સમીપ જ અનાકુળ આનંદનો નાથ ભગવાન આત્મા-આખી ધ્રુવ ચીજ પ્રભુ આત્મા-પડ્યો છે. છતાં પણ ત્યાં અજ્ઞાનીની નજર નહિ હોવાથી તેને તેની ખબર નથી. અરે! ૧૭-૧૮ ગાથામાં તો એમ કહ્યું છે કે તેની વર્તમાન જ્ઞાનપર્યાયમાં આખું દ્રવ્ય જ જણાય છે. ઝીણી વાત છે બાપા! પ્રભુ! તારી પ્રભુતાનો પાર ન મળે. જેની પ્રભુતાની પૂર્ણતાનું કથન કરવું પણ કઠણ પડે એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બિરાજે છે. તો, આ એવો સર્વોત્કૃષ્ટ નાથ એક સમયની પર્યાયમાં જે પડેલો છે તે અજ્ઞાનીને પણ સમીપમાં છે. નજરમાં છે, કેમકે પર્યાય સ્વભાવ જ એવો છે. શું કહ્યું? કે જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે આખું દ્રવ્ય જ એ જાણે છે. કહે છે કે એક સમયની જ્ઞાનની વર્તમાન ઉઘડેલી જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય જ જણાય છે. પણ અજ્ઞાનીની દષ્ટિ ત્યાં નથી. અનાદિની તેની દષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ અને કાં તેને જાણનારી એક સમયની પર્યાય ઉપર છે. બસ, ત્યાં આગળ જ એ ઊભો છે. તેથી તે મિથ્યાદષ્ટિ છે, સત્યદષ્ટિથી વિરુદ્ધ દષ્ટિવાળો છે. પરંતુ સત્ય જે પ્રભુ આત્મા છે, તેને જ્ઞાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, પૂર્ણાનંદનો પ્રભુ કહો કે સત્ય સાહેબો કહો એક જ છે. તો તેની ઉપર અજ્ઞાનીની નજર નથી. જોકે એ છે તો પર્યાયમાં જણાય એવી ચીજ. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ. જ્ઞાયક ભાવ જણાય છે. એમ પરમાત્મા પ્રભુ કહે છે. ત્રિલોકનાથ જિનેશ્વરદેવના કેડાયત સંતો આમ કહે છે એટલે કે પ્રભુ જ આમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૨૯ તો કહે છે કે પ્રભુ! એકવાર સાંભળ કે તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા છે તેનો સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી, ભલે તારી નજર ત્યાં ન હોય તો પણ, તે પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે, અરેરે! આ વાત કયાં છે? અરે! કયાં જાવું છે ને પોતે કોણ છે તેની ખબર જ નથી. અહા! ત્રિલોકનાથ એમ કહે છે કે ભગવાન આત્મા ! પ્રભુ! તું જેવડો મોટો પ્રભુ છો એવડો તારી એક સમયની પર્યાયમાં-અજ્ઞાન હોય તોપણ પર્યાયમાં-જણાય જ છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. માટે તે પર્યાયમાં સ્વ- (આત્મા) પ્રકાશે તો છે જ, પણ તારી નજર ત્યાં નથી. તારી નજર દયા કરી, વ્રત પાળ્યાં, ભક્તિ કરી, અને પૂજાઓ કરી-એવો જે રાગ છે તેના ઉપર છે અને તે નજ૨ને લઈને તને રાગ જ જણાય છે જે મિથ્યાબુદ્ધિ છે. અર્થાત રાગને જાણનારી જે જ્ઞાન પર્યાય છે. તે જ પર્યાય સ્વને જાણનારી છે. પરંતુ તેમાં (સ્વમાં) તારી નજર નહીં હોવાથી તને રાગ અને પર્યાય જ જણાય છે. જે મિથ્યાબુદ્ધિ, મિથ્યાદષ્ટિ છે. પણ એની દૃષ્ટિ પરદ્રવ્ય અને તેના ભાવ ઉપરથી છુટી ગઈ છે તેમ પર્યાયના ભેદ ઉપરથી પણ જેનું લક્ષ છૂટી ગયું છે અને અન્ય દ્રવ્યના ભાવથી પણ લક્ષ છૂટયું એટલે કે રાગથી લક્ષ છૂટયું તો પર્યાયથી પણ લક્ષ છૂટી ગયું. આવી વાત છે બાપુ! સમ્યગ્દર્શનની ધર્મની પહેલી જ ચીજ આવી છે. બહુ આકરી ચીજ છે. તત્ત્વની દૃષ્ટિ કર્યા વિના લોકો એમ ને એમ જિંદગી ગાળીને ચાલ્યા જશે. પરંતુ એથી તો ચોર્યાસીના જ અવતાર કરવા પડશે, જ્યાં કોઈ તેનું નથી Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦ જ્ઞાયક ભાવ અને તે કોઈનો નથી. કયાં જઈને અવતરશે? તો એકવાર જ્યાં પ્રભુ છે ત્યાં નજ૨ કરને ! જ્યાં ચૈતન્ય સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા છે ત્યાં નજર કરને! અહા ! અકેલા અખંડ આનંદની કંદ, પૂર્ણાનંદ સ્વરૂપ, ચૈતન્યરસથી ભરેલો અને જિનસ્વરૂપ આત્મા છે. અર્થાત્ ત્રિકાળ જિનસ્વરૂપી, વીતરાગસ્વરૂપી પ્રભુ આત્મા છે. પ૨નું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી અને રાગને જાણનારી પર્યાયનું પણ લક્ષ છોડી... જ્યારે લક્ષ આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટે. અહા ! છઠ્ઠી ગાથા બહુ મુદ્દાની ૨કમ છે. તો, કહે છે કે · સમસ્ત અન્યદ્રવ્યોના '..... અહા ! ‘સમસ્ત ’ લીધું ને! તો તેમાં તીર્થંકર પણ આવ્યા અને તીર્થંકરની વાણી પણ આવી. માટે, તેના ઉપરથી પણ લક્ષ છોડી દે. અહા ! સમસ્ત અન્યદ્રવ્ય અને તેના ભાવોથી અર્થાત્ ભગવાનનો ભાવ જે કેવળજ્ઞાન છે અને કર્મનો ભાવ જે પુણ્યપાપનો રસ છે તે બધાથી પણ લક્ષ છોડી દે. તો, ‘અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો '–જ્ઞાયક ભાવને રાગથી, નિમિત્તથી જુદો સેવવામાં આવતાં (શુદ્ધ કહેવાય છે.) અહા ! જ્ઞાયક ભગવાન આત્મા તો પૂર્ણસ્વભાવથી ભરેલ જિનચંદ્ર છે. વીતરાગી શીતળ સ્વભાવથી પૂર્ણ ભરેલો તે ભગવાન છે. તો તેના ઉપર લક્ષ જતાં એટલે કે તેની પર્યાયમાં તેનું લક્ષ થતાં તેની સેવા થાય છે. અર્થાત્ તેની પર્યાયમાં દ્રવ્યનું લક્ષ થવું એ તેની સેવા છે. લ્યો, આ દ્રવ્યની સેવા. જુઓ, આમાં કેટલું ભર્યું છે! અરેરે ! જગત કયાં પડયું છે Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧ જ્ઞાયક ભાવ અને કયાં અનાદિથી રખડતું એમ ને એમ ચાલ્યું જાય છે ! અહા! મિથ્યાત્વથી ૮૪ના અવતાર કરી કરીને-કાગડાના, કુતરાના, નિગોદના ભવ કરી કરીને રખડી મરે છે. અરે, સાધુ પણ અનંતવાર થયો, દિગંબર સાધુ પણ અનંતવાર, સાધુ પણ અનંતવાર થયો. છતાં પણ દષ્ટિ રાગ અને પર્યાય ઉપર જ છે. પરંતુ જ્યાં પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મા છે ત્યાં તેની ઉપાસના ના કરી. એનો અર્થ એ એ છે કે તેનો સ્વીકાર-સત્કાર ન કર્યો. એટલે કે તેનો આશ્રય ન લીધો. અહીં કહે છે કે તે (જ્ઞાયક ભાવ) “ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે.” એ રાગ અને પર્યાયનું લક્ષ છોડી જે સ્વરૂપની સેવા કરનાર છે તેને તે શુદ્ધ કહેવાય છે. એટલે કે સ્વરૂપનું લક્ષ થતાં તેની પર્યાયમાં જે શુદ્ધતા થાય છે તે શુદ્ધતાએ દ્રવ્યની સેવા કરી અર્થાત્ શુદ્ધતાએ દ્રવ્યનો સ્વીકાર કર્યોશુદ્ધતાની પર્યાયે શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર કર્યો. અને તેની તે શુદ્ધ પર્યાયમાં શુદ્ધ દ્રવ્ય જણાયું. તથા તેને માટે તેને (જ્ઞાયક ભાવને) શુદ્ધ કહેવામાં આવે છે. આ તો ગંભીર ભાષા છે ભાઈ ! અને આ તો ૧૯મી વાર વંચાય છે. સમયસાર પહેલેથી તે અંત સુધીકોઈવાર દોઢ વરસ, કોઈ વાર બે વરસ, કોઈવાર અઢી વરસ એમ ૧૮ વાર તો ચાલી ગયું છે. જ્યારે આ તો ૧૯મી વારની શરૂઆત છે ગજબ વાત છે. અહા! ત્રણ લોકના નાથ વીતરાગ ભગવાનની વાણીની જાહેરાત સંતો આડતિયા થઈને કરે છે પ્રભુ! તું કોણ છો એ તને કયારે ખબર પડે! તું શાયક છો કે જેમાં શુભાશુભભાવ છે જ નહીં તેથી તેમાં પર્યાયભેદ પણ છે જ નહીં. પરંતુ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ જ્ઞાયક ભાવ તેની તને કયારે ખબર પડે? જે શુદ્ધ છે તે તો છે જ પણ તેની ખબર કયારે પડે? કે તું જ્યારે પરના લક્ષને છોડી દઈને દ્રવ્યને ધ્યેય બનાવ ત્યારે કેમ કે તેને ધ્યેય બનાવતા જે પર્યાયમાં તેનો સત્કાર થયો, ઉપાસના થઈ, શુદ્ધતા પ્રગટી તે સમ્યગ્દર્શન જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ છે એમ જણાય છે. સમજાણું કાંઈ? આવી વાત છે કઠણ વાત છે. બાપુ ! અહા ! વીતરાગ માર્ગ લોકોને મળ્યો જ નથી. તેથી બહારની પ્રવૃત્તિમાં કે જે રાગમાર્ગ-સંસારમાર્ગ છે. તેમાં તેઓ પડ્યા છે, રચ્યા-પચ્યા છે. થઈ રહ્યું ! અહા ! આ પૂજા, ભક્તિ, વ્રત, તપ અને ઉપવાસ એ બધો રાગમાર્ગ છે, અન્યમાર્ગ છે. પણ જૈનમાર્ગ નથી. અહીં પ્રભુ એમ કહે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એમ પૂછયું હતું તો તેનો ઉત્તર આ છે કે પરદ્રવ્ય અને તેના ભાવનું લક્ષ-સંપૂર્ણપણે છોડી દઈને પૂર્ણ શુદ્ધજ્ઞાયક ભાવ ઉપર લક્ષ કરતાં જેને પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય તે જીવને શુદ્ધ કહેવામાં આવે છે. અંતર સ્વભાવના આશ્રયને લઈ તેનો સત્કાર અને તેના સન્માનને લઈને જ્યારે પર્યાયમાં શુદ્ધતાનું ભાન થયું, સમ્યગ્દર્શન થયું ત્યારે તે જીવને “આ શુદ્ધ છે' એમ કહેવામાં આવે છે. આકરી વાત છે બાપા! પણ શું થાય? અરે! આ અનંતકાળ એમ ને એમ ચાલ્યો ગયો! જૈન કુળમાં અનંતવાર જન્મ્યો છે. અરે! ભગવાનના સમવસરણમાં પણ તે અનંતવાર ગયો છે. પણ અહીં (આત્મામાં) જે જાવું જોઈએ-જવાનું છે ત્યાં તે ન ગયો. અને તેની રીત શું તેની પણ તેને ખબર ન પડી. લ્યો, આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ જ્ઞાયક ભાવ એક લીટીમાં આવો ભાવ ભર્યો છે. ગમે તેટલો વિસ્તાર કરીએ તો પણ એનો તો પાર આવે એવું નથી, બાપા! ભગવાનની વાણી અને તેના ભાવ જે અંતરમાં ભાસે છે એટલા તો ભાષણમાં આવે નહીં. આવી શકે નહીં, આવતા નથી. ભાસે છે તેટલું ભાષણમાં ન આવે. જુઓને! સાક્ષાત્ આવી વાણી પડી છે. અહીં કહે છે કે તે જ્ઞાયક ભાવ પુણ્ય-પાપપણે થયો નથી. એટલે કે પુણ્ય-પાપના થવાનું કારણ એવો જે શુભાશુભભાવ છે તે પણ પ્રભુ જ્ઞાયક ભાવ તો થયો જ નથી. તેને લઈને એમાં પર્યાય નથી, તેથી પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદો પણ એમાં નથી. તો એવો જે અભેદ ભગવાન આત્મા છે-શુદ્ધ અને એકરૂપ જ્ઞાયક પ્રભુ આત્મા છે તે કોને માટે શુદ્ધ કહેવાય ? કોણ તેને શુદ્ધ કહે? કે જેને પરદ્રવ્યનો આશ્રય અને સત્કાર છૂટી ગયો છે. અને જેણે શુદ્ધ તરફનો સત્કાર કરી શુદ્ધનો આશ્રય કર્યો છે તે અર્થાત્ કોઈ અધિક હોય તો પણ હું, શુદ્ધ હોય તો પણ હું ચમત્કારિક ચીજ હોય તો પણ હું અને પ્રભુ હોય તો પણ હું આમ જેને પૂર્ણાનંદ ભગવાન આત્મા સિવાય કોઈ પણ પર ચીજની અધિકતા, વિશેષતા, અચિંત્યતા અને બધો ચમત્કાર છૂટી ગયો છે તે સમજાણું કાંઈ ! આવું છે! અરેરે ! જગતમાં બધા આખી જિંદગી મજૂરી કરીને ચાલ્યા જાય છે. આ સ્ત્રી, પુત્ર અને ધંધાને સાચવવા તે બધી મજૂરી છે હો. રાગના મોટા મજૂર છે! અને કદાચિત્ શુભભાવમાં આવ્યો અને શુભભાવ કરે તો પણ તે રાગની મજૂરી છે, રાગના મજૂર . Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ જ્ઞાયક ભાવ અહા! શુભરાગ એ મજૂરી છે. તે તારી ચીજ નથી પ્રભુ ! અરે ! તારી ચીજમાં તો પર્યાય પણ નથી. અને આવી ચીજને પકડતાં જે પર્યાય થાય તે પર્યાયમાં શુદ્ધતામાં-“આ શુદ્ધ છે” તેમ જણાય છે. પણ એ દયા, દાન ને વ્રતના વિકલ્પના ભાવથી જણાય એવી નથી. કારણ કે એ તો રાગ છે, દુ:ખ છે. અહા ! વ્રત, તપ, ભક્તિ ને પૂજા એ તો રાગ છે, અને એ રાગ તો દુઃખ છે, જ્યારે ભગવાન આત્મા તો આનંદસ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે. તો તેની સેવા કરતાં એટલે કે તેનો સત્કાર કરતાં, તેનો આદર કરતાં, તેનું અધિકપણે કરતાં, બીજા કરતાં તેનું અધિકપણું ભાસતાં જેને પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય તેને આ શુદ્ધ છે' એમ કહેવામાં આવે છે. ગજબ વાત છે ને! અહા! આ પ્રભુનાં વચનો છે બાપુ! બાકી બધાં થોથાં છે. સમજાણું કાંઈ ? એટલે કે સમજાઈ જાય તો તો અલૌકિક વાત છે. પણ સમજાણું “કાંઈ ” એટલે આ કઈ પદ્ધતિથી કહેવાય છે, કઈ રીતથી કહેવાય છે તેની ગંધ પણ આવે છે? એમ તેનો અર્થ છે. અરેરે ! પણ અનાદિથી મૂળ વાત મૂકીને બીજી વાત પકડીને તે બેઠો છે. મૂળ ભગવાન આત્મા પડ્યો છે ત્યાં જાતો નથી અને રાંકાપામર-એવા પુણ્ય ને પાપના ભાવને પકડીને તે બેઠો છે. અહા ! પુણ્ય ને પાપના ભાવ ભિખારા, રાંકા, પામર છે અને તેને પકડીને તે બેઠો છે. અરે! એક સમયની પર્યાય પણ પામર છે. સમ્યગ્દષ્ટિજીવને પૂર્ણ સ્વરૂપ પર્યાયમાં જણાય છે. છતાં એ પર્યાય પણ કેવળજ્ઞાનની પાસે પામર છે. તો પછી જે પર્યાયમાં હજી શું વસ્તુ છે તે જણાવ્યું નથી તેમ જ જે પર્યાય પરને જાણવામાં રોકાણી છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ જ્ઞાયક ભાવ પરને જાણીને ત્યાં રોકાણી છે તે તો ભિખારીમાં ભિખારી રાંક પર્યાય છે. અર્થાત્ જે પર્યાયમાં ભગવાન આત્મા આવ્યો નથી પણ જેમાં પામર પુણ્ય ને પાપ-દયા, દાન ને વ્રતનો પામર રાગ જેમાં આવ્યો છે તે પર્યાય તો ભિખારી છે, પામર છે. અત્યારે તો મુશ્કેલી પડે એવું છે. કેમ કે અત્યારે તો શ્રદ્ધાના નામે મોટા ગોટા છે. પછી ભલેને તે મોટાં વ્રત પાળે, ભક્તિ કરે અને કરોડો રૂપિયા મંદિરમાં ખર્ચે તો પણ તે બધા ગોટા છે, ફોફાં ખાંડે છે. કદાચિત રાગની મંદતા હોય તો પણ તે પુણ્યનાં થોથાં છે. તેમાં કાંઈ જન્મ-મરણનો અંત નથી પ્રભુ! ઊલટાનું એ બધાં તો જન્મ-મરણના બીજડાં છે. એ શુભભાવ પણ મારો છે અને તેને હું કરું છું એવો જે મિથ્યાત્વભાવ છે તે અનંતા ૮૪ના અવતારનો ગર્ભ છે. તેમાંથી અનંતા અવતાર થશે. નિગોદ, નરક અને પશુ-ઢોરના અવતારો તેમાંથી થશે. ત્યાં કોઈની સિફારિશ કામ નહીં આવે કે મેં ઘણાને સમજાવ્યા હતા અને ઘણાને જૈનમાં-વાડામાં ભેગા કર્યા હતા. બાપુ! એ વસ્તુ જુદી છે. અહીં તો કહે છે કે બોલવાનો વિકલ્પ પણ મારો નથી. અરે! ભગવાનનો ત્રણ લોકના નાથનો આત્મા અને તેમની વાણી પર મારી નથી. કેમ કે તેના લક્ષમાં જે હું જાઉં તો મને રાગ થાય છે. માટે એ લક્ષ છોડીને ચૈતન્ય ભગવાન શાયક ભાવની નજર કરું છું અહા ! પરમ પીંડ પ્રભુ આત્મા પાસે જ પડ્યો છે. એક સમયની પર્યાયની પાસે જ તે પડ્યો છે. તો, ત્યાં નજર કરતાં તે નજરમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થાય છે. અને તેને એ આત્મા શુદ્ધ છે એમ કહેવામાં આવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ જ્ઞાયક ભાવ છે. સમજાણું કાંઈ? અહા ! છઠ્ઠી અને ૧૧મી ગાથા તો અલૌકિક છે. અને આ તો એક પદની જ વ્યાખ્યા ચાલે છે. એનો તો પાર નથી. અહા ! સમ્યગ્દષ્ટિ-જ્ઞાની-સંતોની આત્માના આનંદના અનુભવી એવા સંતોની વાણીનું શું કહેવું? હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને... કાયરનાં ત્યાં કામ નથી. પુણ્યમાં ધર્મ છે અને પાપમાં અધર્મ છે એમ માનનાર પામર એવા મિથ્યાષ્ટિ જીવોનું અહીં કામ નથી. અહીં તો અંતરના પુરુષાર્થીનું કામ છે. અંતર સ્વરૂપનો સ્વીકાર કરનાર પુરુષાર્થ છે. અને એવા પુરુષાર્થવાળાની આ તો વાત છે એમ કહે છે. હવે છેલ્લા-ચોથા પદની વ્યાખ્યા: “દાહ્યના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. શું કહે છે? કે અગ્નિને બાળનાર કહેવાય છે. કેમ કે તે બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી”...... અગ્નિ લાકડાને કે છાણાને બાળે છે ત્યારે આકાર તો તેના જેવો થાય છે ને! જેવું છાણું અને લાકડું છે તેવો અગ્નિનો આકાર થાય છે ને! છતાં પણ એ આકાર કાંઈ લાકડા કે છાણાને લઈને થયો નથી. પણ એ તો અગ્નિનો આકાર છે. છાણાને અગ્નિ બાળે તો જેવું છાણું હોય તેવો અગ્નિનો આકાર તો થાય છે. છતાં એ આકાર અગ્નિનો છે, પણ છાણાનો નથી. બળવા યોગ્ય વસ્તુને આકારે થયો માટે અગ્નિ દાહ્યના આકારે પરાધીનપણે થયો છે એમ નથી. આ હજી તો દષ્ટાંત છે હો. આત્મામાં તો પછી ઊતરશે. અહા ! દાહ્યના (બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૩૭ એટલે કે છાણું, લાકડું કોલસા વગેરેને આકારે અગ્નિ થવાથી દહન–બાળનાર કહેવાય છે. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. બળવાયોગ્ય પદાર્થના જેવો આકાર અગ્નિમાં થયો છે માટે તે દાહ્યની અપેક્ષાથી ત્યાં (અગ્નિમાં) તેવો આકાર થયો છે એવી અશુદ્ધતા પરાધીનતા અગ્નિને નથી. એ જે અગ્નિને આકાર થયો છે તે પોતાથી થયો છે, એવા આકારે અગ્નિ પોતાથી થયો છે. એ છાણું, લાકડું ને કોલસો એવા આકારે અગ્નિ થયો છે માટે તે બળવાયોગ્ય પદાર્થના કારણે તેવા આકારે અગ્નિ થયો છે એવી બળવાયોગ્યની પરની પરાધીનતા અગ્નિને છે નહીં. બળવાયોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને બાળનાર કહેવાય છે. તો, “બાળનાર” છે એટલે એવો અવાજ આવ્યો કે જે બળવાયોગ્ય છે તેને તે બાળે છે. એટલે કે તેને આકારે તે થયો છે, પણ એમ નથી. તે વખતે પણ અગ્નિ પોતાને આકારે થયેલ છે. અર્થાત્ બળવાયોગ્ય પદાર્થને આકારે જે અગ્નિ થયો છે તે અગ્નિ (ખરેખર તો) પોતાને આકારે સ્વયં પોતાથી થયો છે. સમજાણું કાંઈ ? અહા! હજી આ તો દાંત છે. સિદ્ધાંત તો પછી અંદર ઊતરશે. તો, કહે છે કે “તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી.” બળવાયોગ્ય પદાર્થના આકારે થયેલ હોવા છતાં અગ્નિને અશુદ્ધતા નથી. એટલે કે અગ્નિને એ અશુદ્ધતા (આકાર) દાહ્યને લઈને નથી. પરંતુ એ તો અગ્નિ પોતાના આકારે થયેલ છે, એ આકાર એ અગ્નિનો આકાર છે. પણ એ બળવાયોગ્ય પદાર્થનો તે આકાર નથી. તેવી રીતે શેયાકાર થવાથી જ્ઞાનસ્વરૂપી પ્રભુ શેય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ જ્ઞાયક ભાવ જણાવાયોગ્ય પદાર્થનો આકાર અહીંયાં આવવાથી તે જાણે જ્ઞયકૃત આકાર છે એમ તેને થાય છે. પરંતુ એમ નથી. એ તો જ્ઞાનનો પોતાનો જ આકાર એ રીતે પરિણમ્યો છે. ફરીને કેમ કે આ કાંઈ એકદમ સમજાય એવું નથી. તો કહે છે કે જેમ બળવાયોગ્યને આકારે અગ્નિ થાય છે તેથી બળવાયોગ્ય પદાર્થની અશુદ્ધતા એટલી પરાધીનતા છે એમ નથી. પરંતુ અગ્નિ પોતે જ એ આકારે થયો છે. એવી રીતે શેયાકાર જ્ઞાનમાં શરીર, વાણી, મન, મકાન, પૈસાનો આકાર દેખાય છે તેથી તેને આકારે અહીં જ્ઞાન થયું માટે તે જ્ઞયાકારની અપેક્ષાથી જ્ઞાન થયું છે એવી જ્ઞાનમાં અપેક્ષા નથી, એવી પરાધીનતા જ્ઞાનની પર્યાયમાં નથી. પરંતુ તે સ્વયં પોતે જ્ઞાન તે રીતે તે આકારે થયું છે. અર્થાત્ પરને જાણવા કાળે પરની જેવી ચીજ છે તેવા આકારે જ્ઞાન થાય છે. છતાં પણ એ જ્ઞાન જે જણાવાલાયક છે તેને કારણે થયું છે એમ નથી. પરંતુ તે જ્ઞાન જ પોતે પોતાથી સ્વતંત્ર તે આકારે પરિણમ્યું છે. અહા ! જ્ઞયાકાર થવાથી એટલે કે શું તે હવે જરી સૂક્ષ્મ લઈએ તો, સમકિતીને-જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગના જેવું અહીં જ્ઞયાકાર થાય છે. અર્થાત્ સમકિતીને જ્ઞાનીને પણ રાગ થાય છે. તો જેવો રાગ છે તેવી અહીં જ્ઞાનની પર્યાય થાય છે પરંતુ એથી કરીને તે જ્ઞાનની પર્યાય રાગને લઈને થઈ છે એમ નથી. પણ એ જ્ઞાનની પર્યાય જ તે આકારે પ્રણમી છે. એવા આકારે સ્વતંત્રપણે પોતાથી થઈ છે. અહા ! ધર્મી જીવને જેને આત્મજ્ઞાન થયું છે તેને હજી રાગ આવે છે. અને રાગ આકારે તેનું જ્ઞાન પણ થાય છે. પર્યાયમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes જ્ઞાયક ભાવ ૩૯ જેવો રાગ તેવું તેને જ્ઞાન પણ થાય છે. પણ તેથી રાગને આકારે તે જ્ઞાનાકાર થયું છે માટે જ્ઞાન પરાધીન છે એમ નથી. કેમ કે એ જ્ઞાનાકાર રાગના જ્ઞાનપણે થયેલા જ્ઞાનાકાર-જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે. પરંતુ તે શૈય-રાગને લઈને પરિણમ્યું નથી. અરે ! પણ કોને આ પડી છે! આખી દુનિયા બાવીસ કે ત્રેવીસ કલાક સ્ત્રી, પુત્ર ને ધંધાના પાપમાં એકલા પાપમાં ગાળે છે. કદાચ કલાક વખત મળે તો સાંભળવા જાય. પરંતુ ત્યાં બધુ ઊંધું મળે કે તમને આમ ધર્મ થશે ને આનાથી ધર્મ થશે. અને તેનો કલાક પણ લૂંટી લે. અરેરે! જિંદગી ચાલી જાય છે. અહીં પ૨માત્માનો પોકાર છે કે પ્રભુ! તે તારા સ્વભાવનો સ્વીકાર કરીને શુદ્ધતા જાણી. હવે એ શુદ્ધતા જે પર્યાયમાં આવી થઈ ને જ્ઞાન પર્યાયમાં હજુ રાગાદિ પણ થાય છે. એટલે કે તે રાગનું જ્ઞાન અહીં પર્યાયમાં થાય છે. પરંતુ તેથી જેવો રાગ છે તેવું જ અહીં જ્ઞાન થાય છે માટે−જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં થઈ છે એમ નથી. જ્ઞાન જ્ઞેયાકારે થયું માટે શેયકૃત અશુદ્ધતા તેને છે એમ નથી. પણ એ જ્ઞાનનો સ્વભાવ જ એ પ્રકારે થયો છે. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયેલું છે એવી તેની સ્વાધીનતા છે. વીતરાગનો માર્ગ ઝીણો છે બાપુ! અરે! અત્યારે તો તે કયાંય મળતો પણ નથી. ભાઈ! શું કરીએ ? વીતરાગ માર્ગ સાંભળવા પણ મળતો નથી. અહા ! અહીં શું કહે છે? કે સમ્યગ્દષ્ટિને પોતાની પર્યાયમાં દ્રવ્ય ‘ત્રિકાળ શુદ્ધ’ છે એમ જણાણું છે તેથી તેને (દ્રવ્યને ) શુદ્ધ કહ્યું. જ્ઞાનીને જે શુદ્ધ પર્યાય પ્રગટી છે તેમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ જ્ઞાયક ભાવ દ્રવ્ય શુદ્ધ છે” એમ જણાયું છે. માટે દ્રવ્યને શુદ્ધ કહ્યું, પણ હવે આ બાજુમાં જતાં (પર્યાયની અપેક્ષાએ જોતાં) તેને રાગાદિ હજી જણાય છે. કેમ કે રાગ બાકી છે. તો તે રાગ જણાય છે. માટે, તે રાગનો જાણનાર છે એવું જ્ઞાન છે ને! ના, કેમ કે રાગ આકારે થયેલું જે રાગ સંબંધીનું જ્ઞાન છે તે પોતાના આકારે થયું છે. તેમ જ તે જ્ઞાન રોગને કારણે થયું નથી. પણ તેના સ્વપરપ્રકાશક સ્વભાવના કારણે એ પરપ્રકાશપણે જ્ઞાન થયું છે. સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ ! શું કહીએ! અહીં તો કહે છે કે સમકિતીને-જ્ઞાનીને-આત્માનું જ્ઞાન થયું છે, આત્મા ત્રિકાળ શુદ્ધ છે એવું પર્યાયમાં જ્ઞાન થયું છે અને તેથી તેને શુદ્ધ કહેવામાં આવે છે. હવે તેની પર્યાયમાં રાગ થાય છે અને તેની પર્યાયમાં આ શરીર, મકાન આદિ જણાય પણ છે. તો તે જેવું ય છે તે આકારે અહીં જ્ઞાન થાય છે માટે તે જ્ઞાનની પર્યાય શેયને કારણે છે એટલી પરાધીનતા છે ને! ના, કેમ કે એ શેયકૃત જ્ઞાન થયું નથી. પરંતુ એ જ્ઞાનનો પોતાનો પરપ્રકાશનો સ્વભાવ જ તે પ્રકારનો છે અને તે રૂપે જ્ઞાન થયું છે. ગહન વિષય છે બાપુ! અરેરે ! સત્ય હાથમાં નહીં આવે ત્યાં સુધી બિચારા અજ્ઞાની મરી જવાના છે. એ ૮૪ના અવતારમાં રખડી-રખડીને સૌથી નીકળી ગયા છે બાપુ! પ્રભુ તો એમ કહે છે કે તારા નરકનાં એક ક્ષણના દુઃખો પ્રભુ! કોડો ભવે અને ક્રોડ જીવથી પણ ન કહી શકાય. એવું તે એક ક્ષણનું દુઃખ તે વેઠયું છે. અને એવો ૩૩ સાગરને એમ અનંતકાળ તે દુઃખ વેઠ્યું છે ભાઈ ! એ બધું મિથ્યાત્વને લઈને છે બાપુ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૪૧ તો સમ્યગ્દર્શન વિના એ ૮૪ના અવતારમાં રખડીને મરી જઈશ બાપા ! સમ્યગ્દર્શન વિના તેનો કયાંય અંત નહિ આવે ભાઈ ! આવું સમ્યગ્દર્શન છે! અહા ! જેણે ત્રિકાળ શુદ્ધ આત્માને પકડ્યો અને જેને જ્ઞાનની પર્યાયમાં શુદ્ધતા તથા આનંદનો સ્વાદ આવ્યો તેમ જ જેને સ્વપ્રકાશક જ્ઞાનની પર્યાય થઈ પણ હજુ પૂર્ણ કેવળજ્ઞાન નથી તેથી તેને પણ રાગ આવે છે. અને એ રાગનું તેને જ્ઞાન પણ થાય છે. જેવો રાગ હોય તેવું-મંદ રાગ હોય તો મંદ રાગનું અને તીવ્ર રાગ હોય તો તીવ્ર રાગનું જ્ઞાન થાય છે. તો એ રાગ આકારે થયેલું જ્ઞાન, રાગકૃત છે કે પોતાથી જ્ઞાનકૃત છે? જ્ઞાનનો પોતાનો આકાર તે પ્રકારે થવાને કારણે તે જ્ઞાન થયું છે. અહીં ! હવે આવું બધું વાણિયાને ધંધા આડ કયાં સૂઝે? અને વાણિયાને જૈનધર્મ મળ્યો? મારગ ઝીણો છે ભાઈ! અહા ! હવે આવું બધું વાણિયાને ધંધા આડે કયાં સૂઝે? અને વાણિયાને જૈનધર્મ મળ્યો? મારગ ઝીણો છે ભાઈ ! અહા ! ગજબ વાત કરે છે ને! અહા ! તેને કહે છે કે પ્રભુ! તને આત્માનું જ્ઞાન થયું, શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન થયું, તે શુદ્ધ છે એમ પર્યાયમાં ભાસ્યું, છતાં પણ તે પર્યાયમાં હજી રાગ થાય છે અને તે રાગનું જ્ઞાન પણ થાય છે. તેમ જ તેમાં પરનું-શરીરનું, સ્ત્રીનું કુટુંબનું જ્ઞાન થાય છે. તેઓ જેવા ભાવે ભાવે છે તે રીતે જ્ઞાન થાય છે તો તે જ્ઞય છે તેની અપેક્ષાથી તેવું જ્ઞાન થયું છે? કે એ જ્ઞાનનો પર પ્રકાશનો સ્વતઃ સ્વભાવ હોવાથી પરની અપેક્ષા વિના થયું છે? પોતે (જ્ઞાન) જ્ઞાનકૃત હોવાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ જ્ઞાયક ભાવ પરને જાણવાનો જે ભાવ થયો છે તે સાક્ષાત્ જ્ઞાનનું કાર્ય છે, જ્ઞાતાનું કાર્ય છે. અહા! ફરીને અહીં તો જેને આત્મા જણાણો છે તેને હવે પર જણાય છે તે શું છે એ વાત ચાલે છે. પરંતુ જેને આત્માનું જ્ઞાન નથી તેની વાત છે જ નહીં. કેમ કે એ તો મિથ્યાત્વમાં પડ્યા છે તેથી પરાધીન થઈને રખડી મરવાના છે. તો, જેને એ જ્ઞાનસ્વરૂપી પ્રભુ-એ જિનરૂપી વસ્તુ-આત્મા જણાયો છે અર્થાત્ જેને પરિણામમાં એ જિનસ્વરૂપી આત્મા જણાયો છે, શુદ્ધ પરિણામમાં એ શુદ્ધ વસ્તુ આત્મા જણાયો છે તેને માટે (આત્માને) શુદ્ધ કહ્યો છે. હવે આ બાજુમાં (પર્યાયમાં) શું છે? કે આ બાજુમાં જ્ઞાનની પર્યાય હજુ જેવો રાગ થાય છે, દ્વેષ થાય છે તે જ પ્રકારે તે જ્ઞાન તેવું જાણે છે. તેથી તે જ્ઞાન એ યકૃતને કારણે અશુદ્ધ છે ને? એટલે કે પરાધીન છે ને? ના. કેમ કે અને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો તે જ્ઞાનનો સ્વભાવ સ્વત: છે. માટે તે જ્ઞાન સ્વતઃ પણ રાગને જાણતું પરિણમે છે, તેથી તે જ્ઞાયકનું જ્ઞાન છે. પણ “એ રાગનું જ્ઞાન નથી” એમ કહે છે. અરેરે! જ્યાં હજી આવી ચીજ મળે નહીં ત્યાં તે શું કરે? અરે ! અનંતભવ થયા તેમાં જૈન સાધુ પણ થયો, દિગંબર સાધુ પણ અનંતવાર થયો-તો પણ આ રાગની એકતા તોડીને સ્વભાવનું જ્ઞાન કર્યું નહીં. અને તે સ્વભાવનું જ્ઞાન થવામાં પરની કોઈ અપેક્ષા છે નહીં. હવે અહીં તો પરનું જ્ઞાન કરવામાં પણ પરની અપેક્ષા નથી એમ કહે છે. સમજાણું કાંઈ ? સમજાય એટલું સમજવું પ્રભુ! કેમ કે આ તો ત્રણ લોકના નાથની વાતુ છે બાપુ! જેને ઇન્દ્રો અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ જ્ઞાયક ભાવ ગણધરો સાંભળે એ વાત બાપુ! કાંઈ સાધારણ વાત હશે? દાહ્યના (બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન નામ બાળનાર કહેવાય છે, અગ્નિ બળવાલાયક પદાર્થને આકારે થવાથી તે અગ્નિને બાળનાર એમ કહેવામાં આવે છે અર્થાત તે જાણે કે પરને બાળતો હોય એમ કવ્વામાં આવે છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. એ અગ્નિ બળવાલાયકરૂપે થઈ છે પણ તેથી એ અગ્નિ કંઈ બળવાલાયક પદાર્થને કારણે એ આકારે થયો છે એમ નથી. પરંતુ એ અગ્નિ પોતે જ પોતાના સ્વભાવથી પોતાને પ્રકાશની અને પરને પ્રકાશતારૂપે પોતે જ પરિણમે છે. અર્થાત જેને બાળે છે તેને આકારે અગ્નિ થયો છે માટે એટલી પરાધીનતા તેને થઈ છે એમ નથી. પરંતુ અગ્નિ પોતે જ પોતાના આકારે પરિણમેલ છે. જ્ઞયાકાર થયો તે જ્ઞાનાકાર પોતાનો છે. યાકાર થવાથી જ્ઞાયક જાણનાર સ્વભાવ યાકાર પોતાને જાણ્યો અને બીજી ચીજના આકારે પણ જ્ઞાન પરિણમ્યું તો શેયાકાર થવાથી તે ભાવને તે જાણકભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે–તે જાણનાર છે એવું પ્રસિદ્ધ છે. તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. જાણનાર જણાવા યોગ્યને આકારે થયું છે. જ્ઞાન છતાં જાણનારને જણાવા યોગ્યને કારણે એ જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. કેમ કે એ તો જ્ઞાનાકારરૂપે જ પરિણમન છે, જ્ઞયાકાર થયો છે તે પોતાનો જ જ્ઞાનાકાર છે. એટલે કે પોતાનું પરિણમન જ એ જાતનું છે. અહા ! સ્વને જાણવાનો અને પરને જાણવાનો જે પર્યાય થયો છે તે પોતાથી થયો છે. પરંતુ રાગાદિ પર વસ્તુ છે તેથી અહીં તેના જેવું ( રાગનું) જ્ઞાન થયું છે એમ નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४४ જ્ઞાયક ભાવ કારણ કે શેયાકાર અવસ્થામાં એટલે કે જે જ્ઞાન છે તે શયને જાણવાલાયક પદાર્થને આકારે અવસ્થા થાય છે તો એ યાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો એ તો જ્ઞાયકપણે જ જણાયો છે પરપણે જણાયો છે એમ છે નહીં. જાણવાના પ્રકાશકાળે શયનેરાગને-જાણતાં છતાં તે રાગને આકારે જ્ઞાન થયું છે એમ નથી. એટલે કે રાગને કારણે જ્ઞાન થયું છે એમ નથી. પણ એ તો પોતાનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે તેને કારણે જ્ઞાન થયું છે, પોતે અને તો પ્રકાશ્યો. પણ હવે જે રાગને પ્રકાશે છે તે સ્વની પ્રકાશશક્તિને કારણે છે. પરંતુ એ રાગને કારણે રાગને પ્રકાશે એવું જ્ઞયાકાર જ્ઞાન થયું છે એટલે કે જ્ઞયને કારણે અશુદ્ધતા પરાધીનતા થઈ છે એમ નથી. આવું! ન્યાયનું તત્ત્વ બહુ ઝીણું છે. જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો...” જોયું? એ રાગનું જ્ઞાન થયું એમ કહેવું તે વ્યવહાર છે. કેમ કે તે રાગ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનનું જ્ઞાન છે. અને માટે એ પોતાનું જ્ઞાન થયું છે. પ્રશ્ન:- પોતાનું જ્ઞાન કહેવું એ પણ ભેદ થયો? સમાધાનઃ- હા, ભેદ છે. પણ એટલું કર્તાકર્મપણું સિદ્ધ કરવું છે ને! અહીં તો કર્તાપર્યાયને સિદ્ધ કરવી છે. અહા! અને જાણનારું અને પર-રાગને જાણનારું એવું જે અપર પ્રકાશ જ્ઞાન છે તે આ શાયકનું કાર્ય છે, કર્મ છે. અને આત્મા તેનો કર્તા છે. પરંતુ જે રાગ છે તેનું અહીં જ્ઞાન થયું માટે રાગ કર્તા છે અને રાગને આકારે જે જ્ઞાન થયું છે તે રાગનું કાર્ય છે એમ નથી. બહુ ઝીણી વાત છે બાપુ! અહીં ! આ પ્રથમ શુકનની વાતો ચાલે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૪પ અહા! પહેલી ગાથામાં આચાર્ય એમ કહ્યું હતું ને કે “મારા અને પરના મોહના નાશ માટે હું પરિભાષણ કરું છું” મારો અને પરનો મોહ હણવા માટે આ કહીશ. આવું શ્રી અમૃતચંદ્રાચાર્ય એમાંથી (વોચ્છામિ માંથી) કાઢયું. અને પોતે પણ ત્રીજા શ્લોકમાં કહ્યું ને કે હું આ ટીકા કરું છું તેનાથી મારી શુદ્ધતા થજો. કેમ કે અનાદિની મને અશુદ્ધતા છે. હું મુનિ આચાર્ય છું તો પણ હુજુ અનાદિનો અશુદ્ધતાનો અંશ છે. તો આ ટીકાના કાળમાં જો કે પાઠ તો એવો છે કે “ટીકાથી જ....' પણ તેનો અર્થ એ છે કે ટીકાના કાળમાં મારું લક્ષ-જોર-દ્રવ્ય ઉપર છે તેથી તેના જોરે અશુદ્ધતા ટળજો. તેમ આચાર્ય પોતે પહેલી ગાથામાં કહે છે કે હું જે આ સમયસાર કહીશ તે મારી ભાવને દ્રવ્યસ્તુતિથી (સિદ્ધને સ્થાપીને) કહીશ. તથા ભાવવચન અને દ્રવ્યવચનથી કહીશ. અહા! શ્રોતામાં દ્રવ્યવચન અને દ્રવ્યસ્તુતિ નથી કીધી. (પણ પોતાનામાં કહી છે.) જ્યારે શ્રોતામાં તો અનંત સિદ્ધોને સ્થાપ્યાં છે. એ સ્થાપ્યા છે એટલે કે જે શ્રોતા પોતાનામાં અનંત સિદ્ધો સ્થાપે છે તેને “સ્થાપ્યા છે” એમ કહેવામાં આવે છે. અહા ! ત્યાં તો એમ કહ્યું કે “વંવિતું સત્વસિન્ડે'—સર્વ સિદ્ધોને મેં મારી પર્યાયમાં સ્થાપ્યા છે. અને તેનું નામ વંતિ _સિદ્ધે છે. સાધ્ય જે આત્મા છે તેના પ્રતિછંદને સ્થાને સિદ્ધ છે. માટે એ સિદ્ધને હું નમસ્કાર કરું છું. એટલે કે સિદ્ધને મારી જે પર્યાયમાં સ્થાપે છે તે મારી પર્યાય પોતે સિદ્ધપણાને પામશે જ અને સિદ્ધ એવા મારા સ્વરૂપ તરફ તે પર્યાય જશે જ. માટે મેં સિદ્ધને વંદન કર્યું છે. માટે મેં મારી પર્યાયમાં સિદ્ધને સ્થાપ્યા છે. અને શ્રોતાઓની જ્ઞાનની પર્યાયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ જ્ઞાયક ભાવ અનંતા સિદ્ધોને મેં સ્થાપ્યા છે. અહા ! અનંતા સિદ્ધોને શ્રોતાની જ્ઞાનનો પર્યાયમાં સ્થાપ્યા એમ મેં કહ્યું છે. પરંતુ તે શ્રોતા જ્યારે અનંતા સિદ્ધોને પોતાની જ્ઞાનની પર્યાયમાં સ્થાપે ત્યારે મેં સ્થાપ્યા એમ કહેવાય છે. અહા ! જે મેં કહ્યું તે શ્રોતાએ સાંભળ્યું. હવે સાંભળીને તેની એક સમયની અલ્પજ્ઞ અવસ્થામાં-પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપે એટલે કે રાગથી પૃથક થઈને જ્ઞાનની પર્યાયમાં જે અનંત સિદ્ધોને સ્થાને તેનું લક્ષ-દ્રવ્ય-તરફ જ જાય. અહા! જેમ અરહંતના દ્રવ્ય ગુણ પર્યાયના જાણનારો પોતાને જાણે છે એમ કહ્યું (પ્રવચનસાર ગા. ૮૦) તેમ અનંતા સિદ્ધોને જેણે પર્યાયમાં સ્થાપ્યા તેણે અનંતા સિદ્ધોને પર્યાયમાં જાણ્યા-એક સમયની જ્ઞાનની પર્યાયે અનંતા સિદ્ધોને જાણ્યા. પણ એ તો જેમ એક અરહંતને જાણ્યા કહો એક જ છે તેમ અનંત સિદ્ધોને જાણ્યા કહો કે એક સિદ્ધને જાણ્યા કહો-બધું એક જ છે. તો, એ જે અનંતા સિદ્ધ છે, અનંત જે સર્વજ્ઞો છે તેમને મેં મારામાં સ્થાપ્યા. આ, તો મારી વાત થઈ. હવે મેં તે અનંતા સિદ્ધોને પરમાં (શ્રોતામાં) સ્થાપ્યા. પરંતુ એ શ્રોતા જ્યારે પોતાનામાં અનંતા સિદ્ધોને સ્થાપે ત્યારે મેં પરમાં સ્થાપ્યા એમ વ્યવારે કહેવામાં આવે છે. તો, શ્રોતા તેની અલ્પજ્ઞ દશામાં અનંત સર્વજ્ઞોને વંહિતુ–વંદે છે. એટલે કે સ્થાપે છે. અને જે પર્યાય એ અનંત સિદ્ધોને સ્થાપે છે અને જાણે છે તે પર્યાય વિવેક કરીને દ્રવ્ય તરફ ઢળ્યા વિના રહે નહીં. આવી ઘણી ગંભીર વાતુ છે. જેમ જેમ ઊંડું જાય છે તેમ ગાથાઓનાં તળિયાં ઊંડાં બહુ અહા! એવા જ શ્રોતાઓ છે કે જેણે પોતે પોતાની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૪૭ પર્યાયમાં અનંતા સિદ્ધોને પોતાથી સ્થાપ્યા છે તેને મેં તેમનામાં સ્થાપ્યા છે એ તો નિમિત્તથી છે. પણ જેણે પોતે પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોને પોતાથી સ્થાપ્યા છે એવા શ્રોતાઓને પોતાનું જે સ્વરૂપ છે તેની દષ્ટિ થાય છે અને તે શ્રુતકેવળી થાય છે અર્થાત્ આ સમયસાર શ્રુતકેવળી અને કેવળીએ કહેલું છે માટે તે જીવ પણ શ્રુતકેવળી થાય જ. શ્રુતકેવળી એટલે સમકિતી. અહા ! જેણે અનંતા સિદ્ધોને પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં સ્થાપ્યા છે. અરે બાપુ! એ કંઈ વાત છે! જેની એક સમયની અલ્પજ્ઞ પર્યાય (ભલે ઉપયોગ અસંખ્ય સમયે થાય) અનંતા સિદ્ધોનું જ્ઞાન કરે અને પર્યાયમાં (પોતાનામાં) તેઓને સ્થાપે એટલે કે રાખે અર્થાત્ પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધો રહે એવું જેણે પોતે કર્યું છે એવાને અહીં શ્રોતા તરીકે લીધા છે. કેમ કે બાકી તો આમ અનંતવાર ભગવાન પાસે સાંભળ્યું છે. માટે એ વાત અહીં છે નહીં. અહા! આમ ભગવાન પાસે તો અનંત વાર સાંભળ્યું છે. પરંતુ હવે જે શ્રોતા, પોતાની એક સમયની અલ્પજ્ઞ અવસ્થા હોવા છતાં, અનંતા સર્વજ્ઞો-સિદ્ધોને સ્થાપું છું, રાખું છું તો તેનું લક્ષ અને તેની દષ્ટિ દ્રવ્ય ઉપર જ જશે. અને હવે તેના લક્ષ સાંભળશે તો સાંભળતાં તેની અશુદ્ધતા ટળી જશે. એ દ્રવ્યના લક્ષને કારણે અશુદ્ધતા ટળશે હો. પણ સાંભળવાને કારણે નહીં. સમજાણું કાંઈ? પહેલી ગાથામાં લખ્યું છે કે મારો મોહ અનાદિનો છે. જ્યારે ત્રીજા શ્લોકમાં એમ લખ્યું છે કે અનાદિનાં કલુષિત પરિણામ મારામાં છે, (“નિરંતર કલ્માષિત છે”) અહા ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ જ્ઞાયક ભાવ આચાર્ય સંત છે તો પણ કહે છે કે અનાદિનાં કલુષિત પરિણામ મારામાં છે. એક બાજુ એમ કહેવું કે સમ્યગ્દષ્ટિને રાગ છે જ નહિ, દુઃખ છે જ નહિ. પણ એ તો કઈ અપેક્ષાએ છે? કે અનંતાનુબંધી અને મિથ્યાત્વની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને રાગ અને દુ:ખ નથી. પણ અહીંયાં તો શ્રી કુંદકુંદાચાર્યની ગાથાના અર્થ ટીકા કરતાં આચાર્ય પોતે કહે છે કે મારામાં મોહ છે. તે મોહ કયારનો છે? અનાદિનો છે. પહેલી ગાથામાં કહ્યું છે કે મારો મોહ અનાદિનો છે. અને તે જ વાત ત્રીજા કલશમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય લીધી છે કે મારામાં મોહ-અસ્થિરતાનો છે. પોતે મુનિ આચાર્ય છે ને! એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર તો છે, આનંદનો અનુભવ તો છે. પરંતુ તેની સાથે થોડો રાગ પણ અનાદિનો છે. અહા! તે રાગ અનાદિનો છે એટલે કે રાગ ચાલ્યો હતો અને હવે નવો થયો છે એમ નથી. આવી રીતે શ્રી કુંદકુંદાચાર્યની ગાથાની ટીકા કરનાર શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે શ્રી કુંદકુંદાચાર્ય આમ કહેવા માગે છે. પણ પ્રભુ! તમે કયાં એમના જ્ઞાનમાં હૃદયમાં વહ્યા ગયા છો ? ભાઈ ! જેમ વસ્તુની સ્થિતિ છે તેમ અમે કહીએ છીએ. તો કહે છે કે એક અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જો જાણે તો તે જાણનારો પોતાના ભગવાન આત્માને જાણે-એમ (પ્રવચનસાર ગા. ૮૦માં) કહ્યું છે. તો આ તો અનંતા સિદ્ધોને જે પર્યાયમાં જાણે એટલે કે સ્થાપે એને તો સ્વના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯ જ્ઞાયક ભાવ લક્ષે તેને સમ્યગ્દર્શન થયા વિના રહે જ નહીં. અને તે શ્રુતકેવળી થશે જ. શ્રુતકેવળી એટલે અહીંયાં સમકિતી પણ શ્રુતકેવળી એટલે બાર અંગ ને ચૌદ પૂર્વના વિશેષ જ્ઞાનવાળા નહીં. તો એ શ્રુતકેવળી થાય અને પછી કેવળી થશે જ. ગજબ વાત છે ને ! લ્યો, આ સિદ્ધાંત કહેવાય, અહા ! એક એક શ્લોકનો પાર આવે નહીં. શું સંતોની દિગંબર મુનિઓની અને તેમની વાણીની ગંભીરતા! એ વાણીમાં ગંભીરતા અને ઊંડપનો પાર ન મળે. અહા! પહેલી ગાથામાં કહે છે કે “મારા અને પરના મોહના-” મારા અને તારા મોહના “નાશ માટે..” પણ પ્રભુ! એટલો બધો કોલકરાર! ભલે તમે પોતાના (તમારા) મોહના નાશ માટે તો કહી શકો. કેમ કે એટલી (થોડી જ) અસ્થિરતા છે. પરંતુ શ્રોતાના (મોના નાશ માટે પણ કોલકરાર?) ભાઈ ! શ્રોતાને મેં સિદ્ધ કહ્યાને? ( શ્રોતાની પર્યાયમાં મેં પોતે અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે ને !) જો કે મેં શ્રોતાની પર્યાયમાં સિદ્ધને સ્થાપ્યા છે એ તો વ્યવહારથી વાત કરી છે. પરંતુ તેણે પોતે પણ અનંતા સિદ્ધોને પર્યાયમાં સ્થાપ્યા છે ને! માટે તેનો મોહ પણ નાશ પામશે જ. અહા ! જે એક સમયની અલ્પજ્ઞ પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા તે પર્યાય અંદર ઝૂકીને દ્રવ્ય તરફ જ જાય. એટલી એ પર્યાયમાં (તાકાત) છે કે તેણે અનંત સર્વજ્ઞને રાખ્યા. તો, તે પર્યાયનું લક્ષ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્મા ઉપર જ જાય. અહા! જેણે એક સમયની પર્યાયમાં અનંતા સર્વજ્ઞોને સ્થાપ્યા, રાખ્યા, આદર્યા, સત્કાર કર્યો, સ્વીકાર કર્યો અને તે એક સમયની પર્યાયમાં જેણે અનંતા સર્વજ્ઞને જાણ્યા તેને તેનો આત્મા તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫) જ્ઞાયક ભાવ જ્ઞાયકપણે જણાય છે. અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથનું અનંત તીર્થકરોનું આ બધું કથન છે. અનંતા તીર્થકરનું કથન કહો કે અનંતા સંતોનું કથન કહો કે એક મુનિનું કથન કહો એક જ છે. અને મુનિ તો જિન છે. પર્યાયમાં ત્રણ કષાયનો અભાવ થઈને જિનદશા જેને પ્રગટી છે તેને મુનિ કહીએ. તો તે મુનિ (આચાર્ય) કહે છે કે હું આ સમયસારને કહીશ. પણ “કહીશ” એમાં તો વિકલ્પ છે ને? એ વિકલ્પ છે ખરો. પણ મારું જોર ત્યાં નથી. પરંતુ હું તો સ્વભાવ તરફના જોરના લક્ષે ત્યાં (સમયસારમાં) વાત કરીશ. અને તેથી મારું જોર તો સ્વભાવ તરફ વધશે અને અશુદ્ધતા ટળી જશે. એમ સાંભળનાર પણ જેણે અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે તે પણ સ્વ લક્ષે સાંભળે છે તેમ જ વાણીમાં પૂર્ણ વાત આવશે તેથી, આ વાત સાંભળતા તેનું પણ સ્વ લક્ષ થઈને મોહ ટળશે. અને પછી તેની અસ્થિરતા પણ ટળી જશે. અર્થાત્ પહેલાં તે શ્રુતકેવળી થશે. એટલે કે તેને સમકિત થશે. પછી તે કેવળી થશે. લ્યો, આ પહેલી ગાથાનો આવો અર્થ છે. એ તો પાર પડે નહીં તેવું છે. અહા! દિગંબર સંતો એટલે કેવળીના કડાયતો, બાકી સહુએ બધી કલ્પનાએ વાતો કરી છે. જ્યારે દિગંબર સંતોના એક-એક શબ્દની પાછળ તો કેટલી ભાવની ગંભીરતા છે! એ અહીંયાં કહે છે કે જ્યારે આત્માને અમે જ્ઞાયક કહ્યો અને તે જ્ઞાયક જ્ઞાયકપણે જણાયો ત્યારે જાણનારને તો જાણ્યો પણ હવે તે “જાણનાર છે” એમ કહેવાય છે તો તે પરને પણ જાણે છે એવું એમાં આવ્યું ને? ભાઈ ! તે પરને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ પ૧ જાણે છે એમ ભલે કહીએ. તો પણ ખરેખર તો જે પર છે તેને તે જાણે છે એમ નથી. અર્થાત્ પર છે, રાગાદિ થાય છે તેને જે જાણે છે તે રાગાદિને લઈને જાણે છે એમ નથી. પરંતુ એ જ્ઞાનની પર્યાયનું સ્વપરપ્રકાશક સામર્થ્ય જ એવું છે કે પોતે પોતાને જાણે છે અર્થાત્ જ્ઞાયક (જાણનાર પર્યાય) જ્ઞાયકને (જાણનાર પર્યાયને) જાણે છે. અહીં પર્યાયની વાત છે હો. કેમ કે દ્રવ્યને તો તે જાણે જ છે. અહા ! ગજબ વાત છે. અહા! વસ્તુ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ આત્મા જ્ઞાયકપણે તો જણાયો, લક્ષમાં આવ્યો, દષ્ટિમાં આવ્યો. પરંતુ તેને જાણનારો પર પ્રકાશક કહીએ છીએ તો “તે પરને જાણનારો છે” એમ પણ તેમાં આવ્યું. એટલે કે સ્વને તો જાણ્યો. પણ હવે પરને જાણવાનું પણ તેમાં આવ્યું. તો કહે છે કે પરને જાણવું એ એમાં નથી આવ્યું. પરંતુ પરસંબંધીનું જ્ઞાન કે જે પોતાને પોતાથી થયું છે તેવા શાયકને જ્ઞાને જાપ્યો છે. માટે, પર્યાયે જ્ઞાનને જાણું છે એ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ? બહુ આકરું કામ બાપુ ! કેમ કે વીતરાગ સર્વજ્ઞનો મારગ જ એવો છે: સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય જ્હોશે.' (શ્રીમદ્ રાજચંદ્ર ) અહા ! કહે છે કે તેનો આત્મા જ્ઞાયકપણે તો તેને જણાણો. પરંતુ તે “જ્ઞાયક છે એટલે કે જાણનારો છે' એમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર જ્ઞાયક ભાવ કહેતાં તે પરને જાણે છે એવું આવે છે તો, પરને આકારે જે જ્ઞાન થયું છે તે પરને લઈને થયું છે એમ નથી. અહીં ! ધર્મીને પણ હજી રાગ આવે છે અને તે રાગનું જ્ઞાન પણ થાય છે.... બારમી ગાથામાં કહેશે ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે... અહા! ભાષા તો ચારેકોર એક-અવિરોધ વાતને જ સિદ્ધ કરે છે. તો કહે છે કે એ જ્ઞાયકપણામાં રાગ-વ્યવહાર આવે છે અને જણાય પણ છે, પરંતુ તે રાગ છે માટે તેને જાણે છે કે રાગ છે માટે રાગનું યાકારે જ્ઞાન અહીંયાં થયું છે એમ નથી. આવો મારગ છે એટલે સાધારણ માણસ બિચારો શું કરે? અહીં આચાર્ય કહે છે કે ભલે અમે “જ્ઞાયક' એમ કહીએ છીએ. અને અમે જ્ઞાયકને જાણો તેમ જ જાણનારે પણ તેને જાણો. હવે જાણનારો છે તો પરનો પણ જાણનારો છે એમ સાથે આવ્યું, કેમ કે તે સ્વપરપ્રકાશક છે ને! તો તે પરનો જાણનારો છે માટે પર જાણે છે-તેથી એ પર છે તેને લીધે તેને જાણે છે ને! એ પર છે માટે તેને આકારે જ્ઞાન થયું છે ને! અર્થાત્ જેવું પર છે તે સ્વરૂપે જ્ઞાન થયું તો એટલી તો શેયકૃત અશુદ્ધતા જ્ઞાનમાં આવી કે નહીં? એટલી યકૃત-પ્રમેયકૃત-પરાધીનતા આવી કે નહીં ? ના, કેમ કે રાગના જ્ઞાનકાળે કે શરીરના જ્ઞાનકાળે તેને તો જ્ઞાયકપણાની પર્યાયપણે જ જાણ્યો છે. પણ તેને (તે જ્ઞાનને) રાગની પર્યાય તરીકે કે રાગથી જ્ઞાન થયું છે એમ જાણ્યું નથી. બીજે આવી વાતુ છે? (ના) અરે પ્રભુ! તારા દ્રવ્યનું અને તારી પર્યાયનું સામર્થ્ય કેવું છે તેવી ભાઈ ! તને ખબર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૫૩ અહા! કહે છે કે અમે તો રાગને, શરીરને કે જે કાંઈ દેખાય છે તેને તે કાળે જાણીએ છીએ. પરંતુ તેથી તેના આકારે જ્ઞાન થયું છે તે તેને કારણે થયું છે એમ નથી. પણ અમારા જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં પરને જાણવાનો અમારો પર્યાય અમારાથી અમારામાં થાય. અને તેને અમે જાણીએ છીએ. અરે! પ્રભુની વાણી તો જુઓ! અહા ! એવા સંતો સાક્ષાત્ મળે અને એવી વાણી સાંભળવા મળે તો...... ? ગજબ વાતુ છે ને ! તો કહે છે કે ‘ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો ’ જોયું ? શૈયાકાર અવસ્થામાં તે જ્ઞાયકપણે જ્ઞાનની પર્યાયપણે જણાણો છે, એટલે કે જ્ઞાનની પર્યાય તરીકે એ જણાણો છે પણ પરની પર્યાય તરીકે એ જણાણો છે એમ નથી. –એમ કહે છે, ભાઈ! માગ બહુ ઝીણો છે બાપુ! અને તેનું ફળ પણ અનંત સંસારનો અંત છે ને! જેનાથી અનંત સંસારનો અંત આવે અને અંત વિનાની સાદિ-અનંત પર્યાય પ્રગટે એ મારગડા બાપુ! કોઈ અલૌકિક હોય છે. " અહીં કહે છે કે શૈયાકાર અવસ્થામાં ’.... જ્ઞેયને રાગને જાણવાની અવસ્થામાં પણ ‘જ્ઞાયકપણે જે જણાયો' છે તે જ્ઞાયકની પર્યાયપણે જણાયો છે. પણ રાગની પર્યાય તરીકે તે જણાયો છે એમ છે નહીં તો કહે છે કે ‘Âયકૃત અશુદ્ધતા તેને નથી.' એટલે ? કે શરીરની ક્રિયા અને રાગ થાય તે વખતે તે રીતે જ્ઞાન પોતે પરિણમે અને તેને જાણે, છતાં તે શૈયકૃત અશુદ્ધતા-પરાધીનતા-જ્ઞાનના પરિણમનને જે થયું છે Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ જ્ઞાયક ભાવ તે “જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો” એટલે કે એમાં તે જાણનારો જણાયો છે પણ જણાય એવી ચીજ જણાતી નથી જે જણાય છે તે ચીજ જણાઈ નથી. પરંતુ તે જાણનારો ત્યાં જણાયો છે. આવી ગૂઢ-અલૌકિક વાતુ છે ભાઈ ! કેમ કે ચૈતન્યસ્વરૂપ જ અલૌકિક છે બાપુ! અને તેની એક સમયની પર્યાયમાં સર્વજ્ઞને સ્થાપીને ગજબ કામ કર્યું છે ને! તેને સંસારથી ઉપાડી લીધો છે. અર્થાત્ જેણે પોતાની પર્યાયમાં અનંતા સિદ્ધોને સ્થાપ્યા છે તેને સંસારથી ઉપાડી લીધો છે. એને જ હો. પણ જે એકલા શ્રોતા તરીકે માત્ર સાંભળવા માટે જ આવ્યા છે તેને નહીં. અહા ! જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યા અને જેને જ્ઞાનનું-જ્ઞાયકનું જ્ઞાન થયું તેનું જ્ઞાન રાગને અને શરીરને પણ જાણે છે. પરંતુ એથી તેને યકૃત-પ્રમેયકૃતઅશુદ્ધતા થઈ નથી. કેમ કે એ તો જ્ઞાયકની પર્યાયને જ જાણે છે. અહા ! એ રાગને જાણવા કાળે રાગ આકારે જે જ્ઞાન થયું છે તે રાગને કારણે (રાગને આકારે) થયું છે એમ નથી. પરંતુ તે કાળે જ્ઞાન પર્યાયનો જ પોતાના જ્ઞાનાકારે થવાનો સ્વભાવ હોવાથી એ રીતે થયું છે. માટે, તે વખતે રાગ જણાયો નથી. પણ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ? તો કહે છે કે “યાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ પોતે જણાણો છે. જેમ યાકારના જ્ઞાનકાળે પણ જ્ઞાનનો પર્યાય જણાયો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ પપ છે, તેમ “સ્વરૂપ-પ્રકાશનની અવસ્થામાં પણ'... દષ્ટાંત આપ્યું છે કે “દીવાની જેમ કર્તાકર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે.' એટલે? કે “પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ”—આ પર્યાયની વાત છે હો, જાણનારને જાણ્યો અને પ્રમેયને જાણ્યું એવું એ જાણવાના પર્યાયનું કાર્ય, કર્તા જ્ઞાયકનું છે. પણ એ રાગ-વ્યવહારને જાણ્યો માટે વ્યવહાર કર્તા છે અને જાણવાની પર્યાય તેનું કર્મ-કાર્ય છે એમ નથી. અહા ! કેટલું સામર્થ્ય છે! જ્યારે અજ્ઞાની કહે કે મેં સમયસાર પંદર દિવસમાં વાંચી નાખ્યું, બાપા! ભાઈ ! તારો પ્રભુ કોણ છે તેને જાણવા માટે અરે! અનંતકાળના પરિભ્રમણમાં કોઈ દિ' તેણે સાચો પ્રયત્ન કર્યો જ નથી. અને ઊંધા પ્રયત્ન કરીને માન્યું છે કે અમે કંઈક કરીએ છીએ, ધર્મ કરીએ છીએ. પણ તેથી તો હેરાન થઈને ચાર ગતિમાં રખડે છે. અહીં કહે છે કે ભગવાન આત્માને જ્યારે તેણે સર્વજ્ઞપદે સ્થાપ્યો અને જ્યારે તેને સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું ત્યારે તેણે સ્વને જાણનારને–તો જાણ્યો. પણ તે વખતે તેણે પરને જાણું છે? ભાઈ ! તે વખતે પણ તેણે જાણનારની પર્યાયને જ જાણી છે, જાણનારની પર્યાય તરીકે જ તે જણાણો છે. પણ રાગની પર્યાય તરીકે જણાયો છે કે રાગની પર્યાય છે માટે તેને જાણે છે એમ નથી. ભગવાનની, પરમાત્માની વાણી અને મુનિઓની વાણીમાં તે બેમાં ફેર નથી. કેમ કે મુનિઓ આડતિયા થઈને સર્વશની વાણી જ કહે છે. પણ ભાઈ ! તે વાત તેં સાભળી નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ પ્રશ્ન:- તું કોણ છો ? અને તું કોણ (કેવો ) જાણનાર છો? સમાધાનઃ- હું જ્ઞાયક છું. અને હું મારી પર્યાયને જાણનારો છું. માટે, એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે, કર્મ છે. કર્મ-કાર્ય, અને હું કર્તા છું. ખરેખર તો પર્યાય કર્તા અને પર્યાય જ કર્મ છે. પણ અહીંયાં જ્ઞાયકભાવને કર્તા તરીકે સિદ્ધ કરીને જ્ઞાન પર્યાય તેનું કાર્ય છે એમ સિદ્ધ કરવું છે, બાકી ખરેખર તો તે જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે અને તે વખતનો જે પર્યાય છે તે જ એ પર્યાયનો કર્તા છે. કેમ કે આખું દ્રવ્ય છે એ તો ધ્રુવ છે. માટે તેને કર્તા કહેવો એ તો ઉપચારથી છે. સમજાણું ? પદ અહા ! ધ્રુવ છે એ તો પરિણમતો નથી, બદલતો નથી. તો એ જ્ઞાયકને જાણનારી જે બદલનાર પર્યાય પ્રગટ થઈ તે પરને જાણવા કાળે પણ પોતાના જ્ઞાનરૂપે પરિણમી છે. માટે તે પોતે જ કર્તા છે ને પોતે જ પોતાનું કાર્ય છે. પણ રાગ કર્તા છે અને આ જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે એમ છે નહીં અહા! જેના એક પદમાંથી પણ બહાર નીકળવું કઠણ પડે એટલી તો આમાં ગંભીરતા છે! તો કહે છે કે બાપુ! પ્રભુ! તું મહાપ્રભુ છો. ભાઈ! તું મહાપ્રભુ છો અને એ તારી પર્યાય પણ મહાપ્રભુની છે. જે જણાયો છે તેની એ પર્યાય છે. માટે એ પ્રભુની પર્યાય છે. પણ તે રાગની પર્યાય નથી. અર્થાત્ આ જ્ઞાનમાં જ્યાં જ્યાં સ્વ જણાયો અને જ્યાં તેને જાણ્યો તે વખતે આ ૫૨ને પણ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ પ૭ જાણવું ત્યાં થાય છે ને? તો કહે છે કે એ પરનું જાણવું થયું તે પરને લઈને જાણવું થયું છે એમ નથી પરંતુ એ જાણવાનો પર્યાય જ પોતે પોતાની સ્વપરપ્રકાશકપણે પરિણમવાની તાકાતથી પરિણમ્યો છે. તેથી તે પર્યાય કર્મ છે અને તે પર્યાય કર્તા છે. અથવા ભલે દ્રવ્યને કર્તા કહેવામાં આવે. ખરેખર પકારકનું પરિણમન પર્યાયમાં છે જ્યારે દ્રવ્યની પકારકની શક્તિ છે. પરંતુ પરિણમન નથી. તેથી, જે જ્ઞાનની પર્યાયે પોતાને જાણ્યો તે જ પર્યાયે રાગ સંબંધીના પોતાના જ્ઞાનની પર્યાયને પણ જાણી છે, માટે, પર્યાય કર્તા છે, ને પર્યાય કર્મ છે. સમજાણું કાંઈ ? અહા! વ્યવહારનો વિકલ્પ ઊયો છે તેનું અહીયાં જ્ઞાન થાય છે તે જ્ઞાનની પર્યાયને પોતે પોતાથી જાણી છે તેમ જ તે પર્યાય પોતે પોતાથી થઈ છે. પણ વ્યવહારથી થઈ નથી. એટલે કે વ્યવહારને જાણનારી પર્યાય, વ્યવહાર-રાગાદિ આવ્યા છે તેનું જ્ઞાન કરે છે માટે, તેનાથી થઈ છે એમ નથી. કેમ કે તેમાં કયાં જ્ઞાન હતું? રાગાદિમાં જ્ઞાન કયાં હતું કે જેથી તે થાય, જ્ઞાન તો જ્ઞાયક પ્રભુમાં ભરેલું છે તો તેનું જ્યાં અંદરમાં જ્ઞાન થતાં જાગનારો જાગે ત્યાં-જાગનારો પોતે પોતાને જાણે છે. તેથી તે રાગને જાણે છે એમ કહેવું તે પણ વ્યવહારથી કથન છે. તો કહે છે કે “દીવાની, જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી-અનેરાપણું નથી, પણ અનન્યપણું છે અર્થાત્ જે કર્તા છે. તે જ કર્મ છે અને જે કર્મ છે તે જ તેનો કર્તા છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ જ્ઞાયક ભાવ સમજાણું? એટલે કે થનારો અને થયું તે બે અનન્ય છે પણ જુદા-જુદા નથી. કર્તા થનારો અને કર્મ-થયું. તો, તે બે અનન્ય છે, તે બે એક જ વસ્તુ છે. અને “અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે “કર્તા” એ કર્તા છે. રાગ સંબંધીનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાનની પર્યાયનો કર્તા પોતે છે. અને તેનું કર્મ પણ એનામાં છે અનન્ય છે. માટે, તે જ્ઞાન રાગને જાણે છે એમ નથી. અને રાગને લઈને એ જ્ઞાન થયું છે એમ પણ નથી. હવે આવી વ્યાખ્યા છે ત્યાં સાધારણ બિચારા જીવો કે જે સંપ્રદાયમાં પડ્યા હોય અને આખો દિ' ક્યારેય વખત મળતો ન હોય તે શું કરે? અરેરે! બાવીસ કલાક જિંદગી સ્ત્રી, પુત્ર અને ધંધામાં-પાપમાં જાય છે. તેમાં કદાચ બે ઘડી વખત મળે તો સાંભળવા જાય. પરંતુ સાંભળવા જાય તો કોઈ ઠેકાણા વિનાનું મળે, સત્યથી વિરુદ્ધની વાત મળે ! અહા! કોઈએ એમ જાણ્યું હોય કે આપણે સમયસાર સાંભળ્યું છે માટે કંઈ નવીનતા ન હોય તો એમ નથી પ્રભુ! એ નવી વસ્તુ છે બાપુ! ભગવાન! અહા ! સરકારના એક સાધારણ કાયદા પણ ગહન હોય છે. તો પછી આ તો સર્વજ્ઞ, ત્રણ લોકના નાથના કાયદા છે. તો, તેના નિયમો કેવા હોય બાપા! અહા ! એક-એક ગાથામાં કેટલી ગંભીરતા છે! કહે છે કે “પોતે જાણનારો માટે પોતે કર્તા” તે કોનો જાણનારો છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૫૯ તે પોતાની પર્યાયનો જાણનારો છે. માટે, કેવળી લોકાલોકને જાણે છે એમ પણ નથી. પરંતુ કેવળી પોતાની પર્યાયને જાણે છે. તેથી પર્યાય તેમનું કાર્ય છે અને કર્તા તેમનું જ્ઞાનસ્વરૂપ છે. અથવા પર્યાય છે, તે કારણે લોકાલોક છે માટે અહીં જ્ઞાન-કેવળજ્ઞાન-થયું છે એમ નથી. આ પ્રશ્ન તો સંવત ૧૯૮૩ની સાલમાં ઊઠેલો, પ૧ વર્ષ પહેલાં આ પ્રશ્ન ઊઠયો હતો કે આ લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે કે કેવળજ્ઞાન પોતાથી છેલોકાલોકને લઈને નહીં? આ એક પ્રશ્ન થયો હતો. ત્યારે દામોદર શેઠે એમ કહ્યું કે લોકાલોક છે તો તેનું અહીં જ્ઞાન થયું છે. જ્યારે વીરજીભાઇએ ના પાડી કે એમ નથી. પછી બંને નીચે આવ્યા અને મને પૂછ્યું. મેં કહ્યું કે બાપુ! એમ નથી. કેવળજ્ઞાન, જ્ઞાનથી-પોતાથી–છે. માટે કેવળજ્ઞાન કાર્યનો કર્તા આત્મા છે; એ આત્માનું કાર્ય કેવળજ્ઞાન છે. પરંતુ લોકાલોક કર્તા છે અને કેવળજ્ઞાન પર્યાય તેનું કાર્ય છે એમ નથી. જોકે એટલા બધા શબ્દ એ વખતે ત્યાં નહોતા. પણ લોકાલોક છે માટે જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. અરે! એક પણ વાત જો સર્વજ્ઞના ન્યાયથી બરાબર જાણેને તો તેને બધીય વાત યથાર્થ જણાઈ જાય. કેમ કે એક ભાવ જાણે તેને બધાય ભાવ યથાર્થ જણાઈ જાય, પણ જ્યાં એકેય ભાવના ઠેકાણાં ન મળે ત્યાં અરેરે ! જિંદગી પૂરી થવા આવી તો પણ તેમાં જે કરવાનું હતું તે રહી ગયું. અને તેણે એકલા પાપના ધુમાડા કર્યા છે. અરે ! પુણ્યનાં પણ ઠેકાણાં ન મળે. એને માટે તો ભાઈ ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ જ્ઞાયક ભાવ ચાર-ચાર કલાક સાચો સત્સમાગમ કરવો જોઈએ. પરંતુ સત્સમાગમ કોને કહેવો તેની પણ હજી સમજણ નથી. એ સન્શાસ્ત્રનું ચાર-ચાર કલાક વાંચન હંમેશાં કરવું જોઈએ. જેથી પુણ્ય તો બંધાય. પરંતુ એનાંય ઠેકાણાં ન મળે. અરે ! ધર્મ તો ન મળે પણ પુણ્યનાંય ઠેકાણાં ન મળે. સન્શાસ્ત્ર ને સત્સમાગમ-એ બેનો પરિચય ચોવીસ કલાકમાંથી ચાર કલાક રહે તો પણ ને પુણ્ય બાંધે, પરંતુ ધર્મ તો નહીં. ધરમ તો રાગથી આત્માને પૃથક કરીને સર્વશપણું મારું સ્વરૂપ છે એવી અંતરમાં દષ્ટિ કરીને અનુભવ કરે ત્યારે તેને થાય. એટલે કે સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ ? અહીં કહે છે કે “જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે' જેમ દીવો છે તે ઘટને, પટને એટલે કે વસ્ત્રને પ્રકાશે છે તે કાળે પણ દીવો તો દીવો જ છે. દીવો જેને પ્રકાશે છે તે રૂપે શું થયો છે? ના. માટે કહે છે કે દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે એટલે કે દીવો ઘટપટાદિને અવસ્થામાં પ્રકાશવા કાળે દીવારૂપે જ છે. પરંતુ તે કાંઈ ઘટપટને પ્રકાશવાને કાળે ઘટપટની અવસ્થાપણે થયો નથી. તેમ જ એ ઘટપટને લઈને તે પ્રકાશે છે એમ પણ નથી પણ દીવાના પ્રકાશને લઈને પ્રકાશે છે. તો કહે છે કે જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને-પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૬૧ તેમ જ્ઞાયકનું સમજવું એટલે કે રાગને, પ૨ને જાણવા કાળે પણ જ્ઞાયકની પર્યાય તો જ્ઞાનની જ છે. અને પોતાને પ્રકાશવાના કાળે પણ એ જ્ઞાનની જ પર્યાય છે. પરંતુ પરને જાણવા કાળે તે પર્યાય પરને લઈને થઈ છે એમ નથી. જેમ કે પ્રકાશ (દીવો ) ઘટપટને પ્રકાશે છે તો તે ઘટપટને લઈને દીવો તેને પ્રકાશે છે એમ નથી. પરંતુ દીવાનો પોતાનો ઘટપટને પ્રકાશવાનો પ્રકાશક સ્વભાવ છે માટે પ્રકાશે છે. અને તેથી ઘટપટને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે. તથા પોતાની જ્યોતિને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવો જ છે. ભારે ઝીણું છે બાપુ! અહા! એક કલાકમાં કેટલું આવ્યું! પરંતુ આખો દિ' પાપ આડે અજ્ઞાનીને નવરાશ મળતી નથી, ફુરસદ મળતી નથી. પરંતુ જો શરીરના રક્ષણ માટે કાંઈ કરવું હોય તો, શરીરનું આમ કરું ને તેમ કરું એમ આખો દિ' સલવાય જાય, છતાંય શરીરનું થવાનું હોય તે જ થાય. પણ તેના કર્યાથી કાંઈ થાય નહીં. જ્યારે આ તો પુરુષાર્થથી થાય જ. તો કહે છે કે ઘડો, પટ-વસ્ત્રાદિ, કોયલા કે નાગને પ્રકાશવા કાળે પણ દીવો તો દીવારૂપે રહીને જ પ્રકાશે છે. પણ શું પરૂપે થઈને તે પ્રકાશે છે? કે પ૨ને પ્રકાશે છે! ના. દીવો તો દીવાને પ્રકાશે છે તેમ જ પોતાને પ્રકાશવાના પ્રકાશકાળે પણ પોતે દીવો તો દીવાને પ્રકાશે છે. એમ પોતે ભગવાન આત્મા જાણનારો–જાણે છે તે અવસ્થામાં પણ જ્ઞાયકપણે જ રહ્યો છે. પણ ૫૨૫ણે થયો નથી કે પરને Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ લઈને તે દશા થઈ નથી. અને પોતાને જાણવા કાળે એ તો પોતે છે-પોતાની પર્યાય છે. આવું બધું યાદ રાખવું? પ્રભુનો તો આવો મારગ છે બાપુ! અને તે મારગ ત્રણ લોકના નાથ તીર્થકર જિનદેવ સિવાય કયાંય છે નહીં પણ એ વાતુ પ્રભુ! બહુ સૂક્ષ્મ છે, એ કોઈ કરોડ-બે કરોડ-પાંચ કરોડ પૈસા ખર્ચી નાખે કે શરીરની ક્રિયા કરી નાખે-છે, છ મહિનાના ઉપવાસ કરી નાખે, માટે ધર્મ થઈ જાય એમ નથી. અહીં ! શરીરના બળુકા ઉપવાસાદિ કરે છે અને બુદ્ધિના પ્રકાશ કરવાવાળા એકલા પર જાણવાની બુદ્ધિની વાત કેળવે છે પણ અંદર શું ચીજ છે તેને કેળવવા જતા નથી. અહીં કહે છે કે અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું એટલે? કે જાણનારો ભગવાન આત્મા સ્વને જાણતા, જે પર્યાયમાં અને જાણ્યો તે જ પર્યાયમાં પરને પણ જાણ્યું. તો એ પરને જાણતી જે જાણવાની પર્યાય થઈ છે તે પોતાથી જ થઈ છે. એટલે કે ખરેખર તો તેણે પોતાની પર્યાયને જાણી છે. કારણ કે તે પર્યાયમાં કંઈ શેય આવ્યા નથી. જેમ દીવો ઘટપટને પ્રકાશે છે એટલે કાંઈ દીવાના પ્રકાશમાં ઘટપટ આવી ગયા નથી, દીવાના પ્રકાશમાં તેઓ પેઠા નથી. એમ ભગવાન આત્મા ચૈતન્ય દીવો ચંદ્ર-પ્રભુ છે. આવું જેને રાગથી ભિન્ન થઈને અંતરમાં જ્ઞાન થયું છે અર્થાત્ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એમ જ્યાં ભાન થયું ત્યાં અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞસ્વભાવનું ભાન થયું. તો એ જે અલ્પજ્ઞ પર્યાય થઈ તે સર્વજ્ઞસ્વભાવની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૬૩ છે એટલે કે તેને જાણનારી તે પર્યાય જ્ઞાયકની પર્યાય છે અને તે પર્યાય પરને જાણે છે તો પણ તે જ્ઞાયકની પર્યાય છે. પરંતુ તે પરની પર્યાય છે કે પરને લઈને થઈ છે એમ નહીં. અહા ! એકવાર મધ્યસ્થ થઈને સાંભળે તો ખબર પડે. પરંતુ આગ્રહુ રાખીને પડ્યા હોય કે આનાથી આમ થાય ને આનાથી આમ થાય તો ખબર ન પડે. અજ્ઞાની આગ્રહ રાખીને પડ્યો છે કે વ્રત કરવાથી સંવર થાય અને તપસ્યા કરવાથી નિર્જરા થાય. પણ વ્રત કોને કહેવું અને નિશ્ચય વ્રત કોને કહેવું તેની ખબર ન મળે! પ્રશ્ન:- પણ વાત કરીએ તો સંવર થાય ને ઉપવાસ કરીએ તો નિર્જરા થાય ! સમાધાન - અરે ભગવાન! એ વ્રતના વિકલ્પો તો વ્યવહારના છે. માટે એ તો પુણ્યબંધના કારણ છે. અને ઉપવાસાદિના જે વિકલ્પ છે તે પણ, જો રાગ મંદ કર્યો હોય તો, પુણ્ય બંધનું કારણ છે. પરંતુ ત્યાં સંવર નિર્જરા નથી. અને ત્યાં ૩૨૦ ગાથામાં તો એમ કહ્યું છે ને કે ઉદયને જાણવા કાળે પણ જ્ઞાનની પર્યાયને જાણે છે. જોકે ત્યાં ઉદયને જાણે છે એમ કહેવું છે. છતાં પણ એ રાગને જાણે છે એટલે કે એ તો જે જ્ઞાનની પર્યાય થઈ છે તેને તે જાણે છે. તેવી રીતે નિર્જરા કાળે પણ નિર્જરાની પર્યાયને જાણે છે. પણ તે નિર્જરાને કરતો નથી. અહા! નિર્જરાના કાળે જાણે છે. અર્થાત્ નિર્જરાની જે પર્યાય છે તે જ્ઞાનરૂપ થઈ છે. એમ તેને તે જાણે છે. તેમ બંધને જાણે છે. એટલે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ - જ્ઞાયક ભાવ બંધનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાનની પર્યાયને જાણે છે. તેવી રીતે મોક્ષની પર્યાયને પણ જાણે છે. આમ, ઉદયને જાણે છે અને મોક્ષને પણ જાણે છે, તે ઉપરાંત ચાર બોલ લીધા છે ને! કે અવિપાક, સવિપાક, કામ અને અકામ નિર્જરાને પણ જાણે છે. અહા! દિગંબર સંતોએ તો ગજબ કામ કર્યા છે! પરંતુ તેને સમજનારા વિરલ જ પાકે. બાકી એવી વાત બીજે કયાંય છે નહીં ભાઈ ! એની ઊંડપની વાતુ અમે શું કહીએ. કર્તા-કર્મનું અનન્યપણું એટલે કે કર્તા અન્ય છે, અને કાર્ય અન્ય છે એમ હોઈ શકે નહીં. અર્થાત જ્ઞાનની પર્યાયનો કર્તા આત્મા છે અને એ પર્યાય તેનું કામ-કાર્ય છે. પણ રાગાદિને જાણ્યા માટે રાગનું એ કામ છે એમ નથી. કારણ કે કર્તા-કર્મ અનન્ય હોય છે પણ અનેરા-અનેરા નહીં. અર્થાત્ તે જ કર્તા અને તે જ કર્મ હોય છે-તે જ કર્તા અને તે જ તેનું કાર્ય હોય છે. એટલે કે રાગને જાણવા કાળે જ્ઞાન, જ્ઞાનરૂપે જ થયું છે. તેથી તેનો કર્તા પણ જ્ઞાન છે અને તેનું કર્મ પણ જ્ઞાન છે. પણ એ રાગનું જ્ઞાન છે તેથી એ રાગ કર્તા છે અને રાગનું જ્ઞાન એ કાર્ય છે એમ નથી વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઊઠયો તો તેનું અહીં જે જ્ઞાન થયું તે તેને લઈને થયું છે ને? કારણ કે તેમાં કયાં જ્ઞાન હતું કે જેથી તેનાથી જ્ઞાન થાય. તો અહીંયાં-આત્મામાં છે. જેથી તેને લઈને સ્વપરપ્રકાશક જ્ઞાન થાય છે. સમયસાર નાટકમાં આવે છે! કેઃ (સાધ્ય-સાધક દ્વાર). Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૫ જ્ઞાયક ભાવ સ્વપર પ્રકાશક સકતિ હમારી, તાતેં વચન-ભેદ ભ્રમ ભારી; શય દશા દુવિધા પરગાસી, નિજરૂપા પરરૂપ ભાસી..' ૪૬I સ્વપ્રકાશ જ્ઞય અને પરપ્રકાશ જ્ઞય-બેય વસ્તુ જ્ઞય છે. ય, સ્વ અને પર બેય છે. છતાં પણ પરને જાણવા કાળે તો જ્ઞાનપર્યાય પોતે પોતાથી જાણે છે. અને એ અહીં સિદ્ધ કરવું છે. ભાવાર્થ- છઠ્ઠી ગાથાની ટીકા થઈ ગઈ. ટ્વે તેનો ભાવાર્થ શું કહેવા માગે છે? કે આ આત્મા જે વસ્તુ છે તે દ્રવ્ય તરીકે શુદ્ધ છે. વસ્તુના સ્વભાવ તરીકે વસ્તુ (આત્મા) પોતે શુદ્ધ છે, પવિત્ર છે, નિર્મળ છે અને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. અને તેની દષ્ટિ કરતાં એટલે કે તેનો આદર કરતાં તેને એ શુદ્ધ છે એવું જ્ઞાનમાં ખ્યાલમાં-આવે છે. અહા! વસ્તુ તો શુદ્ધ છે–ત્રિકાળ શુદ્ધ છે. તેમ જ તે ચૈતન્યઇન ને આનંદકંદ છે. જ્યારે મલિનતા તો એક સમયની પર્યાયમાં દેખાય છે. પણ તેથી વસ્તુ મલિન નથી. વસ્તુ તો ત્રિકાળ નિર્મળ, પવિત્ર, શુદ્ધ, પૂર્ણ, અખંડ, અભેદ ને એકરૂપ છે? પણ કોને! એ શુદ્ધ કોને છે ? તેને જાણે તેને પણ જેના જ્ઞાનમાં એ વસ્તુ આવી નથી તેને એ છે નહીં. અહા ! એ પૂર્ણાનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ આત્મા છે. પણ જેના ખ્યાલમાં એ આવ્યો નથી એને તો એ છે નહીં, ભલે વસ્તુ તો છે. પરંતુ તેને એ છે નહીં. કેમ કે તેને તો “એ શુદ્ધ છે' એવું (જ્ઞાન) છે નહીં. અહા ! દૃષ્ટિમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ જ્ઞાયક ભાવ જેને રાગ, પુણ્ય ને દયા-દાનનો વિકલ્પ વર્તે છે તેને જે વસ્તુ શુદ્ધ છે તે તો શ્રદ્ધા-જ્ઞાનમાં આવી નથી. પરંતુ તેના શ્રદ્ધાજ્ઞાનમાં તો અશુદ્ધતા આવી છે, પર્યાય આવી છે. અને તે અશુદ્ધતા પર્યાયમાં આવી છે એ યથાર્થ છે. એટલે કે પર્યાયમાં અશુદ્ધપણું છે, પર્યાયદષ્ટિએ અશુદ્ધપણું છે. પણ એ વાસ્તવિક (આશ્રય કરવા યોગ્ય) ચીજ નથી. વાસ્તવિક ચીજ તો ત્રિકાળી જ્ઞાયક આત્મા છે કે જે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. અને તે સત્ય છે. જો કે પોતાની અપેક્ષાએ પર્યાય છે ખરી. પણ ત્રિકાળી આત્માની અપેક્ષાએ તે પર્યાયને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે. છતાં પર્યાય છે, રાગ છે, તે અસ્તિ છે. તે નથી જ-એમ નથી. પરંતુ તે પર્યાય ઉપર દષ્ટિ કરવાથી મિથ્યાત્વ થાય છે અને ભ્રમણ ઊભું રહે છે. માટે એ પર્યાય-રાગાદિ હોવા છતાં એ પર્યાય ઉપરની દૃષ્ટિનો નિષેધ કર્યો છે. તે ચીજ મારામાં નથીએમ તેનો નિષેધ કર્યો છે. અહા ! જ્ઞાયકવસ્તુ આત્મા ચૈતન્યપ્રભુ છે. તેનું સચ્ચિદાનંદમય સ્વરૂપ છે. તો તેની દષ્ટિ કરતાં, તેની દૃષ્ટિમાં તેનું સ્વરૂપ આવે છે. એટલે કે દૃષ્ટિ કરી ત્યારે તેને સ્વરૂપ ખ્યાલમાં આવ્યું. અને તેને માટે તે શુદ્ધ ને પવિત્ર છે. પરંતુ જેને એ ચીજ ખ્યાલમાં આવી જ નથી તેને માટે ‘તે છે' એ કયાંથી આવ્યું? ઝીણી વાત છે! આ તો મુખ્ય વાત છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથે કહેલી, જોયેલી ને જગતને દેખાડવા માટેની આ વાત છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૬૭ તો કહે છે કે પ્રભુ! તેં તેને-તને તેં-દેખ્યો નથી અને તું જે નથી તેને તું દેખી રહ્યો છો. પર્યાયમાં રહેલા રાગ અને પુણ્ય-પાપના ભાવ કે જે વસ્તુમાં નથી તેને તે દેખીને (પોતાના) માન્યા છે. પરંતુ એ તો પરિભ્રમણનું કારણ છે. જ્યારે એ પરિભ્રમણનો અંત જેમાં છે એટલે કે જેમાં પરિભ્રમણ અને પરિભ્રમણનો ભાવ નથી એવી ચીજ તું છો પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ ને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ છે, ચિત્રજ્ઞાન તો આત્મા જ્ઞાનાનંદ પ્રભુ છે. પરંતુ તેની દષ્ટિ કરે તેને માટે તે જ્ઞાનાનંદ છે. પણ તેની દષ્ટિ ન કરે તેને માટે જેની દ્રષ્ટિમાં એ વસ્તુ આવી નથી તેને માટે–તો એ સચ્ચિદાનંદ ધ્રુવ છે જ નહીં. આકરું કામ બાપુ! તેથી અહીં ભાવાર્થમાં કહે છે કે “અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે –પણ વસ્તુમાં અશુદ્ધપણું નથી. વસ્તુ જે ત્રિકાળી ચૈતન્ય પ્રભુ છે–શુદ્ધ અખંડને સચ્ચિદાનંદસ્વરૂપ જે આત્મા છે-તેમાં મલિનતા નથી. અર્થાત્ તેને મલિનતા નથી. પણ પર્યાયમાં મલિનતા થાય છે અને તે અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે એટલે કે સંયોગી ચીજના લક્ષે તે સંયોગીભાવ ઉત્પન્ન થાય છે. અહીં ! સ્વભાવની દષ્ટિથી તેને સ્વભાવ દષ્ટિમાં આવે છે અને સંયોગીભાવના લક્ષે તેને સંયોગી ભાવ લક્ષમાં આવે છે, અશુદ્ધતા તેને દષ્ટિમાં આવે છે, તો તે અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે. અર્થાત્ તે છે.' બાપુ! બહુ ઝીણી વાત છે. કેમ કે આ મારગ તો વીતરાગનો છે ને! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ અહા ! કહે છે કે આત્મા વીતરાગસ્વરૂપ પ્રભુ છે. કારણ કે જો તે વીતરાગસ્વરૂપ ન હોય તો વીતરાગતા અને સર્વજ્ઞતા આવશે કયાંથી? શું તે કાંઈ બહારથી આવે તેવી છે? માટે, આત્મા વીતરાગસ્વરૂપે પ્રભુ છે. પરંતુ તેને જે આ રાગ દેખાય છે તે સંયોગજનિત અશુદ્ધ મલિન પર્યાય છે. જોયું? “અશુદ્ધપણું પદ્રવ્યના સંયોગથી આવે છે એમ કહે છે. એટલે કે તે પર્યાયમાં તે છે. અવસ્થામાં બિલકુલ રાગ છે જ નહિ એમ નથી. પરંતુ રાગ છે. અને તે અપેક્ષાએ તે સત્ છે. એટલે કે તે “છે” એમ તેનો અર્થ છે. પણ તે નથી જ એમ નથી. તે સર્વથા અસત્ છે એમ નથી. પ્રશ્ન- ભ્રમણાથી શું રાગ ઉત્પન્ન કર્યો છે? સમાધાન - પોતે રાગ ઉત્પન્ન કર્યો એ જ ભ્રમણા છે. સ્વરૂપમાં રાગ નથી અને સંયોગને લક્ષે તેને ઉત્પન્ન કર્યો એ જ મિથ્યાત્વ ને ભ્રમ છે. પરંતુ ભ્રમ પણ છે. કાંઈ ભ્રમ નથી એમ નથી. એ અશુદ્ધતાની અવસ્થા છે તેથી પર્યાયમાં ભ્રમ પણ છે કે આ શરીરાદિ હું છું. તો, એ ભ્રમ પણ છે. અને તે છે” એ અપેક્ષાએ ભ્રમ સત્ય છે. પરંતુ “છે” એ અપેક્ષાએ જ હો. ભલે તે ત્રિકાળ નથી માટે અસત્ છે. પણ તે વર્તમાનમાં છે. તે બિલકુલ છે જ નહિ એમ કોઈ કહે તો એ વસ્તુની પર્યાયને જ જાણતો નથી. અહીં ! દ્રવ્યને તો તે જાણતો નથી પરંતુ તેની પર્યાયને તે જાણતો નથી. અહીં કહે છે કે અશુદ્ધપણું પરદ્રવ્યના સંબંધથી આવે છે. સંયોગ-સંબંધ એટલે કે પરદ્રવ્યનો સંયોગ અશુદ્ધપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૬૯ કરતું નથી, કરાવતું નથી. પણ પરદ્રવ્યના સંયોગે પોતે અશુદ્ધપણું ઊભું કરે છે. આવી વાત છે બાપુ! બહુ ઝીણી વાત છે. અનંતકાળમાં તેણે આત્મા શું ચીજ છે તે વાસ્તવિકપણે જાણવાનો પ્રયત્ન જ કર્યો નથી. અને બાકી બધા પ્રયત્નો બહારથી કરી કરીને મરી ગયો છે. તો કહે છે કે “ત્યાં મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી.” એટલે શું કહે છે? કે અશુદ્ધતા પરદ્રવ્યના સંબંધે આવે છે અર્થાત્ પરનો સંબંધ કરે છે માટે અશુદ્ધતા આવે છે હો. પણ પરને લઈને વિકાર થાય છે એમ નથી. હવે કહે છે કે “મૂળદ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ” એટલે કે વિકારરૂપ થતું જ નથી. અહા ! રાગ એ ખરેખર અન્ય દ્રવ્ય છે પણ સ્વ વસ્તુ નથી. અંદર ભગવાન આત્મામાં જે કંઈ પુણ્ય ને પાપના ભાવ થાય છે તે નિશ્ચયથી અન્ય દ્રવ્ય છે. તો સ્વદ્રવ્ય તે અન્ય દ્રવ્યરૂપે થતું નથી. એટલે કે જે વસ્તુ છે તે ત્રણ કાળમાં વિકારપણે થતી જ નથી. તો અહીં કહે છે કે મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ એટલે કે અન્ય તત્ત્વરૂપ થતું જ નથી એટલે કે પરદ્રવ્યના નિમિત્તથી અશુદ્ધતા થતી નથી. પણ નિમિત્તના લક્ષે તે થયેલ છે માટે નિમિત્તથી ” એમ કહ્યું છે. અહા ! પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે–અવસ્થામાં મલિનતા છે, પર્યાયમાં મલિનતા છે. જ્યારે વસ્તુ છે તે તો નિર્મળાનંદ પ્રભુ છે. વીતરાગમૂર્તિ ચૈતન્ય પ્રભુ આત્મા તો અનાદિ અનંત વસ્તુ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ৩০ જ્ઞાયક ભાવ છે. અને તે વસ્તુ મલિન થતી નથી. પણ તેની પર્યાય-અવસ્થાહાલત-વર્તમાન-દશા-૫૨દ્રવ્યના નિમિત્તથી મલિન થઈ જાય છે. દ્રવ્ય-દષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે પણ દ્રવ્ય-દષ્ટિથી હો. દ્રવ્યને જે દૃષ્ટિ દેખે છે તે દૃષ્ટિથી જોઈએ તો દ્રવ્ય તો જે છે તે જ છે. અહા ! ભાષા સાદી છે. કાંઈ બહુ એવી અઘરી નથી. પણ ભાવ તો ઝીણા છે. અરે ! એણે અનંત-અનંત કાળ થયા છતાં તત્ત્વ શું છે, મૂળ-કાયમી-અસલી-ચીજ શું છે તે જાણી જ નથી. તો અહીં કહે છે કે ‘દ્રવ્ય-દષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે'-જે છે તે જ છે. અર્થાત્ તેમાં મલિનતા પણ નથી અને સંસાર પણ નથી. પરંતુ તે જે કંઈ છે તેવી જ અનાદિથી છે. અહા ! દ્રવ્ય-દષ્ટિથી તો દ્રવ્ય એટલે કે વસ્તુ..... દ્રવ્ય એટલે પૈસો નહીં પણ વસ્તુ અહા! ભગવાન આત્મા વસ્તુ છે ને! તે છે ને? શું ભૂતકાળમાં નહોતો એમ છે? ના. એ તો પહેલેથી જ અનાદિથી જ છે. તો, તે અનાદિથી છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. એ તો છે.... છે.... એમ ત્રિકાળ છે. આવું તે દ્રવ્ય દ્રવ્ય-દષ્ટિથી તો જે છે તે જ છે. પરંતુ ‘પર્યાય-દષ્ટિથી જોવામાં આવે....... જોયું ? પર્યાય-દષ્ટિથી જોવામાં આવે એમ કહ્યું છે. અહા ! તેને અવસ્થાથી-પર્યાયદષ્ટિથી ‘જોવામાં આવે તો મલિન જ દેખાય છે'-મલિનતા છે અને તેમ દેખાય પણ છે. પર્યાયથી જુઓ તો દ્રવ્ય મલિન દેખાય છે. જુઓ અહીંયાં પરની દયા પાળવી કે તે પરની હિંસા કરી શકે છે એ વાત તો છે જ નહીં. તે જે Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૭૧ કરી શકતો જ નથી એ વાત શું કરવી? હા, એ કરી શકે છે કાં પર્યાય-દષ્ટિ અને કાં દ્રવ્ય-દૃષ્ટિ. અહા ! પર્યાય-દષ્ટિએ-અજ્ઞાનભાવે-તે મલિન પર્યાય કરી શકે છે. પણ એથી તે પરનું કાંઈ કરી શકે છે એમ છે નહીં. એને તેથી એ વાત તો લીધી જ નથી. કેમ કે ૫૨ તો ૫૨૫ણે જ છે. માટે તેને બીજો કરે શું? હવે તારામાં બે વાત છેઃ (૧) જો દ્રવ્ય-દષ્ટિથી જોઈએ તો તે શુદ્ધ છે-જે છે તે જ છે-એ પણ બરાબર છે. અને (૨) જો પર્યાય-દષ્ટિથી જોઈએ તો તે મલિન છે. અને તે પણ બરાબર છે. પરંતુ હવે ખરેખર જે ત્રિકાળી ચીજ છે. તેને દષ્ટિમાં લેવા માટે, એ મલિનતા પર્યાયમાં છે..... તે છે હો...... તો પણ તેને ગૌણ કરીને ‘તે નથી ’ એમ કહ્યું છે. અને જે ત્રિકાળી છે તેને મુખ્ય કરીને, નિશ્ચય કહીને, સત્ય કહીને તેનો આશ્રય લેવરાવ્યો છે. આવો ઉપદેશ છે! પર્યાય-દષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે પાછું જોયું? કે દ્રવ્ય જે છે તે જ છે એમ કહેવું હતું તો હવે એ દ્રવ્ય કેવું છે તે કહે છે. અર્થાત્ હવે આત્માને દ્રવ્ય તરીકે લેવો છે ને! એટલે તેની વાત કરે છે. નહીંતર તો બીજાં દ્રવ્યો પણ છે. પરંતુ અહીં દ્રવ્ય જે છે તે જ છે એટલે શું ? કે એનો દ્રવ્યનો-સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે.’ –એ આત્મા પ્રભુ તો Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ જ્ઞાયક ભાવ જાણક સ્વભાવી ધ્રુવ માત્ર છે. અનાદિ-અનંત એ વસ્તુ છે. અહીં ! દ્રવ્યથી કહો કે જ્ઞાયકપણાથી કહો-એ બધી એક ચીજ છે. પરંતુ ‘દ્રવ્ય” કહેતાં સામાન્ય છએ દ્રવ્યની વાત થઈ ગઈ. એટલે અહીં જ્યારે આત્મા કહેવો છે ત્યારે તેને કહ્યું કે એ આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે. અહીં ! દ્રવ્ય તો છે એ છે. અને અશુદ્ધ પર્યાય સંયોગથી થાય છે. એ તો સામાન્ય વાત કરી. પરંતુ હવે એ જે દ્રવ્ય છે તે વસ્તુ કેવી છે? કેમ કે દ્રવ્ય તો પરમાણુ પણ છે અને આકાશ પણ છે. તો, આ જીવદ્રવ્ય જ્ઞાયકમાત્ર છે, જ્ઞાયક પ્રભુ છે. જાણન-સ્વભાવ સ્વરૂપ તે દ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્ય તો પરમાણુ છે અને આકાશ પણ છે. પરંતુ તે કાંઈ જ્ઞાયક સ્વભાવ સ્વરૂપ નથી. પણ એ તો જડસ્વરૂપ છે. એ રીતે આત્માનો સ્વભાવ –જ્યારે દ્રવ્ય જે છે તે જ છે તો આત્માનો સ્વભાવ તો જ્ઞાયકપણું માત્ર છે-જાણનસ્વભાવની મૂર્તિ પ્રભુ આત્મા છે. પોતે જાણનસ્વભાવની પૂતળી છે. એટલે કે એકલો જ્ઞાયકભાવ તે દ્રવ્ય છે. મારગ બહુ અલૌકિક છે બાપુ ! પરંતુ એક તો આવું સત્ય છે તે સાંભળવા પણ મળે નહીં તો તે કે દિ' વિચાર કરે અને કે દિ' જે વાસ્તવિક કરવા જેવું છે તે કરે? અહીં કહે છે કે એ દ્રવ્ય એટલે કે આત્માનો સ્વભાવ અહીંયાં કાયમી દ્રવ્ય લેવું છે ને? એટલે દ્રવ્યનો સ્વભાવ “જ્ઞાયકપણું માત્ર” લીધો છે. અહા! બિલકુલ રાગ, પુણ્ય, સંસાર અને ઉદયભાવ એમાં છે નહીં. એ તો જ્ઞાયકમાત્ર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૭૩ ધ્રુવ પ્રભુ છે, જાણનસ્વભાવનો કંદ પ્રભુ છે, જાણો સ્વભાવનો વજબિંબ છે. અર્થાત્ તે તો જ્ઞાયકમાત્ર પ્રભુ છે કે જેની દષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. તે જ્ઞાયકની દષ્ટિ કરતાં જ સમ્યગ્દર્શન થાય છે. કારણ કે તે જ સમ્યક નામ સત્ય દર્શન છે. એ જ્ઞાયક ત્રિકાળ સત્ છે. માટે તેનું દર્શન કરતાં સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ ? અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પહેલાં સાધારણ વાત કરી હતી પછી દ્રવ્યને જ્ઞાયકભાવ તરીકે બતાવીને એ વસ્તુ જ્ઞાયકભાવમય દ્રવ્ય છે તેમ કહ્યું, અને હવે કહે છે કે તેની પર્યાય અવસ્થા પુદ્ગલ કર્મે કરી છે એમ નથી, હા પુદ્ગલ કર્મ નિમિત્ત છે પણ તેનાથી કાર્ય થયું છે એમ નથી. એમ કહેવાય કે તે અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી થઈ. પરંતુ સ્વભાવથી નથી થયું તેથી તે નિમિત્તથી થયું છે એમ કહેવામાં આવે છે. જે કાંઈ પુણ્ય ને પાપના મલિન ભાવ દેખાય છે એ તો પર્યાય છે. જ્યારે દ્રવ્ય કે જે જ્ઞાયક છે તે કાંઈ આ મલિન પર્યાયમાં આવ્યું નથી. તેવી રીતે જે મલિન પર્યાય છે તે જ્ઞાયક ભાવમાં ગઈ નથી. અર્થાત્ પર્યાયનું હોવાપણું પર્યાયમાં રહ્યું છે. અને જ્ઞાયકપણાનું હોવાપણું જ્ઞાયકપણાને પોતાને લઈને જ્ઞાયકપણામાં રહ્યું છે, આમ બેય હોવાપણે તો છે. કાંઈ જેમ આકાશના ફૂલ નથી તેમ અશુદ્ધતા નથી જ એમ નથી. પરંતુ એ અશુદ્ધતા પર્યાયમાં છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ જ્ઞાયક ભાવ એ અશુદ્ધતા પર્યાયમાં છે. પર્યાયની દૃષ્ટિથી જોતાં જ્ઞાનીને પણ પર્યાયમાં મલિનતા દેખાય છે. અને તેથી તો કહ્યું કે “મારા અને પરના મોહના નાશ માટે—એનો અર્થ એ થયો કે પર્યાયમાં મોટું છે. ભલે ત્યાં મોહ લીધો છે અને અહીં રાગનો અંશ લીધો છે. તો પણ તે છે તેનું અસ્તિત્વ છે. માટે કહ્યું કે પર્યાયથી જોઈએ તો મલિનતાનું અસ્તિત્વ છે. વસ્તુથી જોઈએ તો વસ્તુમાં તે છે નહીં અહા ! ભાષા તો સાદી છે પણ ભાવ તો જે છે તે છે. અરે, પણ અત્યારે તો આ વર વિના જાન જોડી દીધી છે. આત્મા દ્રવ્ય વસ્તુએ કોણ છે તેના જ્ઞાન અને ભાન વિના બધા વ્રત, તપ અને ભક્તિ કરે છે. અહીં પણ કેમ બેસે? અજ્ઞાની તો એમ કહે છે કે મલિન પર્યાય છે તો પર્યાય દ્રવ્યની છે માટે શું દ્રવ્ય મલિન નથી થયું? પર્યાય દ્રવ્યની છે તેથી અને પર્યાયમાં અશુદ્ધતા છે તો દ્રવ્ય પણ અશુદ્ધ થઈ ગયું છે ને! પર્યાય અશુદ્ધ થઈ છે તો દ્રવ્ય પણ અશુદ્ધ થયું છે ને! અને પ્રવચન સારજીની નવમી ગાથામાં પણ આવે છે ને કે શુભભાવ વખતે દ્રવ્ય અશુભ છે. અશુભભાવમાં તન્મય છે. અને શુદ્ધભાવ વખતે દ્રવ્ય શુદ્ધ છે-શુદ્ધભાવમાં તન્મય છે! અરે ભગવાન! પણ એ તો પર્યાયની તન્મયતાની વાત છે. શુભભાવ વખતે દ્રવ્ય પર્યાયમાં તન્મય છે. અર્થાત્ એ પર્યાય બીજાની છે અને જીવની કહેવાણી છે એમ નથી આટલું બતાવવું છે. પરંતુ નિશ્ચય નયથી અશુદ્ધ પરિણામ વખતે અને અશુદ્ધતાના કાળમાં દ્રવ્ય તેમાં તન્મય થઈ ગયું છે એમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૫ જ્ઞાયક ભાવ ત્રણ કાળમાં નથી. કેમ કે ભગવાન આત્મા તો જ્ઞાયકરૂપે ત્રિકાળ રહ્યો છે અને માટે તો તેને (તેની દૃષ્ટિ કરવાનો) અવકાશ છેતે છે એવો તેને માનવાનો અને તેની દષ્ટિ કરવાનો તને અવકાશ છે. અહા! પોતે તો ત્રિકાળ શુદ્ધ છે. કેમ કે દ્રવ્ય ત્રણ કાળમાં કોઈ દિ' અશુદ્ધ થાય જ નહીં. તો એ શુદ્ધપણે પરિણમે-સિદ્ધપણે પરિણમે-તે પણ પર્યાય છે અને અશુભપણે પરિણમે એ પણ પર્યાય છે. તેથી તે શુદ્ધની પર્યાય પણ કાંઈ દ્રવ્યમાં ચાલી ગઈ નથી. આવું સ્વરૂપ છે ભાઈ ! તારું સ્વરૂપ જ એવું છે પ્રભુ! પણ તને ખબર નથી. અહા ! કહે છે કે તને દૃષ્ટિ કરવા માટે અવકાશ છે. કેમ? કેમ કે એ તો જ્ઞાયકપણે જ રહ્યો છે. માટે તેને માનવો એ તને અવકાશ છે, અર્થાત્ પ્રભુ આત્મા તો જ્ઞાયકપણે ત્રિકાળ રહેલો છે. માટે દષ્ટિનો જે વિષય છે એ તો એવો ને એવો રહ્યો છે. અને તેથી, તું દષ્ટિ કરી શકીશ. પણ જો તે મલિન થઈ ગયો હોય અને તેમાં શુદ્ધતા માનવી હોય તો તો મુશ્કેલ પડે. પરંતુ એ તો પર્યાયમાં મલિનતા છે. અરે ! પણ જ્યાં પહેલામાં પહેલી વાતમાં સમ્યગ્દર્શનનાં જ ઠેકાણાં નથી-સમ્યગ્દર્શનથી ધર્મની ભૂમિકા ઉત્પન્ન થાય છે પણ એ વસ્તુ (સમ્યગ્દર્શન) જ જ્યાં નથી–ત્યાં તેના આ બધા વ્રત-તપ કરે ઉપસર્ગ, પરિષ સહુના કરે તે બધું થોથાં છે, સંસાર ખાતે છે પ્રભુ! અહીં કહે છે કે દ્રવ્ય દૃષ્ટિથી જોવામાં આવે.” એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ જ્ઞાયક ભાવ દ્રવ્ય તો જ્ઞાયક ભાવે જ છે. તો એ દૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે–તને જ્ઞાયકપણું જ નજરે પડશે. શું કહ્યું તે સમજાણું? કે જે આત્મા છે, જે જ્ઞાયકભાવ છે, જે જાણકસ્વભાવ ભાવ છે એ તો ત્રિકાળ છે. જ્યારે તેની વર્તમાન દશામાં જે મિલનતા છે એ તો વર્તમાન દશાની પર્યાયમાં તેથી જે વસ્તુ છે તે તો ત્રિકાળ જ્ઞાયકભાવે જ રહેલી છે. માટે એ જ્ઞાયકભાવ કોઈ દિ મલિન થયો નથી, કોઈ દિ' ૫૨૫ણે થયો હોય અને તેને અશુદ્ધતા લાગુ પડી હોય એમ થયું જ નથી. એટલે કે એ ત્રિકાળ જ્ઞાયકભાવ છે તેને આવરણ નથી અહા ! એ તો શાયક પ્રભુ છે. તે વસ્તુ છે ને! ચૈતન્ય વસ્તુ છે ને! જાણક સ્વભાવ..... જાણક સ્વભાવ.... જાણક સ્વભાવ એવો નિત્યાનંદ પ્રભુ આત્મા ધ્રુવ-અણઉત્પન્ન ને અવિનાશી ચીજ છે ને! માટે તને તેની દૃષ્ટિ કરવાનો અવકાશ છે. કેમ કે જ્ઞાયકભાવ જ્ઞાયકપણે રહેલો છે તો તેની દૃષ્ટિ કરવાને તને અવકાશ છે. અને તે જ્ઞાયકની દૃષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. અહીં કહે છે કે એ જ્ઞાયકપણું દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું જ્ઞાયકપણું જ છે જોયું! જ્ઞાયકપણું જ એમ કહ્યું તેનો સ્વભાવ જાણવું છે. અર્થાત્ જાણવુ એ તેનું સ્વભાવપણું છે, અહા! સત્ પ્રભુ જે આત્મા છે તે સચ્ચિદાનંદ છે. એટલે કે એ ચિદ્દ નામ જ્ઞાન અને આનંદનું સત્ છે, એ તો ત્રિકાળ જ્ઞાન ને આનંદસ્વરૂપે જ બિરાજમાન છે. તેને દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો જે કાયમ રહેલું તત્ત્વ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ છે તેને જોવામાં આવે તો એટલે કે વર્તમાન દશામાં મલિનતા છે તેને જોવામાં ન આવે અને કાયમ રહેલી જે ચીજ છે-વસ્તુ જે જ્ઞાયક ધ્રુવ છે–તેને જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે અહીંયાં “ભાવ” લેવો છે. ને! સતનું સતપણું લેવું છે ને ! તો સપ્રભુનું સપણે એ જ્ઞાયકપણું છે એમ કહે છે, અહીં સત્ છે”—એવો જે ભગવાન આત્મા છે તેનું જ્ઞાયક પણ એ એનું સત્ત્વ છે, એનો ભાવ છે, પણ એનું સત્ત્વ છે, એનો ભાવ છે, પણ એનું સત્ત્વ ને એનો ભાવ જે આ પુણ્ય-પાપના ભાવ થાય છે-દયા, દાન, વ્રત, ભક્તિ અને કામ, ક્રોધના ભાવ થાય છે-તે નથી. એ સતનું સત્વ નથી, સતનો કસ નથી. પરંતુ જે સત્ પ્રભુ છે તેનો કસ તો શાયકપણું છે, પ્રશ્ન- હવે એક તો અમને નવરાશ ન મળે, ફુરસદ ન મળે અને તેમાં આવી વાતુ? સમાધાનઃ- બાપુ! આ કરવું પડશે ભાઈ ! એ નિવૃત્ત સ્વરૂપ પડ્યું છે તો તેને માટે થોડી નિવૃત્તિ લેવી પડશે, બીજે આવે છે ને! કે “મારી નયણને આળશે રે, મેં નિરખ્યા ન નયણે હરિ'.... હરિ–આત્મા જે રાગ-દ્વષને હરનારો છે એવો હરિ પ્રભુ આત્મા છે, નયનને આળશે તેને જોયો નહીં, અહા ! એ પર્યાય અને મલિનતાની સમીપમાં જ પૂર્ણ જ્ઞાયક પ્રભુ આત્મા પડ્યો છે. પરંતુ તેને જોવાને ફુરસદ લીધી નહીં. જોનારને જ્યાં બહારનું જોવાનું મળ્યું ત્યાં તે (બહારમાં) રોકાઈ ગયો. પણ જેની સત્તામાં જવાય છે તેની સત્તા જોવા નવરો ન થયો. સમજાણું કાંઈ ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ જ્ઞાયક ભાવ આવો મારગ છે તો આમાં કરવું શું? આમાં કંઈ સૂઝ પડતી નથી. આગમ પ્રમાણે કરવાનું કહો વ્રત પાળો, દયા પાળો, દાનમાં પૈસા આપો કે મંદિર બનાવો એવું કહો-તો સમજાય તો ખરું? ભાઈ ! એ તો રાગ છે. અને રાગપણે જ્ઞાયક પ્રભુ તો કોઈ દિ' થયો નથી. પરંતુ એ તો પર્યાય તેપણે થયેલ છે. કેમ કે જો દ્રવ્ય પોતે રાગપણે થાય તો તો થઈ રહ્યું-દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. એટલે કે દ્રવ્ય જ પોતે રહે નહીં, પરંતુ એ ચીજ તો છે તે જ છે. બધા આત્માની અંદરમાં જ્ઞાયકપણે જ પ્રભુ આત્મા બિરાજમાન છે. અર્થાત્ અંદર જે જ્ઞાયકપણું છે તે છે જ. અને છે તેની દષ્ટિ કરવી છે ને પ્રભુ! તથા પર્યાયની દષ્ટિ (જ્ઞાન) પણ જ્યારે આ દ્રવ્યદષ્ટિ યથાર્થ થાય ત્યારે જ થાય. કેમ કે દ્રવ્યદૃષ્ટિ યથાર્થ થાય પછી પર્યાયને જોવે તો મલિનતા દેખાય છે તે જ્ઞાનને ય છે. સમજાણું કાંઈ ? અને તે એમ પણ જાણે છે કે આ પરિણમન મારી પર્યાયમાં છે. તે મારા દ્રવ્યમાં નથી. છતાં પણ જે પુણ્ય-પાપને ભાવ છે તે મને થાય છે. અને તેનો હું પરિણમન કરનારો હોવાથી કર્તા છું-આમ ન જ્ઞાનથી તે જાણે. પણ વસ્તુદષ્ટિથી જોતાં તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણે જ રહ્યું છે. તો, તેને જોવે, જાણે ને માને તે પછી જ તેની પર્યાયમાં મલિનતા છે તેનું જ્ઞાન તેને સાચું થાય. આવું આકરું કામ છે? આના કરતાં ચાર-છ-આઠ-દસ ઉપવાસ કરી નાખવાનું કહો તો લ્યો, કરી પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૯ જ્ઞાયક ભાવ નાખીએ... ભાઈ ! શરીરના બળિયા હોય તે અપવાસ કરે, ઉપવાસ નહીં હો. પણ અપવાસ. કેમ કે ઉપવાસ તો ભગવાન આત્મા કે જે જ્ઞાયકભાવ છે તેના સમીપમાં જઈને વસવુંપર્યાયમાં જ્ઞાયક ભાવને આદરવો તે છે. અર્થાત્ અતીન્દ્રિય આનંદની દશા પ્રગટ થાય તેને (ભગવાન) ઉપવાસ કહે છે. બાકી બધા અપવાસ છે. રાગમાં વસીને જે ઉપવાસ-ધર્મ કર્યો એમ માને છે, એ તો અપવાસ માઠો વાસ છે. કેમ કે ભગવાન જ્ઞાયકભાવને તો તેણે જોયો નથી. અહા ! જેનું મહા અસ્તિત્વ છે, જેનું મહા હોવાપણે અસ્તિત્વ છે, જેનું માહાભ્ય અસ્તિત્વ સ્વરૂપ છે એવા જ્ઞાયકભાવને તો તેણે જોયો નથી અને માન્યો નથી. માટે તેને માઠો વાસ છે. અહીં કહે છે કે દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું જ છે એકાંત છે? (હા) નિશ્ચયનય છે તે સમ્યક એકાંત છે. અહા ! અંદર પ્રભુ આત્મા બિરાજમાન છે. કેમ કે જ્યારે કેવળજ્ઞાન થશે ત્યારે એ પર્યાય કયાંથી આવશે? શું પ્રભુ! એ કયાંય બહારથી આવશે? અંદરમાં શાકભાવની શક્તિ અને સ્વભાવ ભર્યો જ છે. તો, તે જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. એટલે કે એ શુભાશુભભાવ કે જે મલિન પર્યાય છે, અચેતન છે તે રૂપે જ્ઞાયકભાવ થયો નથી. અને એ તો ટીકામાં આવી ગયું છે ને! કે જ્ઞાયકભાવ શુભાશુભભાવપણે થયો નથી એટલે કે જડ થયો નથી. ટીકામાં એ આવી ગયું છે. અહીં! આ કાંઈ કથા વાર્તા નથી. પણ આ તો પ્રભુ આત્માની ભાગવત કથા છે. ભગવત સ્વરૂપ પ્રભુ આત્મા અંદર છે. અને તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮) જ્ઞાયક ભાવ પહોંચી વળવાની તેનો ભેટો કરવાની આ વાત છે પ્રભુ! પામરને ભેટીને પડ્યો છો તો પ્રભુ! હવે એકવાર પ્રભુતાની ભેટ કર. તારી પામરતા નાશ થઈ જશે. પ્રશ્ન:- આખા સમાજને આવો ઉપદેશ? બાપુ! સમાજને પણ અંદર આત્મા છે ને! પ્રભુ છે ને! જ્યારે આ શરીર તો જડ, માટી છે. આ જાણનારને જણાવે છે કે તું તો જાણકપણે જ કાયમ રહ્યો છે ને! જ્યારે આ અમારી સામું જોઈને તું સાંભળે છે અને જે રાગ થાય છે એ તો પર્યાયમાં થાય છે. અને છતાં પણ તારો જે જ્ઞાયકભાવ છે તે કોઈ દિ' પર્યાયપણે કે રાગપણે થયો જ નથી. તે કાંઈ જડપણે થયો નથી. એટલે? કે શુભાશુભભાવ છે એ તો જડ છે. કેમ કે દયા, દાન, વ્રત, ભક્તિ અને પૂજાનો જે વિકલ્પ ઊઠે છે તેમાં ચૈતન્યના જ્ઞાયકપણાના અંશનો પણ અભાવ છે. અહા ! આખા જ્ઞાયકપણાનો તો તેમાં અભાવ જ છે. પણ તેના અંશનો પણ તેમાં અભાવ છે એટલે કે દયા, દાન, વ્રત, આદિના પરિણામમાં શાયકનો તો અભાવ છે. પણ તેના એક અંશનો પણ તેનામાં અભાવ છે. અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય કે જેમાં ભગવાન આત્મા જણાણો છે તેવી પર્યાયનો પણ રાગમાં અભાવ છે. તો પછી જ્ઞાયકનો તો રાગમાં અભાવ જ છે. અરે ! આવી વાત કયાં મળે ? અહા! કહે છે કે કાંઈ જડપણું થયું નથી. એટલે? કે જે કંઈ શુભભાવ કે અશુભભાવ થાય છે તેમાં ચૈતન્યનો જ્ઞાયકભાવનો તો અભાવ છે, જે પરંતુ તે જ્ઞાયકભાવની જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૮૧ શ્રદ્ધા, જ્ઞાન આદિની નિર્મળ પર્યાય થાય છે તેનો પણ તેમાં અભાવ છે. તેથી તે શુભાશુભને જડપણું છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા અને ભગવાનનું સ્મરણ એ જે બધો રાગ છે તે જડ છે. જ્યારે ભગવાન આત્મા જ્ઞાયકપણે છે. તો, વસ્તુ કે જે જ્ઞાયકપણે છે એ તો રાગરૂપે થઈ જ નથી, એ રાગમાં આવી જ નથી. પરંતુ જ્ઞાયકની શ્રદ્ધા-જ્ઞાનનાં જે સાચાં કિરણો ફૂટયાં છે તે કિરણોનો પણ રાગમાં અભાવ છે. માટે કહે છે કે જે ભાવને પાંચ મહાવ્રતના ભાવ કહેવાય, ભગવાનનું સ્મરણ કહેવાય તે જડ છે. અર્થાત્ એ ભાવને અહીં તો જડ કીધો છે, તો પછી શું એ જડથી ચૈતન્ય જ્ઞાયકપણું પ્રગટે? જ્ઞાયકપણું તો છે જ પણ જ્ઞાયકપણાના સ્વભાવના સત્કાર, પ્રતીત અને અનુભવથી તેનું ચૈતન્યપણું પ્રગટે છે. પણ એ રાગના ક્રિયાકાંડના પરિણામથી પ્રભુ ન પ્રગટે, આવું ભારે આકરું કામ છે. અહા! પ્રભુ ચૈતન્ય દ્રવ્ય તો જ્ઞાયકપણે કાયમ રહેલો જ છે. પરંતુ તેને માનનારી જે દષ્ટિ છે અને તેને જાણનારું જે જ્ઞાન છે–તેને જાણનારું જ્ઞાન હો-તે દષ્ટિ અને જ્ઞાનનો અંશ પણ શુભરાગમાં નથી. તેથી એ રાગને-શુભ અને અશુભભાવને જડ કહેવામાં આવે છે. હવે કહે છે કે અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી રહ્યું છે એટલે કે પર્યાય નથી જ એમ નહીં, પણ પર્યાય છે છતાં પણ અહીંયાં દ્રવ્યની દૃષ્ટિ કરાવવા, જ્ઞાયકપણાની દષ્ટિ કે જે સત્ય છે તે કરાવવા દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. અર્થાત્ જે સત્ય સ્વભાવ છે તેની સતદષ્ટિ કરાવવા દ્રવ્યદષ્ટિને મુખ્ય કરીને કહ્યું છે. પ્રધાન કરીને=મુખ્ય કરીને. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ " જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે’-જે ગુણસ્થાનના ભેદ છે, જે ચૌદ ગુણસ્થાન છે એ તો અશુદ્ધનયનો-વ્યવહારનયનો-વિષય છે. તેથી તે વસ્તુમાં નથી. અહા! ચૌદ ગુણસ્થાનના ભેદ પણ વસ્તુમાં નથી હો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ કરતાં ચૌદમું ગુણસ્થાન છે એ તો અશુદ્ઘનયનો વિષય છે, પર્યાયનો વિષય કહો કે અશુદ્ઘનયનો વિષય કહો કે વ્યવહારનયનો વિષય કહોત્રણેય એક જ છે. તો, એ ‘જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે'. પાઠમાં હતું ને? કે અપ્રમત્ત-પ્રમત્ત..... જોકે પાઠમાં ન વિ હોવિ આપમત્તો ન પમત્તો-અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી એમ છે. (જ્યારે ભાવાર્થ પ્રમત્ત-અપ્રમત્ત એમ છે.) પરંતુ એ તો પછી સામાન્યપણે સમજાવ્યું છે, કેમ કે પ્રમત્ત પહેલાં હોય છે ખરું ને! પ્રમત્ત પહેલાં હોય છે. પહેલેથી છઠ્ઠું ગુણસ્થાન અને પછી સાતમાથી ચૌદમા ગુણસ્થાનની અપ્રમત્તની ધારા હોય છે, એટલે અહીં ( ભાવાર્થમાં ) સમજાવવામાં જે પહેલું છે તેને પ્રમત્તને પ્રથમ લીધું છે. ૮૨ તો, કહે છે કે આત્મા કે જે જ્ઞાયકભાવે બિરાજમાન છે તેમાં પ્રમત્ત-અપ્રમત્તના ભેદ નથી. કેમ કે તે શુભાશુભભાવપણે થયો નથી, એટલે કે તે જડપણે થયો નથી. માટે પ્રમત્ત અપ્રમત્તના ભેદ એ વસ્તુમાં નથી. સમજાણું કાંઈ ? આવો ઉપદેશ ? કાંઈ વાર્તા હોય તો સમજાય પણ ખરું? અથવા ઘરે વાતુ થાતી હોય એવી વાતુ કરો તો પણ સમજાય ! અરે બાપુ! એ તો તારા ઘરમાં કોઈ દિ' થાતું નથી. અરે ! તારી પર્યાયમાં પણ કોઈ દિ' થાતું નથી એવી Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૩ જ્ઞાયક ભાવ વાત છે. તો સર્વજ્ઞ ત્રિલોકનાથ પોકાર કરે છે કે અમે જે સર્વજ્ઞ થયા એ સર્વજ્ઞપણામાંથી સર્વજ્ઞસ્વભાવમાંથી–થયા છીએ. એ સર્વશપણું કાંઈ બહારથી આવ્યું નથી. એમ તારો ગુણ પણ સર્વજ્ઞસ્વભાવી છે. તો એ પોતે જે સર્વજ્ઞસ્વભાવ છે તે કોઈ દિ' રાગપણે અલ્પજ્ઞપણે થયો જ નથી. અહા ! જ્ઞાયકપણું, સર્વજ્ઞપણું એવું જે તારું સત્વ છે તે કોઈ દિ' અલ્પજ્ઞપણે થયું જ નથી. તો પછી તે રાગપણે તો થાય કયાંથી જ ? તો, કહે છે કે જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. જ્ઞાયકભાવમાં શુભાશુભ તેમ જ પ્રમત્ત-અપ્રમત્ત પર્યાય પણ નથી. માટે તેમાં ભેદ નથી. ભેદ તો પરદ્રવ્યના સંયોગને લક્ષે થયેલા છે. અહા ! તે પરદ્રવ્યના સંયોગજનિત છે. એટલે કોઈ સંયોગે તેમને ઉત્પન્ન કરાવ્યા છે એમ નથી. પરંતુ સંયોગજનિત કહેતાં તે સંયોગના લક્ષે ઉત્પન્ન થયેલા છે. આખી કલાક આવો બધો ઉપદેશ? યાદ શી રીતે રહે? બાપુ! તું અનંત કેવળજ્ઞાનનો ધણી છો ને નાથ ! ત્રણ કાળ અને ત્રણ લોકને જાણ એવી નથી ! તારામાં શક્તિ પડી છે. તો પછી તેમાં આવી સાધારણ વાતને ન જાણી શકે એમ ન હોય ભાઈ ! ન સમજાય”—એમ કહેતાં પ્રભુ! તને કલંક લાગે છે. કેમ કે એ તો જ્ઞાયકપણાનો પીંડ છે ને! છતાં એ કહે કે મને ન સમજાય? પર્યાયમાં ન સમજાય? અહીં કહે છે કે જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે–પરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ જ્ઞાયક ભાવ થયેલા પર્યાય છે. અને એ અશુદ્ધતા પર્યાયમાં-અવસ્થામાંહાલતમાં બદલતી દશામાં-હુલન ચલનવાળી દશામાં અશુદ્ધતા છે, પણ નહિ બદલતી એવી સ્થિર ધ્રુવ વસ્તુમાં તે નથી. અહા ! જ્ઞાયકભાવ તો નહીં હલતો નહીં ચલતો સ્થિર ધ્રુવ છે. પણ ઉત્પાવ્યયધ્રૌવ્યયુp સત્ છે તે? છતાં ધ્રુવ છે એ તો હલતો નથી ચલતો નથી અને પરિણમતો નથી. એવી એ ત્રિકાળી વસ્તુ છે. અને તેની દષ્ટિની અપેક્ષાએ અશુદ્ધપણું એ સંયોગજનિત વિકાર છે. તથા તે વિકાર દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે મુખ્ય નહીં એટલે કે તે છે ખરો એમ પેટામાં રાખ. અહા ! તેને તળેટીમાં રાખ. પણ ચઢવું છે તો ઉપરમાં અને ત્યારે તે એ તળેટી સાથે નહીં આવે તો કહે છે કે મલિનતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે અર્થાત્ મલિનતા નથી જતેનો અભાવ છે-એમ નથી હો. કેમ કે તો તો સંસાર પણ નથી, દુ:ખ પણ નથી અને વિકાર પણ નથી. પરંતુ એમ નથી. તે મલિનતા છે. છતાં પણ દ્રવ્યદષ્ટિની વસ્તુ જ્ઞાયકભાવની દષ્ટિની મુખ્યતાએ તે અશુદ્ધતાને ગૌણ કરીને “તે નથીએમ કહેવામાં આવ્યું છે. તો તેને ગૌણ કરીને, પેટામાં રાખીને, ઉપર ટોચમાં જવાનું છે. જેમ ઉપર જાય છે ત્યારે તળેટી નીચે રહી જાય છે. છતાં પણ તે છે ખરી તેમ રાગથી ભિન્ન પડીને સ્વરૂપની દષ્ટિ કરવા માટે અને તેમાં સ્થિર થવા માટે જ્યારે પર્યાયને ગૌણ કરે છે ત્યારે જ તેમાં સ્વરૂપમાં દષ્ટિ જાય છે અને તેમાં સ્થિર થાય છે. સ્વરૂપમાં! અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે (શ્રી જયચંદજીએ) બીજી ભાષામાં ગૌણનો અર્થ કરી સમજાવ્યું છે કે દ્રવ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૮૫ દષ્ટિની અપેક્ષાએ વસ્તુ કે જે ત્રિકાળ જ્ઞાયક પ્રભુ છે તેની દષ્ટિએ એ જ અશુદ્ધતા છે તે વ્યવહાર છે, જ્યારે ત્રિકાળી જ્ઞાયકભાવ તે નિશ્ચય છે, પરંતુ તેથી પર્યાય અને અશુદ્ધતા બિલકુલ જ નથી એમ નથી. અહા ! એ વિકારીભાવ પર્યાય દષ્ટિમાં સંયોગજનિત ભેદ છે અર્થાત્ તે વસ્તુમાં છે નહીં અને વસ્તુની દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. તો કહે છે કે અહીં દ્રવ્યદષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે, તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે વસ્તુની દષ્ટિ કરાવવા તે અશુદ્ધતાને પેટમાં ગૌણ રાખીને તેમાં નથી તેની પર્યાયમાં પણ નથી-એમ કહ્યું છે. પણ ગૌણ કરીને હો. પરંતુ પર્યાય છે જ નહીં એમ નહિ. તો એ પર્યાયને ગૌણ કરીને અર્થાત્ તેની મુખ્યતા લક્ષમાં ન લેવા માટે કેમ કે તે કારણથી ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન થાય છે માટે તે કારણેઅશુદ્ધતાને ગૌણ કરી છે. અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે વસ્તુ જે ચૈતન્ય પ્રભુ આત્મા છે-નિત્યાનંદ ધ્રુવમય જે વસ્તુ છે-તેની દષ્ટિમાં ગુણસ્થાન અને પુણ્ય-પાપ આદિ જે પર્યાયના ભેદો છે તે બધા ગૌણ છે, વ્યવહાર છે.” ત્રિકાળી જ્ઞાયકભાવ મુખ્ય છે જ્યારે પ્રમત્ત-અપ્રમત્ત આદિના જે ભેદ છે તે ગૌણ છે. હવે કહે છે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે” વસ્તુ કે જે ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ પ્રભુ છે. તેમાં પલટો કે અવસ્થા પણ નથી–એવી જે ચીજ છે તે શુદ્ધ છે જ્યારે મલિન પર્યાય અને ભેદને અશુદ્ધ કહીને ઉપપાર કહીને “તે નથી” એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ જ્ઞાયક ભાવ કહેવામાં આવ્યું છે. અહીં ! ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા એક સમયમાં ધ્રુવ.... ધ્રુવ.... એમ ચિદાનંદ સ્વરૂપ પ્રભુ છે. અને તેની દષ્ટિ શુદ્ધ છે. એટલે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે. કેમ કે ત્રિકાળી ચીજ છે તે સત્યાર્થ છે, છતી ચીજ છે. માટે તેની દષ્ટિ પણ શુદ્ધ છે. જ્યારે સંયોગજનિત અશુદ્ધ પર્યાયની દષ્ટિ તો અશુદ્ધ છે. અર્થાત પર્યાય છે ને વ્યવહાર છે. અહા! “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે” વસ્તુ છે તેની દષ્ટિ કરવી તે દ્રવ્યદષ્ટિ છે. અને તે શુદ્ધ છે. જ્યારે પર્યાય દષ્ટિ અશુદ્ધ છે, કેમ કે એ પર્યાય તો અશુદ્ધ છે-સંયોગજનિત છે. માટે તેને ગૌણ કરીને વ્યવહાર કહીને અને વસ્તુને મુખ્ય કરીને, નિશ્ચય કહીને તેની દષ્ટિ કરાવી છે. અહા ! દિગંબર સંતોની વાણી બહુ ગંભીર છે, ઘણી ગંભીર છે. બાપુ! એવી ચીજ બીજે કયાંય છે નહીં. શ્વેતામ્બરમાં અને સ્થાનકવાસીમાં કે અન્યમતમાં ક્યાંય આવી ચીજ છે નહીં. તો કહે છે કે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે” ત્રિકાળી વસ્તુની દૃષ્ટિ અભેદ છે નિશ્ચય છે... અહા! જે ત્રિકાળી દ્રવ્ય છે તે નિશ્ચય છે અને તેની દષ્ટિ પણ નિશ્ચય છે. “ભૂતાર્થ છે” જે ત્રિકાળી ચીજ છે. તે ભૂતાર્થ છે. ભૂત-છતો ને અર્થ-પદાર્થ. જ્યારે પર્યાય તો પલટતી ક્ષણિક અવસ્થા છે. સંયોગજનિત ભેદ છે. મલિનતા છે. અહા! આ ભૂતાર્થ તો ત્રિકાળી સ્વાભાવિક વસ્તુ છે કે જેને સંયોગની અપેક્ષા નથી. તેમ જ તેને સંયોગના અભાવની પણ અપેક્ષા નથી. સમજાય એટલું સમજો બાપુ! આ તો પરમાત્મા જિનેશ્વરદેવ તીર્થકર ત્રિલોકના નાથની વાણી છે. પરંતુ અત્યારે તો બધી ગડબડ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં અપવાસ કરો અને વ્રત કરો એવી વાત ચાલે છે. પણ અહીં કહે છે કે એ જે બધા વિકલ્પો છે તે તો અશુદ્ધ છે. અને એ અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગે ઉત્પન્ન થાય છે પણ એ સ્વાભાવિક ચીજ નથી. સ્વાભાવિક ચીજ તો જે ત્રિકાળી ચીજ છે તે સ્વાભાવિક છે, સહજ છે અને તેની દષ્ટિ પણ શુદ્ધ છે. (૧) દ્રવ્ય શુદ્ધ છે તો તેની દષ્ટિ પણ શુદ્ધ છે. (૨) દ્રવ્ય અભેદ છે અને પર્યાય પણ તેમાં અભેદ થઈ ગઈ, અને (૩) દ્રવ્ય નિશ્ચય છે તો તેની પર્યાયને પણ નિશ્ચય કહેવામાં આવે છે. અહા ! વસ્તુ “ભૂતાર્થ છે ' ભૂત નામ છતી-યાતી-ત્રિકાળ મોજુદ-ચીજ છે. જ્યારે પર્યાય છે એ તો ક્ષણિક, વિકાર અને કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલી છે. તો, આ વસ્તુ છે તે સત્ય છે, “ભૂતાર્થ છે, સત્યાર્થ છે –સ-સત્-એ કાયમી સત્ પદાર્થ છે. અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. અરે! આનો અભ્યાસ ન મળે અને કાંઈ ખબર પણ ન મળે. પરંતુ જગતના પાપના બધા અભ્યાસ છે. માલિક હોય તો આખો દિ' ધંધો-દુકાને બેસી ઘરાકને સાચવવા અને નોકરી હોય તો બે-પાંચ હજારનો પગાર મળે–એકલું પાપ આખો દિ' છે. અરે ! ધરમ તો નથી. પણ પુણ્યય નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ જ્ઞાયક ભાવ અહીંયા કહે છે કે ધરમ કરવા માટે જે સત્ય દષ્ટિ છે એવી ત્રિકાળીની દષ્ટિ કરાવવા માટે-પર્યાય દષ્ટિને અર્થાત્ મલિનતા અને ભેદની દૃષ્ટિને ગૌણ કરી છે. અહા ! ત્રિકાળીની દષ્ટિ સત્યદષ્ટિ છે, કેમ કે વસ્તુ સત છે, ત્રિકાળ મોજુદ ચીજ છે. તો, મોજુદ ચીજ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની દૃષ્ટિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે કે જેનું નામ હજી ધરમનું પહેલું પગથિયું છે. જ્યારે ચારિત્ર તો કયાંય રહી ગયું. એની તો બહુ આકરી વાત છે. તો કહે છે કે “દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે,” પરમાર્થ એટલે પરમ પદાર્થ એ વસ્તુ પરમાર્થ છે. પણ “અમે પરોપકાર કરીએ છીએ એ પરમાર્થ છે” એમ જે કહે છે તે બધી ખોટી વાત છે. કેમ કે કોઈનું કોઈ કરી શકતું નથી. તો, પરમાર્થ-પરમ પદાર્થ-તો પોતે પ્રભુ છે. ત્રિકાળી પરમ પદાર્થ એ પરમાર્થ છે કે જેની દષ્ટિ કરવાથી જન્મમરણના અંત લાવવાવાળું સમ્યગ્દર્શન થાય છે. માટે આત્મા જ્ઞાયક જ છે' વસ્તુ છે એ તો ત્રિકાળી જ્ઞાયક.... જ્ઞાયક.... જ્ઞાયક છે, એ તો જ્ઞાનરસમય, જ્ઞાનસ્વભાવી જ્ઞાયકભાવ છે. એટલે કે એ તો ત્રિકાળ જ્ઞાયકભાવસ્વરૂપે છે. આવી ભાષા અને આવું બધું....? બાપુ! મારગ બહુ ઝીણો છે ભાઈ ! આત્મા જ્ઞાયક જ છે, એ તો એક જ્ઞાયક સ્વરૂપ-જાણકસ્વભાવ માત્ર જ છે. કાયમી જાણકસ્વભાવ માત્ર, ત્રિકાળી શાયક સ્વભાવમાત્ર જ આત્મા છે. તેમાં કોઈ મલિનતા કે ભેદ છે નહીં. તેમાં ભેદ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૮૯ નથી–એ પ્રમત્ત-અપ્રમત્ત અને પુણ્ય-પાપના ભાવ વસ્તુના સ્વરૂપમાં નથી. અને તેમાં ભેદ નથી તેથી તે પ્રમત્ત-અપ્રમત્ત નથી.” એ કારણે પ્રમત્ત-અપ્રમત્ત નથી.” એ કારણે પ્રમત્તઅપ્રમત્ત એવા જે ગુણસ્થાનના ભેદ છે તે તેમાં નથી. જેમ સીડી ચઢવા માટે પગથિયાં હોય છે ને ! તેમ જે ગુણસ્થાનના ચૌદ ભેદ પર્યાયમાં છે તે દ્રવ્યમાં છે નહીં. જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે જાણનાર... જાણનાર... એવું કહેવામાં આવે છે તો જાણનાર પરને જાણે છે માટે જાણનાર છે ને? ના. એ તો પરને જાણવાના કાળમાં પોતાના જ્ઞાનની વિકાસશક્તિ પ્રગટ થઈ છે. અને તે પોતાથી થઈ છે. પર્યાયમાં પરને જાણવાનું અને સ્વને જાણવાનું જે થાય છે તે પર્યાયનો વિકાસ વ્યક્ત પ્રગટ થયો છે. અને તે પોતાથી થયો છે. પરથી નહીં. તો કહે છે કે જ્ઞાયક એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે. કારણ કે જ્ઞયનું પ્રતિબિંબ જ્યારે જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે”—હવે અહીં પર્યાયની વાત ચાલે છે હો. અહા! તેની પર્યાયમાં રાગ જાણવામાં આવે છે, શરીર છે એમ જાણવામાં આવે છે. અર્થાત્ જ્ઞાનની પર્યાયમાં તેની ઝલક નામ તે જાણવામાં આવે છે. તો શયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છેજ્ઞાનની પર્યાયમાં અપર પ્રકાશક પર્યાયના સામર્થ્યથી જે વિકાસ થયો છે તેમાં રાગ અને શરીરાદિ જાણવામાં આવે છે. ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે-જ્ઞાનમાં એવો અનુભવ થાય છે કે હું તો જ્ઞાનની પર્યાય છું. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ જ્ઞાયક ભાવ એટલે કે ત્રિકાળી જ્ઞાયકભાવ તો શુદ્ધ છે. પણ હવે તેનું પર્યાયમાં જ્ઞાન થયું તો, તેનું જ્ઞાન જે પર્યાયમાં થયું તે જ્ઞાનની પર્યાયમાં સ્વ તો જાણવામાં આવ્યો. પરંતુ તે જ્ઞાનની પર્યાયમાં અવસ્થામાં પર પણ જાણવામાં આવ્યું છે. તો, પર જાણવામાં આવ્યું માટે, એટલે તો તે શેયકૃત પરાધીનતા જ્ઞાનમાં આવી છે એમ છે નહીં પણ એ પર શેયકૃત ભાવ જેમાં જાણવામાં આવ્યો છે તે સ્વજ્ઞયનો પોતાની પર્યાયનો ભાવ છે. પણ જ્ઞયકૃત થયો છે એમ છે નહીં. આવી વાત છે. ભાષા તો સાદી છે. પણ ભાવ તો જે હોય તે પ્રમાણે જ હોય ને! “જાણનાર” એમ કહેવામાં આવ્યું તો જાણનારે પોતાને તો જાણ્યો. પરંતુ તેને પરને જાણવાના કાળમાં જેવી પર ચીજ છે તેવું જ્ઞાન થાય છે તો એવી જ્ઞાનપર્યાય પરના કારણથી થઈ છે એમ છે નહીં, એ પરને જાણવાની પર્યાય પણ પોતાની શક્તિના વિકાસથી થઈ છે. અર્થાત્ એ તો સ્વપરપ્રકાશક શક્તિનો વિકાસથી થયો છે, પ્રગટ થઈ છે. માટે એ પોતાની પર્યાય છે અને પોતાથી પ્રગટ થઈ છે. પરથી નહીં. અહા! અનાદિકાળથી અજ્ઞાનને કારણે રખડી રખડીને પરિભ્રમણ કરે છે. તેમાં કાગડા, કીડા, ને કંથવાના ભવ અનંત કર્યા છે. અને હજી પણ જ નહીં સમજે તો મરીને ત્યાં જશે. પછી ભલેને તે અહીંયાં કરોડપતિ હો ને માંસ-દારૂ આદિ ખાતો ન હો. પરંતુ વસ્તુનું ભાન નથી અને માયા, કપટ, લોભાદિના ભાવ કરે છે તો મરીને પશુમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૯૧ જશે. જ્યાંથી ફરીને મનુષ્યનો અવતાર મળવો કઠણ પડશે. ધરમ તો કઠણ પડશે પણ મનુષ્યપણું મળવું કઠણ પડશે. આ ચીજ જેવી છે તેવી સમજમાં-જ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી તો બધા પરિભ્રમણના ભાવ છે. અહીં કહે છે કે “જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે' જેવા રાગ અને શરીર છે તેવા તેને જાણ્યા તો એ (ખરેખર) જ્ઞાનની પર્યાય જાણવામાં આવી છે. પણ એ રાગનું જ્ઞાન થયું માટે રાગને જાણ્યો છે કે રાગથી જ્ઞાન થયું છે એમ છે નહીં. એ જ્ઞાનપર્યાયે પોતાને જાણ્યો અને તે પર્યાયમાં પરને પણ જાણું. તો, પરને લીધે પરનું જાણવું થયું છે એમ છે નહીં. પરંતુ એ તો પોતાનામાં સ્વપર પ્રકાશકપણાનું ભાન થયું છે-વિકાસ થયો છેપ્રગટ થયું છે. અને તે રાગથી પ્રગટ થયું નથી એટલે કે શરીરને જાણું તો શરીરથી જાણવાની પર્યાય ઉત્પન્ન થઈ નથી. “અહા ! તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું –જેવા શરીર અને રાગ પ્રતિભાસિત થયા.... અહા! જેમ પોતાની પર્યાયમાં સ્વય જાણવામાં આવ્યું તેમ તે જ પર્યાયમાં પર પણ જાણવામાં આવ્યું. તેમ તે જ પર્યાયમાં પર પણ જાણવામાં આવ્યું. તો તે પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે”—એ જાણવાની પર્યાય તો જ્ઞાયકની જ છે. પણ એ રાગની પર્યાય નથી. આવી વાતુ છે! છઠ્ઠી ગાથા બહુ સારી છે. તેની ટીકા ચાલી ગઈ. આ તો હવે તેનો ભાવાર્થ ચાલે છે. અને આ સમયસાર તો ૧૯મી વાર ચાલે છે. ૧ થી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ જ્ઞાયક ભાવ ૧૮ વાર તો આખું સમયસાર સભામાં ચાલી ગયું છે. અને હવે આ ૧૯મી વાર ચાલે છે. વસ્તુ બહુ ગહન છે. તેણે કયારેય સાંભળી નથી, વિચારમાં લીધી નથી કે શું ચીજ છે અને તેની દશામાં શું થાય છે. અહીંયાં પહેલાં તો એ કહ્યું કે વસ્તુ છે એ તો ત્રિકાળ શુદ્ધ છે. અને તેની દષ્ટિ કરવી તે પણ શુદ્ધ છે. જ્યારે પર્યાયમાં અશુદ્ધતા આવે છે તે કર્મ સંયોગજનિત છે. અને તેથી મલિનતાને ભેદ પડે છે. હવે અહીંયાં જે જ્ઞાનપર્યાય થઈ છે તે સ્વજ્ઞયને જાણનારી અને પરજ્ઞયને જાણનારી એવી એ સ્વપર પ્રકાશક પર્યાય પોતાથી પોતાનામાં થઈ છે. છતાં એ પર્યાય દ્રવ્યમાં છે નહીં. કેમ કે પર્યાય તે ભેદ છે. અરે! સવારથી ઊઠે ત્યારથી આ કરોને, આ કરોને એમ આખો દિ' ધંધા-ધંધાપાપના ધંધા જે કરતા હોય એવા જીવને આવું સમજવાને નવરાશ ક્યાં મળે? એને ધરમ તો નથી. પણ પુણેય નથી કેમ કે બે-ચાર કલાક સત સાંભળવામાં આવતું હોય તો તો પુણ્ય પણ બંધાય. પણ ધર્મ નહીં હો. કારણ કે ધર્મ તો તે પુણ્યબંધના રાગથી ભિન્ન જે ભગવાન આત્મા છે–પૂર્ણાનંદનો નાથ જે શાકભાવ છે તેને દષ્ટિમાં લેતાં એટલે કે જે દૃષ્ટિમાં રાગ પર્યાય આદિને લીધા છે તે દષ્ટિમાં આખા ત્રિકાળી જ્ઞાયકને લેવો તેનું નામ સમ્યગ્દર્શન છે. તો અહીંયાં કહે છે કે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયુંઆ પર્યાયની વાત છે હો. તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે-તે જાણનારી પર્યાય શાયકની છે. સ્વને જાણનારી અને પરને જાણનારી તે પર્યાય જ્ઞાયકની છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ અથવા તો તે પર્યાયમાં જ્ઞાયક જ જાણવામાં આવ્યો છે. પરંતુ પર જાણવામાં આવ્યું છે એમ છે નહીં. અહા ! સ્વસમ્મુખ થઈનેસ્વનો આશ્રય લઈને-પોતાના નિત્યાનંદ ધ્રુવ જ્ઞાયક ચૈતન્યપ્રભુનું જે સમ્યજ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયમાં રાગ, શરીરાદિ બહારની ચીજ જાણવામાં આવે છે તો કહે છે કે તે પરને કારણે પર જાણવામાં આવે છે એમ નથી. પણ એ પર્યાયનો જ એટલો સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટ થઈને તે પોતાનામાં પોતાની પર્યાય છે એમ જાણે છે. આવું છે. માર્ગ બહુ સુક્ષ્મ છે ભાઈ ! અત્યારે સંપ્રદાયમાં તો બધા ગોટા ઊડ્યા છે. પણ એને બિચારાને જ્યાં ખબર નથી ત્યાં હવે એ શું કરે? અરે! આ ચીજ કે જે અંદર છે તે આખી રહી જાય છે! અહા! નિત્યાનંદ સહજાત્મસ્વરૂપ, સહજ સ્વભાવી, સચ્ચિદાનંદ પ્રભુ આત્મામાં કે જેમાં એ પર્યાય પણ નથી એવા સ્વભાવસ્વરૂપ એ વસ્તુમાં પરથી દષ્ટિ ઉઠાવીને દષ્ટિ લગાવવી. તો એ દષ્ટિ શુદ્ધ છે અને વસ્તુ પણ શુદ્ધ છે. અને જે શુદ્ધ દષ્ટિ થઈને સ્વનું જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયનો અપર પ્રકાશક સ્વભાવ હોવાથી તે પર્યાયમાં પર પણ જાણવામાં આવ્યું. તો એ પરના કારણે પરનું જ્ઞાન પર્યાયમાં થયું છે એમ નથી. પરંતુ એ તો પોતાના સ્વપર પ્રકાશક સામર્થ્યથી પરના જાણવાનો વિકાસ થયો છે. આવી વાત છે. અરેરે! અત્યારે તો જ્યાં સાંભળીએ ત્યાં જુવાન-જુવાન માણસને હાર્ટફલ, બેઠા-બેઠા વાત કરતા હોયને હાર્ટફલ-એવું સાંભળીએ છીએ. અહા ! તે બિચારા મરીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ જ્ઞાયક ભાવ ક્યાં જાય ! તેના બંગલા અને પૈસા બધા અહીં પડ્યા રહે અને તે કયાંય રખડવા ચાલ્યો જાય. ઢોરમાં-પશુમાં અવતાર કરે પ્રભુ! તેનાથી ઊગરવાનો આરો જો કોઈ હોય તો તેનાથી ઊગરવાનો આરો તો એ ચૈતન્ય દ્રવ્ય છે. જે ત્રિકાળી જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, સ્વભાવભાવ, કાયમીભાવ, અસલીભાવ, નિત્યભાવ છે તેની દષ્ટિ કરવાથી એટલે કે તેમાં પ્રવેશ કરવાથી જે સમ્યગ્દર્શન થાય તે સમ્યગ્દર્શન અનંત ભવનો અંત કરવાવાળું છે. બાકી બીજી કોઈ ચીજ-દયા, દાન, વ્રત, ભક્તિ આદિ–તો સંસાર છે. તો કહે છે કે આ હું જાણનારો છું તે હું જ છું. શરીર અને રાગાદિની જે જડની ક્રિયા થાય છે તેનું અહીંયાં (આત્મામાં) જ્ઞાન થાય છે, તો, તે હું જ છું. અર્થાત્ તે જ્ઞાનની પર્યાય મારી છે, મારાથી ઉત્પન્ન થઈ છે. પણ પરથી ઉત્પન્ન થઈ નથી. અન્ય કોઈ નથી એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો પોતાનો ભગવાન સ્વરૂપ ચૈતન્ય પ્રભુ આત્માનું પોતાનું જ્ઞાન થયું. તો એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે. અહા ! આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવની વાણી છે. તો તેઓ કહે છે કે પ્રભુ! તું કોણ છો? કેવો છો? હું તો જ્ઞાયક છું. કેટલા સમયનો છો? (કયારનો છો?) હું તો ત્રિકાળ છું. તો તારામાં કોઈ પર્યાયનો ભેદ છે કે નહીં? તને જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૯૫ જાણવાવાળી પર્યાય છે અથવા તો જે અશુદ્ધ રાગ છે તે કોઈ તારામાં છે કે નહીં? ના. ત્યારે હવે એ તારામાં છે નહીં એવું જ્ઞાન થયું તો, એ જે જ્ઞાનની પર્યાય અને પણ જાણે છે અને પરને પણ જાણે છે. તો, પર્યાય અંદરમાં-તારામાં-છે કે નહીં ? પર્યાય અંદરમાં નથી પણ પર્યાયને બેઉનું જાણવું (સ્વ અને પર) તે મારામાં છે. અહા! અંદર ચૈતન્ય આત્મા જ્ઞાનનો પૂંજ છે. જેમ પચીસ-પચીસ મણના મોટા રૂનાં ધોકળાં હોય છે ને ! તેમ આ આત્મા અનંત-અનંત જ્ઞાનાદિ ગુણનું ધોકળું છે અને જેમ રૂના ધોકળામાંથી થોડો નમૂનો બહાર કાઢીને કહેને કે જુઓ ભાઈ ! આ રૂ આવું છે. તેમ આ જ્ઞાયકપુંજ પ્રભુ આત્માનું જ્ઞાન કરવાથી તેના નમૂનારૂપ જ્ઞાનની પર્યાય બહાર આવે છે. અને જે આ જ્ઞાનની પર્યાય બહાર આવી તેવું જ આખું સ્વરૂપ જ્ઞાનમય છે. જોકે જે જ્ઞાનની અવસ્થા થઈ તે જ્ઞાનની પર્યાય ત્રિકાળની અપેક્ષાએ છે તો ભેદ. પણ તેનો રાગ તરફનો ઝુકાવ નથી. કેમ કે રાગનું જ્ઞાન થયું છે એ તો સ્વના ઝુકાવવાળી પર્યાયમાં થયું છે. એ કારણે તે પર્યાયને પણ અભેદ કહેવામાં આવે છે. અભેદ નામ તે સ્વસમ્મુખ થઈ છે, સ્વના આશ્રયે થઈ છે. તો, તેને અભેદ થઈ ' એમ કહેવામાં આવે છે. પણ તેથી કરીને તે પર્યાય કાંઈ દ્રવ્યમાં ઘૂસી જાતી નથી. પર્યાય તો પર્યાયમાં રહે છે. ભલે એ જ્ઞાયકનું જ્ઞાન થયું અને રાગનું પણ જ્ઞાન થયું. પણ એ તો પોતાની પર્યાયથી છે. અને છતાં પણ એ પર્યાય કાંઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ જ્ઞાયક ભાવ ત્રિકાળમાં ઘૂસી જાય છે એમ નથી. પર્યાય, પર્યાયમાં રહે છે અને દ્રવ્ય, દ્રવ્યમાં રહે છે. છતાં દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે છે. અર્થાત્ આ પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે એવું જ્ઞાન પર્યાયમાં આવે છે. પણ એ વસ્તુ પર્યાયમાં આવી જતી નથી. સમજાણું કાંઈ ? હળવે-હળવે તો કહેવાય છે. અહા ! આ તો જિનેશ્વર દેવ પ્રભુનો મારગ છે. અનંત સર્વજ્ઞો અનંત તીર્થકરો આ વાત કહેતા આવ્યા છે. અને જીવે પણ તે વાત અનંતવાર સાંભળી છે. પરંતુ તેને રુચિ નથી. તેણે અંતરનો આશ્રય કરીને તેનું શરણ લીધું નથી. તો કહે છે કે “આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે” ત્રિકાળી આત્મા શુદ્ધ છે. “આ શુદ્ધ નયનો વિષય છે.' શું કહ્યું? કે ત્રિકાળી આત્મા શુદ્ધ તો છે. પણ તેનું અહીં જેને જ્ઞાન થયું તેને તે શુદ્ધ છે. માટે, એ જે જ્ઞાનપર્યાય થઈ તેને પણ શુદ્ધ કહેવામાં આવી. કેમ કે તે અભેદ થઈ ગઈ ને! જે પૂર્ણ શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેનું જ્ઞાન કરીને પર્યાય સ્વની સન્મુખ થઈ સ્વના આશ્રયે પ્રગટ થઈ તો તેને પણ અભેદ કહેવામાં આવે છે. અને અભેદની અપેક્ષાએ તેને પણ શુદ્ધ કહેવામાં આવે છે. બાકી પર્યાય છે એ તો વ્યવહારનયનો વિષય છે. ચાહે તો કેવળજ્ઞાન હો તો પણ એ વ્યવહારનયનો વિષય છે. પણ ધંધા આડે આવી ફુરસદ કયાં છે? નવરાશ કયાં છે! એક ધંધો હોય ત્યાં બીજી ધંધો ચલાવે, એક કારખાનું હોય તો બીજું કારખાનું કરે અને ત્રીજું કારખાનું કરે. આમાં નવરાશ કયાં મળે? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes જ્ઞાયક ભાવ ૯૭ શ્રોતા:- પણ એમાં તો રૂપિયા મળે. જ્યારે આમાં શું મળે ? પૂ. ગુરુદેવશ્રી:- ત્યાં ધૂળમાંય રૂપિયા મળતા નથી. કેમ કે રૂપિયા તો રૂપિયામાં રહે છે. પણ મને રૂપિયા મળ્યા એવી મમતા તેને મળે છે. શું તેને પૈસા મળે છે? (ના) કારણ કે પૈસા તો પૈસામાં રહે છે. શું તે આત્મામાં આવે છે? (ના) મને પૈસામાં રહે છે. હા જે આ જ્ઞાનની પર્યાય થઈ તે તેમાં રહી છે એમ કહેવામાં આવે છે. ચૈતન્યમૂર્તિ, ચૈતન્ય પ્રકાશનો પુંજ-પીંડ, ચૈતન્ય પ્રકાશનું પૂર જે ત્રિકાળી પ્રભુ આત્મા છે તેનું જેમાં જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાય તેમાં રહી છે. કેમ કે તેના આશ્રયથી, તેના અવલંબનથી અથવા તેનાથી તે પર્યાય થઈ છે. આવું આકરું કામ છે. પણ અરે ! આની કયાં નવરાશ-ફુરસદ છે? બાળક હોય ત્યારે રમતમાં વખત જાય, યુવાન થાય ત્યારે સ્ત્રીના મોહમાં સમય જાય અને વૃદ્ધાવસ્થા થાય ત્યારે શરીર જીર્ણ થાય એટલે થઈ રહ્યું જીવન પરાધીન થઈ જાય. માટે આમાં જો પહેલેથી કામ ન લીધું હોય તો પછી પાછળથી તે નહીં લઈ શકે. શાસ્ત્રમાં પણ એવું આવે છે ને કે શરીરની જરા-જીર્ણતા ન આવે, શરીરની ઇન્દ્રિયો હીન ન થાય, શરીરમાં રોગ ન આવે તે પહેલાં કામ કરી લે. પછી નહીં થાય. આપણા અષ્ટપાહુડમાં આવે છે, (ભાવપાહુડ ગા. ૧૩૨ ) વૃદ્ધાવસ્થા ન આવી જાય, શરીરમાં રોગ બહાર ન આવે અને ઇન્દ્રિયો હીણી ન થઈ જાય ત્યાં સુધીમાં આત્માનું કામ કરી લે. પછી નહીં કરી શકે. તારી જિંદગી નિષ્ફળ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ જ્ઞાયક ભાવ ચાલી જશે. રખડવા માટે તો સફળ, દુઃખ ભોગવવા માટે તો સફળ, આવું સત્યસ્વરૂપ છે. અહીં કહે છે કે શાકભાવ સ્વયં શુદ્ધ છે. “આ શુદ્ધનયનો વિષય છે.' જોકે શુદ્ધનયનો વિષય તો ત્રિકાળી આત્મા છે. પણ તે વિષયને જ્યારે જાણ્યો ત્યારે તેને શુદ્ધ કહેવામાં આવ્યો ને ! એટલે એ અપેક્ષાએ પર્યાયને પણ શુદ્ધનયનો વિષય કહેવામાં આવે છે. અહા ! છે તો શુદ્ધનયનો વિષય ત્રિકાળી શુદ્ધાત્મા. પણ તેનો વિષય કરતાં જે નિર્મળપર્યાય પ્રગટ થઈ તે પણ એ બાજુ એટલે કે શુદ્ધાત્માબાજુ ઢળી ગઈ છે ને! એટલે તે નિર્મળપર્યાયને પણ એક ન્યાયે ૧૪મી ગાથામાં શુદ્ધનય કહેવામાં આવી છે. તેને આત્મા કહો કે શુદ્ધનય કહો કે અનુભૂતિ કહો એમ ત્યાં ૧૪ ગાથામાં એક અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. જ્યારે અહીં તો ત્રિકાળ શુદ્ધ આત્માને શુદ્ધનયનો વિષય કહ્યો છે. હવે કહે છે કે અન્ય પરસંયોગજનિત ભેદો જે મલિનતા આદિ છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. પરસંયોગજનિત જે મલિનાદિ પર્યાય છે અથવા પ્રમત્તઅપ્રમત્તના જે ભેદ છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે.' આમ કેમ કહ્યું? કેમ કે તે દ્રવ્યની પર્યાય છે ને! માટે તે અપેક્ષાએ તેને અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહ્યો. તે મલિનપર્યાય અને પ્રમત્તઅપ્રમત્તપણું દ્રવ્યની પર્યાય છે ને! અર્થાત્ તે દ્રવ્યની પર્યાયમાં ઉત્પન્ન થયા છે ને! માટે એ અપેક્ષાએ તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૯૯ અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દષ્ટિએ પર્યાયાર્થિક જ છે.” અશુદ્ધદ્રવ્યાર્થિક કેમ કહ્યું? કેમ કે દ્રવ્ય પોતે પોતાની પર્યાયમાં અશુદ્ધરૂપે થાય છે. આ કારણે તેને અશુદ્ધદ્રવ્યાર્થિક કહેવામાં આવ્યું છે. અને તે અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિક જ છે. પ્રમત્ત-અપ્રમત્તાદિ બધા ભેદો તો પર્યાય જ છે. તેથી વ્યવહારનય જ છે. શું કહ્યું? કે ત્રિકાળ વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે તે અને તેમાં અભેદ થયેલી પર્યાય શુદ્ધનયનો વિષય છે. પરંતુ જે સંયોગજનિત મલિનપર્યાયનો ભેદ છે-ચૌદ ગુણસ્થાન, શુભાશુભ ભાવ છે-તે તો અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. કેમ કે એ દ્રવ્ય પોતે પર્યાયમાં એ રૂપે થયું છે. ભેદરૂપે પર્યાય થઈ છે માટે એ અપેક્ષાએ તેને (પર્યાયને) અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહ્યો છે. પરંતુ તે અશુદ્ધદ્રવ્યાર્થિકન, પર્યાયાર્થિક જ છે. અને જે પર્યાયાર્થિક છે તે વ્યવહારનય જ છે. અહા! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ભાષામાં દિવ્ય ધ્વનિમાં પ્રભુની વાણીમાં આ આવ્યું છે, અને તેની આચાર્યોએ આ રીતે ગાથામાં રચના કરી છે. તથા તેનો આ ભાવાર્થ જયચંદજી પંડિત થઈ ગયા છે, તેમણે ભર્યો છે. આ તો ભાવાર્થ છે ને! ગાથામાં ટીકામાં શું કહેવા માગે છે તેની સ્પષ્ટતા ભાવાર્થમાં કરી છે. તો કહે છે કે પર્યાયાર્થિક જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦ જ્ઞાયક ભાવ છે. તેથી વ્યવહારનય જ છે. અર્થાત્ એ જ્ઞાયકભાવની પર્યાયમાં જે ચૌદ ગુણસ્થાનના ભેદ દેખાય છે તે વ્યવહારનય જ છે. પર્યાય જ વ્યવહારનય છે. જ્યારે દ્રવ્ય નિશ્ચયનયનો વિષય છે. પણ જેને નિશ્ચય વસ્તુનું જ્ઞાન થયું છે તેને ભેદનું અને રાગનું જ્ઞાન પોતાથી પોતાના કારણે થાય છે. એમ આશય જાણવો. કહે છે કે આત્મા છે તે ત્રિકાળ જ્ઞાયકભાવ છે. તેમાં જે આ ગુણસ્થાનના ભેદ કે શુભ-અશુભ, પુણ્ય-પાપના ભેદ છે તે નથી. પણ તે પર્યાયમાં છે. અહા! જે જ્ઞાયકરસ, ચૈતન્યરસમય વસ્તુ છે, અસ્તિ-મોજુદગીવાળી જે ચીજ છે, મોજુદગી ચીજ જે ધ્રુવ વસ્તુ આત્મા છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. અર્થાત્ ધર્મનું પહેલું પગથિયું પ્રાપ્ત કરવામાં લચલ, પરિણમન કે પર્યાય વિનાની તે ચૈતન્યરસમય જ્ઞાયક ચીજ કારણ છે. તેમાં હલચલ નથી. અહા! પર્યાય છે તે હલચલ કરે છે, ફરે છે, બદલે છે, જ્યારે ધ્રુવ વસ્તુ છે તે તો હલચલ વિનાની એકરૂપ ત્રિકાળ છે. અર્થાત્ શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુમાં તો પર્યાયનો ભેદ પણ નથી. અને તે વસ્તુ સમ્યગ્દર્શનનો વિષય છે. ધર્મનું પહેલું પગથિયું પહેલી શ્રેણી –જે સમ્યગ્દર્શન છે તેનો વિષય તે એકરૂપ ત્રિકાળી જ્ઞાયકભાવ છે. અને તેની અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય કહો, પર્યાયાર્થિક કહો કે વ્યવહારનય કહો એક જ છે. અને ત્રણેય ત્રિકાળી ચીજમાં નથી. હા, પર્યાયમાં તે છે. અને તે માટે તો તેની વાત કરવી છે. પરંતુ વસ્તુમાં એકરૂપ સદશ ત્રિકાળમાં ચૈતન્ય જ્યોતમાં-ચૈતન્યઘનમાં ચૈતન્ય Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes જ્ઞાયક ભાવ ૧૦૧ પ્રકાશના નૂરનું પૂર એવા તેજના પીંડમાં તે નથી. અહા! તે અસ્તિ છે ને! અસ્તિ છે ને! અસ્તિ છે ને! તે છે ને! તો, તે છે તો, તેની મોજુદગી કેવી છે? તેની કાયમી મોજુદગી કેવી છે? કે તેની કાયમી મોજુદગી તો જ્ઞાન, આનંદ આદિના ૨સમય ધ્રુવ છે. એ એકરૂપ ત્રિકાળ છે. એટલે કે આદિ-અંત વિનાની તે ચીજ છે. તેની શરૂઆત નથી અને તેનો અંત પણ નથી. તથા વચમાં (વર્તમાનમાં) પણ કાયમ ધ્રુવપણે બિરાજમાન એ પ્રભુ છે, તો ચીજને ‘ સત ’ કહીને પર્યાયને ‘ અસત ’ કહી છે. અથવા પર્યાયપણે, રાગપણે એ ધ્રુવ પરિણમતો નથી એમ કહ્યું છે. એમ કેમ કહ્યું ? કેમ કે જે ધ્રુવ છે તે તો જ્ઞાયકભાવમય છે. જ્યારે એ પુણ્ય ને પાપ તો અચેતન ભાવ છે. જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો વિકલ્પ છે એ તો અચેતન છે. અચેતનનો અર્થ એ છે કે જે જ્ઞાયકરસમય ચિદાનંદ આત્મા છે તે તેમાં આવતો નથી. તેમ જ જ્ઞાયકનું જે કિરણ છે તે પણ પુણ્ય-પાપના ભાવમાં આવતું નથી. શું કહે છે? કે જે ત્રિકાળી ચીજ છે તે તો ધ્રુવ, જ્ઞાયકમય ધ્રુવ વજ્રનું બિંબ છે. જેમ વજ્ર હોય છે તેમ જ્ઞાનાનંદનું બિંબ ધ્રુવ ચીજ, પર્યાયની હલચલ વિનાની છે. પરંતુ તેનો-આ છે એવો-નિર્ણય કોણ કરે છે? એ પર્યાય નિર્ણય કરે છે. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે અહા ! આખી દુનિયાથી વાત જ કાંઈ બીજી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ જ્ઞાયક ભાવ અહા ! એ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે. તેની આદિ નથી તેમ જ તેનો અંત પણ નથી. એવી એ વસ્તુ સહજ સહજ.... સહજાન્મસ્વરૂપ ધ્રુવ છે. અને તેમાં “એ હું છું” એવો તેનો નિર્ણય તો છે નહીં. કેમ કે નિર્ણય કરવાવાળી તો પર્યાય છે કે જે અનિત્ય છે, પલટે છે અને હલચલવાળી છે. તો, પર્યાય તેમાં નથી. પરંતુ પર્યાય નિર્ણય કરે છે માટે પર્યાય, પર્યાયમાં તો છે જ લોજિક બહુ કઠણ છે ભાઈ ! વીતરાગનો મારગ-જિનેશ્વરનો મૂળ મારગ બહુ કઠણ છે. જગતને તો અત્યારે સાંભળવા પણ મળતો નથી. બહારમાં તો સેવા કરો, દેશસેવા કરો અને માણસની સેવા કરો-એવો ઉપદેશ મળે છે. પણ પ્રભુ ! પરની સેવા કોણ કરે? તેમ જ પરની સેવા એટલે શું? તેનો અર્થ શું? પરદ્રવ્ય છે કે નહીં? હા, છે. છે તો, તેની પર્યાય વર્તમાનમાં શું નથી? શું પર્યાય વિનાનું તે દ્રવ્ય છે? ના, પર્યાય છે. તો પછી તેની પર્યાયનું કાર્ય તો એ દ્રવ્ય કરે છે. તેમાં તું બીજાનું શું કરે? “હું બીજાની સેવા કરું છું” એવી જે માન્યતા છે તે જ મિથ્યાત્વ, ભ્રમ ને અજ્ઞાન છે. અહા! ત્રિલોકનાથ સર્વજ્ઞા જિનેશ્વરદેવ ને વીતરાગ પરમાત્મા એવા અનંત તીર્થકરોની આ વાણી છે. વર્તમાનમાં પણ વીસ તીર્થંકર પ્રભુ તો મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. તો, તેઓ જે કહે છે તે આ વાણી છે. શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, આઠ દિવસ રહ્યા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૦૩ ' હતા અને ત્યાંથી આવીને આ ભગવાનનો સંદેશ છે' એમ તેઓ જગતમાં આડતિયા થઈને જાહેર કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય તો આડતિયા છે. જ્યારે માલ તો પ્રભુનો છે. . તો અહીંયાં હવે ર્ક્યુ છે કે ‘અહીં એમ પણ જાણવું કે જિનમતનું ક્શન સ્યાદ્વાદરૂપ છે.’ વીતરાગ ત્રિલોકનાથનો અભિપ્રાય સ્યાદ્વાદરૂપ છે. સ્યાદવાદ=સ્યાત્વાદ–અપેક્ષાએ ન કરવું. અપેક્ષાએ ક્થન કરવું એ જિનમતનું કથન છે. ‘તેથી અશુદ્ધનયને .... અર્થાત્ પર્યાયમાં જે શુભાશુભભાવ છે એ શુભાશુભભાવ પણે ચૈતન્ય નથી થયો એમ હ્યું. પણ તેથી કરીને અશુદ્ધનયનો વિષય જ નથી એમ નથી. ત્રિકાળી શુદ્ધસ્વભાવ-ધ્રુવ જ્ઞાયકભાવ-શુભાશુભપણે થયો નથી. પણ શુભાશુભભાવ પર્યાયમાં છે. માટે તેનો જો નિષેધ કરે તો તો વસ્તુનો જ નિષેધ થઈ જાય છે. સમજાણું કાંઈ ? માટે અહીંયાં કહે છે કે અશુદ્ઘનયને સર્વથા અસત્યાર્થ ન માનવો. પ્રશ્ન:- અહીંયાં તો એમ પણ કહ્યું કે અશુદ્ધતા છે તે જુઠી છે? અસત્યાર્થ છે? ભાઈ! કઈ અપેક્ષાએ ? એ ત્રિકાળી ચૈતન્ય જ્યોત કે જે ધ્રુવધાતુ છે, ચૈતન્યધાતુ છે અર્થાત્ જેણે ચૈતન્યપણું ધારી રાખ્યું છે તેની અપેક્ષાએ રાગ અને પુણ્ય-પાપને અશુદ્ધ કહીને, અચેતન કહીને દ્રવ્યમાં નથી એમ કહ્યું છે. પણ તેથી તે પર્યાયમાં પણ નથી એમ નથી. માટે તેને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બંને વસ્તુના ધર્મ છે. કચિત્ નયથી (કોઈ અપેક્ષાથી ) જે Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ જ્ઞાયક ભાવ પ્રભુનું-પરમાત્માનું કથન છે તેની અપેક્ષાએ જેમ એ ત્રિકાળ શુદ્ધાત્મા છે તે પણ વસ્તુનું સત્ત્વ છે, કસ છે તેમ પુણ્ય-પાપ ને પર્યાય પણ વસ્તુનું કસ છે, પર્યાયનું એ તત્ત્વ છે. અરે ! દરેકબધા શબ્દો અજાણ્યા! કેમ કે આ શબ્દો તેના ભણતરમાં ન આવે કે વેપારમાં ન આવે. અરે! અત્યારે તો સંપ્રદાયમાં પણ આ શબ્દો નથી “સ્યાદ્વાદ પ્રમાણે અપેક્ષાથી વસ્તુને સિદ્ધ કરવા માટે ત્રિકાળી શુદ્ધતા અને વર્તમાન અશુદ્ધતા એ બન્ને વસ્તુના ધર્મ છે. ધર્મ નામ તો બન્ને વસ્તુએ ધારી રાખેલી ચીજ છે, વસ્તુએ ધારી રાખેલ ભાવ છે. પણ ધર્મ નામ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ ધર્મની અહીંયાં વાત નથી, તો જેમ વસ્તુ ભગવાન આત્મામાં ત્રિકાળ જ્ઞાયકપણું એ ધારી રાખેલ ચીજ છે તેમ પુણ્ય-પાપ પણ પર્યાયમાં ધારી રાખેલ ચીજ છે. માટે પુણ્યપાપ અસ્તિ છે. પરંતુ પુણ્ય-પાપ નથી એમ નથી. એ વસ્તુ છે ખરી, અશુદ્ધતા છે ખરી, કેમ કે જો પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો તો પર્યાય શુદ્ધ જ હોય. અને તે તો ધર્મ છે જ. તો પછી ધર્મ કરવો એ તો રહેતું નથી, “મારે ધર્મ કરવો છે” એવો પ્રશ્ન ઊઠે તો તેમાં શું આવ્યું? કે તેની પર્યાયમાં ધર્મ છે નહીં. પણ પર્યાયમાં અધર્મ છે. અને તેથી તો અધર્મનો નાશ કરીને ધર્મ કરવો છે, માટે, અધર્મ પણ પર્યાયમાં છે, આ તો લોજિકથી છે ને! અહા ! પ્રભુનો મારગ એવો છે. પણ અત્યારે તો અજાણ્યો થઈ ગયો છે. વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે એટલે શું? કે જે ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક વસ્તુ છે તે પણ વસ્તુનું સત્ત્વ છે. પરંતુ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૦૫ તે ત્રિકાળી સત્ત્વ છે. અને પુણ્ય-પાપના, દયા-દાનના અને કામ-ક્રોધના ભાવ પણ કે જે વર્તમાન પર્યાયમાં તેના અસ્તિત્વમાં તેના સતના સત્ત્વમાં પર્યાયના સત્ત્વમાં છે પણ પોતાનામાં છે ‘અશુદ્ધતા ૫રદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે’–એટલો ફેર છે. શુભાશુભભાવ-અશુદ્ધતા એ વસ્તુના પર્યાયમાં સત્ત્વ છે. સત્ત્વ નામ તેની ચીજ છે. અર્થાત્ પર્યાય પણ તેની ચીજ છે. પણ ફરક એટલો છે કે અશુદ્ધતા પુણ્ય-પાપના ભાવ સંયોગથી લક્ષથી થાય છે. તેથી તેને સંયોગનિત કહેવામાં આવે છે અશુદ્ધતા પ૨દ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. · અશુદ્ઘનયને અહીં તૈય કહ્યો છે ' એ પુણ્ય-પાપના ભાવને છોડવાલાયક કહ્યા છે. જેને ધર્મ પ્રગટ કરવો હોય, ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેને ત્રિકાળ જ્ઞાયકભાવ આદરણીય છે અને શુભાશુભભાવ તેને હૈય છે. છોડવાલાયક છે એમ કહે છે. ભાઈ! આની એક પંક્તિ પણ સમજવી કઠણ છે. કેમ કે આ તો સિદ્ધાંત છે. પણ આ કાંઈ કથા-વાર્તા નથી. આ તો ભાગવત-કથા છે. આ (બહારમાં ) પણ ભાગવત કથા કહે છે ને! અને નિયમસારમાં ( ગાથા ૧૮૭) છેલ્લે આવે છે ને કે આ ભાગવત કથા છે અહા! ભગવત્સ્વરૂપ ભગવાન આત્માની ભગવાન ત્રિલોકનાથે કહેલી આ ભાગવતકથા છે. તો કહે છે કે પ્રભુ! તારી ચીજ તો તારું સ્વરૂપ તો ભગવતસ્વરૂપે ત્રિકાળ પડયું જ છે. પણ તારી પર્યાયમાં ભૂલ છે. પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ છે તો, એ પુણ્ય-પાપના Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૦૬ ભાવ છે. જેમ શુદ્ધતા ત્રિકાળ છે તેમ પર્યાયમાં અશુદ્ધતા પણ છે. અને તે અશુદ્ધતા દ્રવ્યે કરી છે. ભલે તે અશુદ્ધતા પર્યાયે કરી છે. પણ તેને પર્યાયમાં રાખી છે. માટે અશુદ્ધતા પર્યાયમાં છે. પણ ફક્ત ફેર એટલો છે કે ત્રિકાળી ચીજ સ્વતઃ સ્વાભાવિક વસ્તુ છે. જ્યારે પુણ્ય-પાપના ભાવ સંયોગી છે, કર્મના લક્ષે થાય છે. ‘અશુદ્ઘનયને અહીં ય કહ્યો છે.' કેમ? કારણ કે અશુદ્ઘનયનો વિષય સંસાર છે ને પુણ્ય-પાપના ભાવ સંસાર છે, દુઃખ છે. તો, શાયક જ ઉપાદેય છે અને પુણ્ય-પાપ હૈય છોડવાલાયક છે એમ કહેવામાં આવ્યું છે. પણ જેને છોડવાલાયક કહેવામાં આવ્યા છે તે, ‘છે’ તો તેને છોડવાલાયક કહ્યા છે તે છે જ નહીં? તો, એ વાત કહે છે. અંદર છે ને! કે શુભાશુભનો વિષય સંસાર છે. ત્રણ લોકનો નાથ જ્ઞાયકસ્વરૂપ ચૈતન્ય પ્રભુચૈતન્ય પ્રકાશનો પૂંજ પ્રભુ-આત્મા સિવાય જે પુણ્ય ને પાપના ભાવ થાય છે તે સંસાર છે. સંસરળ વૃતિ સંસાર: જેનાથી સંસરણ-પરિભ્રમણ ઉત્પન્ન થાય તેનું નામ સંસાર કહે છે. તો એ બે પુણ્ય ને પાપ ભાવ સંસરળ-સંસાર છે. તે વર્તમાનમાં સંસારરૂપ છે અને ભવિષ્યમાં પણ પરિભ્રમણના બીજડાં છે. અહીં તો કહે છે કે પ્રભુ! તું જાણકશક્તિનું તત્ત્વ છે. માટે તે રાગનું અને ૫૨નું કેવી રીતે કરી શકે? તે રાગ અને પુણ્યપાપનો કર્તા છે તેમ જે તું જાણે છે તે જ તારો સંસાર છે, રખડવાની ચીજ છે. અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૦૭ હવે અહીંયાં ધર્મની (સવળી) વાત કરે છે કે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય તે પુણ્ય-પાપના ભાવથી હું ભિન્ન છું, મારી ચીજ તો તેનાથી દૂર ભિન્ન છે, હું તો જ્ઞાયક ચૈતન્યરસથી અને અતીન્દ્રિય આનંદથી ભરેલ તત્ત્વ છું-આમ રાગ કે જે પરદ્રવ્ય છે તેનાથી પોતાને ભિન્ન કરે છે તે સંસારથી છૂટે છે. અનાદિથી તે સ્વદ્રવ્યથી ભિન્ન થઈ ગયો છે. તો હવે પોતાને પરદ્રવ્યથી ભિન્ન કરવાનો છે. સ્વદ્રવ્યથી ભિન્ન થઈને રાગદ્વેષને પોતાના માને છે તે જ તો સંસાર છે, કલેશ છે, દુઃખ છે, નરક-નિગોદનું કારણ છે. પણ જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર માટે આ કમાવું, રળવું, સંસારનું ધ્યાન રાખવું અને સ્ત્રી-કુટુંબ-પરિવારની સંભાળ કરવી વગેરે અશુભભાવ તો પાપ છે, સંસાર છે, ક્લેશ છે, દુઃખ છે. અને તે ભવિષ્યમાં પણ કલેશ અને દુઃખનું કારણ છે. પરંતુ શુભભાવ પણ વર્તમાનમાં દુ:ખરૂપ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો વિકલ્પ પણ રાગ છે, દુઃખ છે, વર્તમાનમાં કલેશરૂપ છે અને ભવિષ્યમાં પણ લેશનું કારણ છે, તો તેનાથી ભિન્ન પડીને અર્થાત્ તે શુભ-અશુભભાવ તો ક્લેશ છે, સંસાર છે, દુઃખ છે, મારી ચીજમાં એ નથી-એમ પરદ્રવ્યથી ભિન્ન થવું. કેમ કે ચૈતન્ય ભગવાનની સાથે તે પુણ્ય-પાપના રાગની એકત્વબુદ્ધિ એ પરિભ્રમણનું બીજડું છે. માટે તે એકત્વને તોડવું અને ચૈતન્યને પૃથક કરવું ભેદજ્ઞાન કરવું. તે પુણ્ય-પાપના ભાવ મલિન છે, દુઃખ છે. તેનાથી પોતાની ચીજ ભિન્ન છે. એમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ જ્ઞાયક ભાવ તેને ભિન્ન કરીને પોતાનો અનુભવ કરવો તે જ સંસારના નાશ કરવાનો ઉપાય છે. પણ બીજો કોઈ ઉપાય છે નહીં. તો કહે છે કે ‘ પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે ' શુભ-અશુભભાવ તે ક્લેશ છે, સંસાર છે, દુઃખ છે. માટે તેનાથી ભિન્ન થઈને પોતાના ત્રિકાળ ચૈતન્યસ્વરૂપ, આનંદસ્વરૂપ ભગવાન આત્માનું કે ĝ મોજુદગીવાળી ચીજ છે, કાયમી ચીજ છે તેનું શરણ લેવાથી સંસાર છૂટી જાય છે, દુ:ખ છૂટી જાય છે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. કહે છે કે શુદ્ધનયનો વિષય જે ત્રિકાળ આનંદસ્વરૂપ આત્મા છે તે જ ‘છે’ અને પુણ્ય-પાપ અસત્ છે એમ જે કહ્યું છે તે શુદ્ધનયનો વિષયનો આદર કરવા માટે મુખ્યપણે કહ્યું છે. અર્થાત્ શુદ્ધનયનો વિષય જે ધ્રુવ છે તેનો આદર કરવા માટે તે વસ્તુ સત્ય છે એમ કહ્યું અને પુણ્ય-પાપના જે અશુદ્ધભાવ છે તે સ્વભાવની અપેક્ષાએ અસત્ છે. કેમ કે સ્વભાવમાં નથી. તે અપેક્ષાએ તે નથી એમ કહ્યું છે, સમજાણું કાંઈ ? અહા ! શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે' પ્રધાન-મુખ્ય મુખ્ય એટલે શું? કે ત્રિકાળ જ્ઞાયકભાવ છે તેનું શરણ લે. તેનાથી તું દૂર રખડે છે તો હવે તેની સમીપમાં જા. આનંદનો નાથ ચૈતન્ય ભગવાન આત્મા કે જે મોજુદગીવાળી ધ્રુવ ચીજ છે..... ઓલા બોલ છે ને ! કે ‘ ધ્રુવધામના–ધ્યેયના ધ્યાનની ધખતી ધુણી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૦૯ ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” ધુવધામ=પોતાનું ધ્રુવસ્થાન; નિત્યાનંદ પ્રભુ આત્મા કે જે પુણ્યપાપની પર્યાયથી પણ ભિન્ન છે. તો એ “ધ્રુવધામના-ધ્યેયના ધ્યાનની ' તેને ધ્યેય બનાવી તેની એકાગ્રતાની “ધખતી ધુણી” એકાગ્રતાની ધખતી ધુણી પર્યાયમાં “ધગશ અને ધીરજથી” ઉગ્ર પુરુષાર્થથી અને ધીરજથી “ધખાવવી” પર્યાયને અંદરમાં એકાકાર કરવી, સ્વરૂપમાં એકાકાર કરવી “તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” અહીં કહે છે કે શુદ્ધનયનો વિષય પ્રધાન કરીને-મુખ્ય કરીને કહ્યો છે કે તું ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ છો ને! તો તેનું શરણ લે. કેમ કે તારું શરણ ત્યાં છે, તારું ધામ ત્યાં છે, તારું સ્થાન ત્યાં છે, તારી શક્તિ ત્યાં છે અને તારા ગુણ ત્યાં છે, અરે! પણ આવું ક્યાં સાંભળવા મળે? અરેરે! મનુષ્યપણું મળ્યું તો પણ પચાસ-સાઠ વરસ એમ ને એમ-પાપમાં-જગત ગાળે છે તો પછી તે કયાં જશે ભાઈ ! અને કદાચિત્ પુણ્યમાં થોડો કાળ ગાળે તો તે પણ બંધનું કારણ છે, ક્લેશ છે, માટે તેની દષ્ટિ છોડાવા અને ત્રિકાળની દષ્ટિ કરાવવા શુદ્ધનયને પ્રધાન-મુખ્યકરીને તે ત્રિકાળી ચીજ ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા “છે.' એમ કહ્યું છે. અર્થાત્ એમ કહે છે કે પ્રભુ! તારું સ્વરૂપ પૂર્ણ છે ત્યાં જા. અને આ મલિન પર્યાય છે તેનાથી હુઠી જા. તારે જ મુક્ત થવું હોય અને આનંદ લેવો હોય તો. નહીંતર દુઃખી તો અનાદિથી થાય જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ હવે કહે છે કે “અશુદ્ધ નયને અસત્યાર્થ કહેવાથી અશુદ્ધનય નામ પુણ્ય-પાપને “તે નથી” એમ કહ્યું, તે અસત્યાર્થ છે એમ કહ્યું, તેને અભૂતાર્થ કહ્યા, જૂઠા કહ્યા. તો “એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી” આકાશમાં ફૂલ નથી. શું આકાશને ફૂલ હોય છે? એમ પુણ્યપાપના અશુદ્ધ પરિણામ છે જ નહીં એમ છે નહીં. પણ તે તારી પર્યાયમાં છે. અને તે છે તો સ્વરૂપની દષ્ટિ કરવાથી તે દુ:ખ છૂટી જાય છે. અહા! શુદ્ધનયનો-ચિદાનંદનો આશ્રય કરતાં તેના ફળમાં પૂર્ણ અતીન્દ્રિય આનંદ થાય છે. માટે સ્યાદવાદનું શરણ લઈ ત્રિકાળી શુદ્ધમાં અશુદ્ધતા નથી. પણ પર્યાયમાં અશુદ્ધતા છે એમ અપેક્ષાથી બે પ્રકારનું જ્ઞાન કરીને અશુદ્ધતાનું શરણ છોડી દે અને ત્રિકાળી શુદ્ધનું શરણ લે. પણ અશુદ્ધતાનું જ્ઞાન રાખીને હો. એ તો ૧૪મી ગાથામાં તેની ટીકામાં અને ભાવાર્થમાં પણ આવે છે ને! પણ અહીં તો ના પાડીને (કે અશુદ્ધતા નથી?) ભાઈ ! આ તો અશુદ્ધતા છે, પર્યાય છે એવું લક્ષ રાખ્યા પછીની વાત છે. પણ જો પર્યાય છે જ નહીં તો તો વેદાંત-એકાંત થઈ જાય છે કેમ કે વેદાંત પર્યાયને માનતા નથી. તથા જો તે પર્યાયને ન માને તો અનુભવ કોનો કરશે? ત્રિકાળનો અનુભવ કોણે કર્યો? દ્રવ્ય કર્યો કે પર્યાયે કર્યો? “આ ત્રિકાળ આત્મા છે' એવો નિર્ણય કોણે કર્યો? જો પર્યાય જ ન હોય તો પર્યાય વગર નિર્ણય અનિત્ય કરે છે. દ્રવ્ય નિત્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૧૧ છે ને તેની પર્યાય અનિત્ય છે. તથા તે પર્યાય દ્રવ્યનો નિર્ણય કરે છે. પરંતુ એ પર્યાયની દૃષ્ટિ છોડાવા. ત્રિકાળી વસ્તુ સત્ય છે અને અશુદ્ધતા એ અસત્ય છે એમ મુખ્ય ગૌણ કરીને કહેવામાં આવ્યું છે. પણ તેથી બિલકુલ અશુદ્ધતા છે જ નહીં એમ નથી. કેમ કે તો તો પછી અશુદ્ધતા ટાળવાનો ઉપદેશ જ નિરર્થક જાય છે તથા ધર્મ કરવો છે તો, જો પર્યાયમાં અધર્મ ન હોય તો ધર્મ કરવો એ પણ રહેતું નથી. અધર્મની પર્યાયના સ્થાનમાં ધર્મ લાવવો છે. તો (?) જો ત્રિકાળી સ્વભાવ શુદ્ધ ન હોય તો તેના આશ્રય વિના ધર્મ થતો નથી. અને (૨) જો પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો તેને વ્યય થઈને શુદ્ધતા પણ પ્રગટ થતી નથી. આવી વાતુ છે. માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ, શુદ્ધનય નામ ત્રિકાળી વસ્તુ-સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી એટલે કે પૂર્ણ શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા જ્યાં દષ્ટિમાં અનુભવમાં આવ્યો અને અનુભવમાં આવીને જ્યાં પૂર્ણ પ્રાપ્તિ થઈ અર્થાત સર્વજ્ઞ થયો, કેવળજ્ઞાન થયું ત્યાં શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું”. પછી સ્વ તરફ ઝૂકવું એ રહેતું નથી. કેમ કે આલંબન તો પૂર્ણ થઈ ગયું. જે વસ્તુ સ્વરૂપ છે તે છે જેવું દ્રવ્ય છે અને જેવી પર્યાય છે એ જેવા છે તેવું જ્ઞાન થઈ ગયું એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. પ્રમાણદષ્ટિનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે લ્યો. ઓહોહો! ટીકા વિના સામાન્ય ભાષામાં ચાલતી ભાષામાં છે તો પણ કેટલું ભર્યું છે ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 112 જ્ઞાયક ભાવ અહીં, (જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે એટલે કે વસ્તુ જે ધ્રુવ ચૈતન્ય પ્રભુ છે જે સમ્યગ્દર્શનનો વિષય છે તેમાં તો પ્રમત્ત-અપ્રમત્ત કે ચૌદ ગુણસ્થાન છે નહીં. અર્થાત્ પર્યાયનો ભેદ તેમાં છે નહીં. એમ કહ્યું. તો, ત્યાં પ્રમત્ત-અપ્રમત્ત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠી ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાંથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠું, સાતમું, આઠમું-એમ તેરમું ને ચૌદમું ગુણસ્થાન એ વ્યવહાર નયની કથનીમાં છે. અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. એ તો એકલો ચૈતન્યબિંબ છે, પ્રકાશનો પૂંજ છે, જાણવાવાળોજાણકસ્વરૂપ છે. તેમાં એ ગુણસ્થાનના ભેદો નથી. D ) 9 ઉs ) 8 [સમાપ્ત] Please inform us of any errors on rajesh@ AtmaDharma.com